Book Title: Namaskar Mahamantranu Swarup Part 02 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 9
________________ માટે અવ્યભિચારી પ્રોઢ પ્રભાવ સંપન્ન ચૌદ પૂર્વના રહસ્યભૂત શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ત્રણે જગતમાં સર્વકાળ માટે સૌથી શ્રેષ્ઠ અને અતિ અભૂત છે. એ વાત સર્વ સિધ્ધાંત વેદિઓ નિર્વિવાદ પણે જાણે છે, માને છે અને સ્વીકારે છે. || જેઓ શ્રી નવકાર મંત્રના આ પ્રભાવને જાણતા નથી, માનતા નથી, યા સ્વીકારતા નથી તેઓ સિધ્ધાંતના રહસ્યને પણ જાણતા નથી. સિધ્ધાંતના રહસ્યને જાણનાર શ્રી નવકારમંત્રના પ્રભાવને પણ જાણ્યા-માન્યા કે સ્વીકાર્યા સિવાય રહી શકતા જ નથી. સકલ સિધ્ધાંત વેદી ઉપાધ્યાયજી શ્રી યશો વિજયજી મહારાજા સ્વરચિત શ્રી પંચ પરમેષ્ઠી ગીતામાં શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં ક્રમાવે છે કે શ્રી નવકાર સમો જગ મંત્ર ન યંત્ર ન અન્ય વિધા નવિ ઓષધ નવિ એહ જપે તે ધન્ય, કષ્ટ ટળ્યાં. બહુ એહને, જાપે તુરત કિધ્ધ, એહના બીજની વિદ્યા નમિ વિનમિતે સિધ્ધ. II 1 શ્રી નવકાર સમાન જગતમાં અન્ય કોઇ મંત્ર નથી, વિધા નથી કે ઓષધ નથી. એ નવકાર મંત્રને જે કોઇ હૃદયના ભાવથી જપે છે તે ધન્ય છે. એના જાપથી અનેક આત્માઓનાં કષ્ટો તત્કાલ નાશ પામ્યા છે. ભગવાન શ્રી કષભદેવ સ્વામિના તીર્થમાં શ્રી નમિ અને વિનમિને જે વિધાઓ સિધ્ધ થઇ હતી તે વિધાઓનું બીજ પણ શ્રી નવકારમંત્ર જ હતું. એજ ગીતામાં આગળ ચાલતાં એ મહાપુરૂષ માને છે કે સિધ્ધ ધર્માસ્તિ કાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર ભણે એ ભવ્ય | સર્વશ્રુતમાં વડો એ પ્રમાણ્યો, મહાનિશિથે ભલિ પરે વખાણ્યો.” લોકમાં જેમ ધર્માસ્તિકાયાદિ ષ દ્રવ્યો (ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-જીવાસ્તિકાય-પુદગલાસ્તિકાય અને કાળ) પ્રસિધ્ધ અને સ્વયં સિધ્ધ છે. તેમ શ્રી નવકારમંત્ર પણ સમસ્ત લોકમાં પ્રસિધ્ધ અને સ્વયંસિધ્ધ એટલે અકૃત્રિમ એટલે કે કોઇએ ઉત્પન્ન કર્યા વગરનો છે. અતિ ગંભીર એવા શ્રી મહાનિશિથ નામના છેદ સૂત્રમાં શ્રી નવકારમંત્રની. ભારે પ્રશંસા કરવામાં આવી છે અને સર્વશ્રુત સ્કંધોમાં તેને મહામૃત સ્કંધ તરીકે વર્ણવવામાં આવ્યો છે. શ્રી. વિશેષાવશ્યક મહાભાષ્યમાં પણ પંચમંગલ મહાશ્રુતસ્કંધાત્મક શ્રી નવકાર મંત્રની સર્વ શ્રત અત્યંતરના અનેક પ્રકારે સિધ્ધ કરવામાં આવી છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર એ સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે તેથી તે. સર્વ શ્રતની અત્યંતર સમાઇ જાય છે. એટલું જ નહિ પરંતુ શ્રી નંદી સૂત્રમાં સર્વ શ્રુત સ્કંધોનું વર્ણન કરતી. વખત પંચ નમસ્કારાત્મક પંચ મંગલ મહામૃત સ્કંધને પૃથક શ્રુત સ્કંધ તરીકે વર્ણવેલ નથી તેથી પણ તે સર્વ શ્રુત અત્યંતર છે એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. શ્રી નવકારમંત્રનો જે મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે તેનું કાંઇક ભાન કરાવવા માટે પરમ ઉપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા ગુર્જર ગિરામાં ગુક્તિ પધબધ્ધ શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં આગળ ચાલતાં અલંકારિક રીતે શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં માને છે કે પર્વતમાં જેમ મેરૂ, વૃક્ષમાં જેમ કલ્પતરૂ, સુગંધમાં જેમ ચંદન, વનમાં જેમ નંદન, મૃગમાં જેમ મૃગપતિ (સિંહ), ખગમાં જેમ ખગપતિ (ગરૂડ), તારામાં જેમ ચન્દ્ર, નદીઓમાં જેમ ગંગા, રૂપવાનમાં જેમ અનંગ (કામદેવ), દેવમાં જેમ ઇન્દ્ર, ઉદધિમાં (સમુદ્રમાં) જેમ સ્વયંભૂરમણ, સુભટમાં જેમ ત્રિખંડાધિપતિ એટલે શ્રીરમણ (વાસુદેવ), નાગમાં જેમ નાગરાજ (શેષનાગ), શબ્દમાં જેમ આષાઢી મેઘનો ગાજ (ગર્જના), રસમાં જેમ ઇક્ષરસ. ફ્લમાં જેમ અરવિંદ (કમલ), ઓષધિઓમાં જેમ સુધા (અમૃત), વસુધાપતિ (રાજાઓ) માં જેમ રઘુનંદ એટલે રામચન્દ્રજી, સત્યવાદિમાં જેમ યુધિષ્ઠિર, ધીરતામાં જેમ નિષ્પકમ્પ ધ્રુવ, માંગલિક વસ્તુઓમાં જેમ ધર્મ, સામુદાયિક સુખમાં જેમ સુસંપ, ધર્મમાં જેમ દયાધર્મ, વ્રતમાં જેમ બ્રહ્મચર્યવ્રત, દાનમાં જેમ અભયદાન, તપમાં જેમ સત્ય, રત્નમાં જેમ વ્રજરત્ન (હીરો), નરમાં જમ નિરોગી નર (મનુષ્ય), શીતલતામાં જેમ હિમા Page 9 of 50Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50