Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 4
________________ બીજી રીતે પણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરનાર-ગણનાર આત્માઓમાં પણ કેવા કેવા ગુણો હોવા જોઇએ એના માટે કહ્યું છે કે (૧) શાંત-સમતા ભાવ, (૨) દાંત-ઇન્દ્રિયોનું દમન કરનાર,(૩) ગુણવાન દયા-પરોપકાર વગેરે, (૪) સંતપુરૂષોની સેવા કરનાર, (૫) વિષય કષાયનું વારણ કરનાર, (૬) જ્ઞાન દર્શનનો આરાધક-સુવિચારી, (૭) સ્યાદ્વાદ રૂપી રસથી રંગાયેલો, (૮) સમતાનો રસ તેમાં હંસની માફ્ક ઝીલવું એટલે તરવું અથવા તેમાં નિમગ્ન રહેવું અને (૯) શુભ પરિણામના નિમિત્તથી અશુભ સઘળાં કર્મોને છોલે. આવા જીવો પંચ પરમેષ્ઠિ પદોને ગણવાનો-સાધના કરવાનો અધિકારી કહ્યો છે. પંચ પરમેષ્ઠિની સાધનાનો મૂળ હેતુ ભવ ભ્રમણની ભીતિમાંથી રક્ષણ મેળવવાનો છે. રક્ષણ ત્યારે જ મલે કે જન્મ મરણની શૃંખલાનો (સાંકળનો) સદાને માટે અંત આવી જાય. (૧) શાંત = સમતા ગુણ :- આ ગુણ આત્માનો છે. અનાદિ કાળથી જગતમાં ભટકતાં ભટકતાં જીવોને અનાદિ સ્વભાવ-અનાદિ કર્મના યોગે પેદા થયેલો છે કે જે અનાદિ કર્મનો સંયોગ રાગ-દ્વેષનો પરિણામ એટલે અનુકૂળ પદાર્થોમાં ગાઢ રાગ રૂપ પરિણામ અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષ રૂપ પરિણામ રહેલો છે એ જીવનો અત્યંતર સંસાર કહેવાય છે. આ અત્યંતર સંસારના પરિણામે બાહ્ય સંસાર જન્મ મરણ રૂપ ચાલતો હોય છે. જેમ જેમ જીવો અનુકૂળ પદાર્થોમાં રાગ કરતા જાય છે અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ કરતા જાય છે તેમ તેમ તેઓનો બાહ્ય સંસાર જન્મ મરણ રૂપ વધતો જાય છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જેમ જેમ પુણ્યના ઉદયથી અનુકૂળ પદાર્થો મલે તેમ તેમ જીવને તે પદાર્થો ગમતાં જાય છે કારણ કે એ પદાર્થોમાં સુખ બુધ્ધિ બેઠેલી છે. એ સુખ બુધ્ધિના કારણે અનુકૂળ પદાર્થો જૂએ અને મલે કે તરત જ એના પ્રત્યે ગમો પેદા થાય છે. વારંવાર એ પદાર્થો ગમતાં થાય એટલે એના પ્રત્યે આસક્તિ ભાવ પેદા થાય છે. જે જે પદાર્થો પ્રત્યે આસક્તિ વધતી જાય છે તેમ તેમ તે તે પદાર્થો પ્રત્યે મમત્વ બુધ્ધિ એટલે મારાપણાની બુધ્ધિ પેદા થતી જાય છે અને વધતી જાય છે. જે પદાર્થો પ્રત્યે મારાપણાની બુધ્ધિ વધે છે તે પદાર્થો પ્રત્યે મૂર્છા પેદા થતી જાય છે. આ સ્વભાવને આધીન થઇને જીવો પ્રવૃત્તિ કરે છે એનાથી સદા માટે અશાંત રહે છે એટલે સદા અશાંતિમાં જ જીવતા હોય છે એવી જ રીતે પ્રતિકૂળ પદાર્થો જોવામાં આવે તો એનાથી નારાજી થાય છે એ પદાર્થો પ્રત્યે અણગમો થાય છે એટલે એ પદાર્થો ગમતા નથી પછી વારંવાર જોતાં નારાજી પેદા થાય છે. એના પછી વારંવાર પ્રતિકૂળ પદાર્થો જોતાં-અનુભવતાં ક્રોધ પેદા થતો જાય છે અને છેલ્લે એ પદાર્થો પ્રત્યે દ્વેષ બુધ્ધિ પેદા થતી જાય છે. આ સ્વભાવ અનાદિકાળથી ચાલે છે. આથી અનુકૂળ પદાર્થોથી એ ન મલે તો મેળવવા-મળેલાને ભોગવવા-વઘેલાને સાચવવા-વધારવા અને કાયમ ટકાવવા માટે તથા જાય તો રોવામાં અને છેલ્લે મૂકીને જવું પડે એમાં પણ જીવ નારાજ હોય છે. આ બધામાં સદા માટે અશાંત અને અશાંત જ જીવ રહે છે. એવી જ રીતે પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ થયેલો હોય એનો વિયોગ કરવા જલ્દી વિયોગ કેમ થાય એની વિચારણાઓમાં તથા ફરીથી આવા પદાર્થોનો સંયોગ ન થઇ જાય એની કાળજી રાખવામાં પણ જીવ સદા માટે અશાંત રહે છે. એટલે એનાથી પણ અશાંતિના જ અનુભવ કર્યા કરે છે. આથી સંસારમાં અનુકૂળ પદાર્થોના રાગથી-પ્રતિકૂળ પદાર્થોના દ્વેષથી જીવો અશાંત હોય છે. એ અશાંતિ દૂર કરવા માટે જીવને શાંત બનવું પડે. એ શાંત સ્વભાવ જીવને ત્યારે પેદા થાય કે જે રાગવાળા પદાર્થોના સુખનો અનુભવ છે તેના બદલે રાગવાળા પદાર્થોમાં નિર્લેપતાનો અનુભવ કરે તો એજ પદાર્થોમાં સાચા સુખનો અનુભવ થાય. નિર્લેપતા એટલે પર પદાર્થોમાં રાગના અભાવનો અનુભવ કરવો તે. એ અનુભવ જેટલો વિશેષ થતો જાય અને એમાં સ્થિરતા પેદા થતી જાય તો જ શાંત સ્વભાવ ગુણનો અનુભવ થાય. (૨) ઇન્દ્રિયોનો સંયમ કરનાર :- પાંચ ઇન્દ્રિયોમાં જે જે અનુકૂળ વિષયોના પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડે છે અને એમાં જે સુખનો અનુભવ થાય છે એના બદલે અનુકૂળ વિષયોમાંથી એ એ Page 4 of 50

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50