________________
પામેલા) દ્રવ્યથી શ્રમણપણાનું અખંડ પાલન કરનારાને તેઓ લાભના(પૂજાદિના) અર્થી હોવાથી જ તેના ઉપાયભૂત ચારિત્રષિા વગેરેમાં દ્વેષ થતો નથી. કારણ કે રાગની સામગ્રીમાં દ્વેષનો સંભવ નથી અને ચારિત્રના ફળ સ્વરૂપ મોક્ષને તેઓ સ્વીકારતા નથી; તેથી જ તેમાં તેમને દ્વેષ થતો નથી. તેઓ સ્વર્ગાદિસુખને છોડીને બીજું કોઈ મોક્ષતત્ત્વ માનતા નથી કે જેથી તેમાં તેમને દ્વેષનો અવકાશ રહે. ઉપરથી સ્વર્ગાદિસુખથી અભિન્ન એવા મોક્ષને માનવાથી તો તેમાં તેમને રાગ જ થાય છે. આ રીતે તો સ્વર્ગાદિસુખોથી અતિરિક્ત મોક્ષને ન માનવાથી મુક્તિ પ્રત્યે અદ્વેષ થતો હોવાથી; તે દ્વેષ અજ્ઞાનમૂલક છે. એવો મુત્યદ્વેષ તો ઘણાને હોય છે. તેથી તે બધાને નવમા રૈવેયકની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે અખંડ બ્રામણ્યક્તિાના પાલનને જ નવમા રૈવેયકની પ્રાપ્તિમાં મુખ્ય કારણ માનવું જોઈએ... તેથી વસ્તુતો... ઈત્યાદિ ગ્રંથ છે. તેનો આશય સ્પષ્ટ છે કે, પૂજાદિના લાભ માટે દ્રવ્યથી શ્રમણપણાનું પરિપાલન કરનારને એનો ખ્યાલ છે કે પોતાને જે ઈષ્ટ છે; તેની પ્રામિ; મોક્ષ પ્રત્યે દ્વેષ કરવાથી તો નહીં જ થાય. તેથી મોક્ષ પ્રત્યેનો દ્વેષ પોતાના ઈષ્ટનો વિઘાત કરનારો છે.... એમ સમજીને તેઓ મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા
Tછે.
40000060000000 9
000000d6d6d%xdoook