Book Title: Namaskar Mahamantranu Swarup Part 02 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 7
________________ કલ્યાણ કર્યા વગર રહેતો નથી. આ કારણથી નવકાર મંત્ર ગણવાની યોગ્યતા માટે પણ પરોપકાર નામનો ગુણ જોઇએ છે. (૪) સંત પુરૂષોની સેવા કરનાર :- આવા પરોપકારી જીવને કોઇપણ સંત પુરૂષ મલે તે સંત પુરૂષને પોતાનાથી મોટા અને મહાન માનીને એમની સવા ભક્તિ કરવાની તક મળે તો પોતાના બધા કામોને છોડીને સૌથી પહેલા સેવા કરવા લાગી જાય છે. કારણકે પરોપકાર ગુણને કારણે સંતપુરૂષો પ્રત્યે બહુમાન ભાવ-આદર ભાવ અંતરમાં વિશેષ રીતે પેદા થયેલ હોય છે અને કેટલીક વાર એમની સેવામાં તત્પર બનતાં ભૂખ અને તરસ આદિ કષ્ટોને પણ ભૂલી જાય છે. આવા ગુણવાળા જીવોને નવકાર મંત્ર મલે તો તે મંત્રને પ્રાણ કરતાં અધિક રીતે સાચવીને એવી રીતે ઉપયોગ કરે કે જેથી પોતાના આત્માને લઘુકર્મી બનાવી વહેલામાં વહેલું કલ્યાણ સાધી લે છે. આથી નવકાર મંત્ર ગણવા માટે ગણતાં ગણતાં આવી યોગ્યતા પેદા કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. (૫) વિષય-કષાયનું વારણ કરનાર :- નિ:સ્વાર્થ ભાવ પેદા કરવાના સ્વાભાવ વાળા જીવો પોતાના આત્માને સરળ બનાવતાં જાય છે અને એ સરલતાનાં કારણે પુણ્યના ઉદયથી મળેલી સામગ્રી ચાલી જાય તો પણ આવા જીવોને કષાય પેદા થતો નથી પણ અંતરમાં એવા વિચારો પેદા થાય છે કે પુણ્ય પુરૂં થયું માટે એ સામગ્રી ગઇ એમાં લઇ જનારનો શું દોષ છે એ તો નિમિત્ત માત્ર છે. આવા વિચારોના બળે વિષયો પ્રત્યે વિશેષ રાગ પેદા થવા દેતાં નથી અને એ સામગ્રી ચાલી જાય-કોઇ લઇ જાય-કોઇ નાશ કરી નાંખે તો એવા જીવો પ્રત્યે દ્વેષ બુધ્ધિ-ક્રોધાદિ કષાયો પેદા થતાં નથી. આવા સ્વભાવના પરિણામને વિષયકષાયનાં વારણ કરનારા પરિણામ કહેવાય છે. (૬) સુવિચારી :- આવા સ્વભાવવાળા જીવોને કોઇ દિવસ મોટે ભાગે ખરાબ વિચારો પેદા થતાં નથી સદા માટે સુવિચારોમાંજ રમ્યા કરતાં હોય છે. પોતાની શક્તિ મુજબ જે જ્ઞાનપ્રાપ્ત કરેલ હોય એ જ્ઞાનને યાદ કરી કરીને ટકાવી રાખવા પ્રયત્ન કરતાં હોય છે. તેમાં શક્તિ મુજબ વધારો કરતાં જાય છે. એવી જ રીતે જે ઉપકારીઓ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હોય તેઓનાં દર્શન કરી કરીને એ ઉપકારીઓનું બહણ અદા કરતાં થાય છે. (જાય છે.) આવી પ્રવૃત્તિના પ્રતાપે એ જીવો જ્ઞાન-દર્શનનાં આરાધક બનતા જાય છે. આવા જીવોને સર્વ મંત્રોમાં શિરોમણી એવો નવકારમંત્ર જો મલે તો આવા જીવો એનો ગણવામાં ઉપયોગ કરતાં કરતાં પોતાના આત્માનું સુંદર રીતે કલ્યાણ સાધી શકે છે. નવકારમંત્રને પામીને એને ગણતાં ગણતાં આત્માને આ રીતે તૈયાર કરવાનો છે. વિચારો ! નવકાર મંત્ર જન્મતાની સાથેજ મલ્યો છે બોલતા થયાં ત્યારથી બોલીએ છીએ એ નવકાર મંત્ર અત્યાર સુધી કેટલી વાર બોલી ગયા-સાંભળી ગયા-સ્મરણરૂપે ગણી લીધા. આમાંથી આત્મા કોઇ ગુણથી કેળવાયેલો લાગે છે ખરો ? એ ગુણોથી કેળવવા માટે નવકાર મંત્ર ગણવાનો પ્રયત્ન પણ જીવનમાં કેટલો ? એટલે આવા ગુણોને પામવાના લક્ષ્યથી નવકાર મંત્ર ગણતા હોઇએ એવું પણ છે ખરૂં ? તો રોજ વિચારણા કરવી પડશે કે નવકાર ગણીએ છીએ પણ એ ગણતાં ગણતાં ક્યાં સુધી પહોંચ્યા એ જોવું પડશે. એ જોવાનું ચાલુ છે ? (૭) સ્યાદ્વાદ ગુણથી રંગાયેલો - આવા ગુણવાળા જીવોને કોઇપણ બાબતમાં એટલે કોઇપણ પદાર્થમાં પક્કડ હોતી નથી. કોઇ કહે આમ છે તો હશે ? કોઇ બીજો બીજું કહે તો એમ હશે ? એવાજ વિચારોમાં એ રમતો હોય છે પણ રાગાદિ પરિણામ કે ક્રોધાદિ કષાયના પરિણામને આધીન થઇને મોટે ભાગે વિચારણા કરવાવાળો હોતો નથી. ભગવાને જે કહ્યું તે ખરૂં એવા સ્વભાવથી જીવનારો હોય છે. (૮) સમતા રસવાળો - સમતા રસવાળો એટલે અનુકૂળ પદાર્થોમાં એટલે કે સુખના પદાર્થોમાં લીન ન બને અને દુ:ખના અને પ્રતિકૂળ પદાર્થોમાં દીન ન બને એવી રીતે જીવન જીવવાનો અભ્યાસ કેળવવો તે સમતા ભાવવાળું જીવન કહેવાય. Page 7 of 50Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50