Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ અભિપ્રેત હોવાથી અનુષ્ઠાનોનો નામમાત્રથી જ ઉલ્લેખ ક્ય છે. ૧૩-૧૧ વિષાનુષ્ઠાનાદિનું સ્વરૂપ વર્ણવાય છેविषं लब्ध्याद्यपेक्षातः, क्षणात् सच्चित्तमारणात् । તિવ્યમોrfમહાપે, : વ ન્તરે ક્ષયાત્ શરૂ-શરા “લબ્ધિ વગેરેની અપેક્ષાના કારણે તત્કાલે સચ્ચિત્તપરિણામનો નાશ કરનાર અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવાય છે અને દિવ્યભોગની અભિલાષાના કારણે ભવાંતરે અનર્થ પ્રાપ્ત કરાવનાર અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. શ્લોકાઈને જણાવતાં ટીકામાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે-લબ્ધિ, પૂજા, ખ્યાતિ અને યશ વગેરેની સ્પૃહાથી જે અનુષ્ઠાન થાય છે, તે વિષાનુષ્ઠાન કહેવાય છે. એ અનુષ્ઠાન તત્કાળ શુભઅંતઃકરણના પરિણામનો નાશ કરે છે. કારણ કે જે લબ્ધિ, કીર્તિ વગેરેના આશયથી એ અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનથી તે લબ્ધિ વગેરેની પ્રાપ્તિ થયા પછી તેના ભોગથી જ શુભ પરિણામનો નાશ થઈ જાય છે. દુનિયાનું વિષ પણ સ્થાવર હોય કે જમ હોય, પરંતુ તેના ભોગથી

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66