Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ દુઃખો કરતાં ઘણાં બધાં દુઃખનું તે અનુબંધી છે. આવી જ રીતે જે મન, વચન, કાયાની ચેષ્ટા મુત્યુપાયનું મલન કરે છે તે મલનવાળી પ્રવૃત્તિ વિષમિશ્રિત અન્નની જેમ આપાતથી પુણ્યનું કારણ બની સુખાભાસનું કારણ બને છે અને પરિણામે પાપનો અનુબંધ થવાથી ભયંકર દુઃખનું કારણ બને છે. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર : આ મોક્ષોપાય છે. એની આરાધના ભવની ઉત્કટ ઈચ્છાથી કરવામાં આવે તો તે મુત્યુપાયોની મુક્તિનિમિત્તતાનો વિનાશ થાય છે. તેથી તેવા પ્રકારનું મલન(મલના) વિષયુક્ત અન્ન જેવું છે. આથી જ હિંસાદિ આશ્રવોથી વિરામ પામવા સ્વરૂપ વ્રતોનો દુર્રહ (એટલે કે સારી રીતે સ્વીકાર કરવાના બદલે ભવની ઉત્કટ ઈચ્છાથી સ્વીકાર કરવા સ્વરૂપ વ્રતગ્રહ); યોગનું સ્વરૂપ જેમાં વર્ણવ્યું છે એવાં શાસ્ત્રોમાં શસ્ત્ર, અગ્નિ અને સર્પના દુર્ગહ જેવો વર્ણવ્યો છે. ધારની બાજુથી શસ્ત્ર ગ્રહણ કરાય; ચીપિયાદિ વિના સીધો અગ્નિ ગ્રહણ કરાય અને ડંખ મારે એ રીતે સર્પને ગ્રહણ કરાય તો કેવી દશા થાય તે આપણે કલ્પી શકીએ છીએ. ભવની ઉક્ટ ઈચ્છાથી વ્રત ગ્રહણ કરાય તો કેવી દશા થાય તેની કલ્પના આ શ્લોકથી આપવામાં આવી છે. આવી રીતે ભવની ઉત્કટ ઈચ્છાથી કરાયેલ વ્રતનો સ્વીકાર સુંદર પરિણામવાળો બનતો

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66