Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 10
________________ અને ધીરતામાં જેમ ધીર વ્રતધર તેમ સર્વ મંત્રોમાં શ્રી નવકારમંત્ર એ સારભૂત અને શ્રેષ્ઠ છે એના સઘળા ઉપકાર સહસ્ર મુખથી પણ કદી કહી શકાય તેવા નથી. સર્વશ્રેષ્ઠ એવા શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થયા પછી પણ જે આત્માઓ અન્ય મંત્રોની અભિલાષા રાખે છે તેઓની કરૂણ દશાનો ચિતાર આપતાં એટલે કે એવા જીવો કેવા પ્રકારના દયા પાત્ર છે એ જણાવવા માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજા પોતે રમાવે છે કેઃ તજે એ સાર નવકારમંત્ર જે અવર મંત્ર સેવે સ્વતંત્ર કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે તેહ સુરતરૂ ત્યજી આપ ટેવે II નવકારમંત્રનો ત્યાગ કરીને જેઓ સ્વતંત્ર રીતે અને અન્ય મંત્રોની ઉપાસના કરે છે એ સારભૂત તેઓનું કર્મજ ખરેખર પ્રતિકૂલ છે અન્યથા (નહિતો) સર્વ ઇચ્છિતોના દાતાર સુરતરૂનો ત્યાગ કરી દુઃખ કર એવા કંટકોને (કાંટાઓને) દેનાર બાવલ વૃક્ષની ઉપાસના કરવાનું મન તેમને કેવી રીતે થાય ? બીજા જે કોઇ મંત્ર જગમાં ફ્લને દેનારા છે, તે બધા એજ શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત થયેલા છે. અર્થાત્- શ્રી નવકાર મંત્રના બીજથી જે મંત્રો વાસિત નથી, તે અવ્યભિચારી ફ્લ દેનાર પણ નથી. એજ વાતનું નિરૂપણ કરતાં તેઓશ્રી માવે છે કે “એહને બીજે રે વાસિત, હોવે ઉપાસિત મંત્ર, બીજો પણ ફ્લદાયક, નાયક છે એહ તંતઃ અમૃત ઉદધિ કુસારા, સારા હરત વિકાર, વિષયના તે ગુણ અમૃતનો, પવનનો નહિ રે લગાર.” સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર એ નાયક છે. શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત મંત્રની ઉપાસના કરવામાં આવી હોય, તો જ તે ફ્ળદાયી થાય છે : અન્યથા નિક્ળ જાય છે, એમ શ્રી સવજ્ઞશાસ્ત્રોનું કથન છે. અમૃતસાગરના કુસારાથી સર્વ પ્રકારના વિષના વિકાર નાશ પામે છે, તે ગુણ અમૃતનો છે, નહિ કે-કુસારાઓને લાવનાર પવનનો ! તેમ અન્ય મંત્રોને પણ ફ્ળીભૂત કરનાર શ્રી નવકાર મંત્રનું બીજ છે, અર્થાત્-બીજરૂપે રહેલ શ્રી નવકાર મંત્ર છે. એ બીજથી રહિત મંત્રો નિઃસાર છે. એજ વાતને તેઓશ્રી નીચેના શબ્દોમાં ફરમાવે છે “જેહ નિર્બીજ તે મંત્ર જુઠા, ફ્લુ નહીં સાહયૂં હૂઇ અપુઠા, જેહ મહા મંત્ર નવકાર સાધે, તેહ દોઅ લોક અલવે આરાધે.” શ્રી નવકાર મહામંત્ર રૂપી બીજ રહિત મંત્ર સઘળા જૂઠા છે. તે ફ્ળતા તો નથી, કિન્તુ નુક્શાન કરનારા જરૂર થાય છ. એ કારણે જે આત્માઓ શ્રી નવકાર મહામંત્રનું આરાધન કરે છે, તે આત્માઓ ઉભય લોકને સંપૂર્ણ કૃતાર્થ કરનારા થાય છે. શ્રી નવકાર મંત્રના વિશેષ ગુણોનું વર્ણન કરતાં, તેઓશ્રી છેલ્લે છેલ્લે માવે છે કે“રતન તણી જેમ પેટી, Page 10 of 50

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50