Book Title: Namaskar Mahamantranu Swarup Part 02 Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 5
________________ ઇન્દ્રિયોને પાછી ખસેડવી એને સંયમ કહેવાય છે. એવી જ રીતે પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી એટલે ન જોડવી તે અસંયમ કહેવાય છે. એ અસંયમ કરવો નહિ તે સંયમ કહેવાય છે. આ રીતે ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઇએ. (૩) ગુણવાન-દયા :- અનાદિકાલથી જીવો હંમેશા બીજા જીવોની ચિંતા વિચારણા વિશેષ કરે છે. પણ પોતાના આત્માની ચિંતા વિચારણા કરતા નથી. બીજાની દયા કરવી એ ગુણ છે. બીજા જીવની ચિંતા. વિચારણા કરવી એ જીવો દુ:ખી ન થાય એ જીવોનું દુ:ખ કેમ દૂર થાય એની વિચારણા કરવી એ ગુણ જરૂર છે પણ એની સાથે સાથે પોતાના આત્માની ચિંતા વિચારણા-દયા કરવાની શરૂઆત કરે તો એ દયાનો ગુણ સુંદર રીતે દિપી ઉઠે છે અને સાથે સાથે પોતાના આત્માનું કલ્યાણ વિશેષ રીતે પેદા થતું જાય છે. આ રીતે જ્યારે પોતાના આત્માની દયા પેદા થવા માંડે એટલે નવકાર ગણવાની યોગ્યતા પેદા થતી જાય છે અને એ રીતે નવકાર ગણતાં પોતાના આત્માની દયાનો પરિણામ સ્થિર થતો જાય છે. પોતાના આત્માની દયા એટલે હું ક્યાંથી આવેલો છું ? આ મનુષ્ય જન્મને પામ્યો છું તેમાં એવી રીતે જીવન જીવું કે જેથી મનુષ્ય જન્મથી નીચેની ગતિમાં ન જવાય એટલે તિર્યંચગતિ કે નરકગતિને વિષે ન જવાય એની કાળજી રાખીને જીવન જીવવાની વિચારણા તેને પોતાના આત્માની દયા કહેવાય છે. આ દયા ગુણના પ્રતાપે બીજા જીવો પ્રત્યે દયાનો પરિણામ વિશેષ પેદા થતો જાય છે. એમાં એવા પણ વિચાર આવે છે કે આ જીવો પણ મારા જેવા છે હું જેમ સુખને ઇચ્છું છું તેમ આ જીવો પણ સુખને ઇચ્છે છે. મને જેમ દુ:ખ પસંદ નથી એમ આ જીવોને પણ દુ:ખ પસંદ નથી માટે આ જીવોને દુ:ખ ન થાય-કીલામણા ન થાય-પીડા ન થાય એની કાળજી રાખીને મારે જીવવું જોઇએ. આવા પરિણામ પેદા થવાથી બીજા જીવોની રક્ષા કરવાનું મન થાય તે પર-દયા કહેવાય છે. આ રીતના દયાના પરિણામથી નવકારમંત્ર બોલવાનો ક્ષયોપશમ ભાવ પેદા થાય એવું પુણ્ય બંધાતું જાય છે. આ દયાના પરિણામથી સાતે કર્મોનો સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધરૂપે થતો નથી તેમાંય બંધાતા અશુભ કર્મોની સ્થિતિ અલ્પ બંધાય છે અને તેની સાથે અશુભ કર્મોનો રસ બંધ પણ અલ્પ થાય છે એની સાથે બંધાતા શુભકર્મોની સ્થિતિ અલ્પ બંધાય છે અને શુભ કર્મોનો રસ બંધ તીવ્ર રસે બંધાય છે કે જેના. પ્રતાપે બીજા ભવમાં નવકાર મંત્ર સુલભ બનતો જાય છે. આવી દયાના પરિણામને વાસ્તવિક રીતે ગુણરૂપે કહેવાય છે કે જે આત્મકલ્યાણ કરવામાં સહાયભૂત થતી જાય છે. - બીજોગુણ પરોપકાર :- પરોપકાર એટલે સામાન્યથી બીજા જીવોનું દુઃખ દૂર કરવું અને બીજા જીવોને સુખી કરવા પ્રયત્ન કરવો તે. આર્યદેશમાં જન્મેલા જીવોને સામાન્ય રીતે બીજા જીવોના દુ:ખને જોઇને અતરમાં દયાનો પરિણામો પેદા થાય છે અને એ દયાના પરિણામના કારણે દુ:ખ દૂર કરવાની ભાવના પેદા થાય છે. આથી પોતે પોતાની શક્તિ મુજબ બીજા જીવોના દુ:ખને દૂર કરવા માટે પ્રયત્ન કરતાં જ જાય છે એ ગુણ છે. આમાં દુ:ખ દૂર કરવા માટે પ્રયત્ન કરતાં જ જાય છે એ ગુણ છે. આમાં દુઃખ દૂર કરવામાં જો સ્વાર્થ બુધ્ધિ પેદા ય તો એ પરોપકાર ગુણ ગુણાભાસ રૂપે બને છે. આ પરોપકારનો ગુણ નિઃસ્વાર્થ બુદ્ધિથી કેળવવામાં આવે તો આત્માને નવકારમંત્ર ગણવામાં સહાયભૂત પુણ્ય બંધાય છે કે જેનાથી આત્માને કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી નથી. નિ:સ્વાર્થ ભાવ કેળવીન પરોપકાર ગુણ કેળવતાં આત્મામાં ત્રણ અવસ્થા રૂપે ગુણ પેદા થાય છે. ૧. પહેલી અવસ્થા :- બીજા જીવોના દુ:ખે આત્મા દુ:ખી થવો તે. પોતાની પાસે ગમે તેટલી ઋદ્ધિ-સિદ્ધિ-સંપત્તિ હોય પણ તે બીજાના દુ:ખને દૂર કરવામાં સહાયભૂત ન થતી હોય તો તે વ્યધ્ધિ-સિદ્ધિ-સંપત્તિ શું કામની ? એ અદ્ધિ વગેરે રાગાદિ પરિણામ પેદા કરાવી-ગર્વ વગેરે પેદા કરાવી-ઈર્ષ્યા ભાવ પેદા કરાવી આત્માને દુર્ગતિમાં લઇ જનારી બને છે. આજે બીજા દુ:ખી જીવોને જોઇને પોતાનું હૈયું દુઃખી બને છે ? એ રોજ આત્માને પુછવાનું છે. અને કદાચ અંતરમાં દુ:ખા Page 5 of 50Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50