Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023218/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાયીમશોવિજયજી મહારજાવિરચિત મુકત્વને પ્રાધાન્ય વીશી એકપરિશીલન ૧૩ ઃ સંકલનઃ પૂ.૨ પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. 8 MSIRIS 8 શ્રીઅનેકાન્ત પ્રકાશન જૈન રીલિજીયસ ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મુત્યુદ્વેષપ્રાધાન્ય બત્રીશી-એક પરિશીલન ૧૩ : પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામ બારમા પટ્ટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી.વિ. મુતિચન્દ્ર સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુપ્ત સૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ. : પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ : આર્થિક સહકાર : બારમા તીર્થપતિ શ્રી વાસુપૂજ્યસ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાનના ગૃહમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે રૂપાબેન હજારીમલજી વર્ધીચંદજી બાલદીયા પરિવાર પ્રકાશભાઈ - ઈન્દિરાબેન ગાલા મેન્શન, ડી વિંગ, ૨જે માળે, ભાઈબાલમુકુંદ માર્ગ, ચીંચપોકલી, મુંબઈ - ૧૨ ફોન : ૩૭૫૪૪૬૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ મફત્યષપ્રાધાન્ય બત્રીશી-એક પરિશીલન - ૧૩ આવૃત્તિ – પ્રથમ : પ્રકાશન : વિ. સં. ૨૦૫૮ નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલીજીયસ ટ્રસ્ટ : પ્રાપ્તિસ્થાન : શા. સૂર્યકાન્ત ચતુરલાલ રજનીકાંત એફ. વોરા મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. મુકુંદભાઈ આર. શાહ વિજયકર કાંતિલાલ ઝવેરી પ, નવરત્ન લેટ્સ પ્રેમવર્ધક ફલેટ્સ નવા વિકાસગૃહ માર્ગ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી પાલડી- અમદાવાદ-૭ અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ ‘કોમલ છાપરીયાશેરી : મહીધરપુરા સુરત – ૩૯૫૦૦૩ : આર્થિક સહકાર : બારમા તીર્થપતિ શ્રી વાસુપૂજયસ્વામી, શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાનના ગૃહમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે રૂપાબેન હજારમલજી વર્ધચંદજી બાલદીયા પરિવાર પ્રકાશભાઈ - ઈદિરાબેન ગાલા મેન્શન, ડી વિંગ, ૨જે માળે, ભાઈબાલમુકુંદ માર્ગ, ચીંચપોકલી, મુંબઈ - ૧૨ ફોન : ૩૭૫૪૪૬૭. : મુદ્રણ વ્યવસ્થા : કુમાર ૧૩૮-બી, ચંદાવાડી, બીજે માળે, સી. પી. ટેક રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૩૮૮ ૬૩૨૦/૩૮૮ ૧૦૨૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે... યોગપૂર્વસેવા'બત્રીશીમાં ગુરુદેવાદિપૂજા, સદાચાર, તપ અને મુત્યષનું વર્ણન કર્યું. આ બત્રીશીમાં મુક્તિ પ્રત્યેના અષનું પ્રાધાન્ય વર્ણવાય છે. કારણ કે મુત્યદ્વેષને લઈને જ ગુરુદેવાદિપૂજા, સદાચાર અને તપ વગેરે અનુષ્ઠાનો યોગનાં અંગ બને છે. મુક્યàષના અભાવમાં ગુરુદેવાદિપૂજા... વગેરે યોગનાં અંગ થતાં નથી. | મુક્તિ પ્રત્યે દ્વેષ ન કરવા સ્વરૂપ અવસ્થાને મુત્યષ કહેવાય છે. મુત્યષ” આ શબ્દ કાને પડે ત્યારે તો એમ જ થાય કે આપણને મુક્તિ પ્રત્યે અદ્વેષ છે જ. પરંતુ એ વિષયમાં થોડી વિચારણા કરીએ તો સમજાય કે સાવ એવું તો નથી. ઊડે ઊડે થોડો દ્વેષ લાગે છે. દઢ અજ્ઞાનના આવેશથી મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. અનંતજ્ઞાનીઓનાં પરમતારક વચનોથી પણ જે અજ્ઞાન દૂર થતું નથી, તે દઢ અજ્ઞાન છે. એવું અજ્ઞાન જ્યારે કાર્યરત બને છે, ત્યારે તેનો આવેશ હોય છે અને એ આવેશથી મોક્ષ પ્રત્યે દ્વેષ જાગે છે. આ સંસારને અનંતદુઃખમય વર્ણવીને મોક્ષની અનંતસુખમયતાને વર્ણવવામાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ કોઈ જ કચાશ રાખી નથી. પરંતુ સંસારમાં પ્રાપ્ત થતા સુખની ભયંકર આસક્તિના કારણે મોક્ષ ઈષ્ટ લાગતો નથી. જે અનિષ્ટ લાગે તેની પ્રત્યે દ્વેષ હોય-એ સ્વાભાવિક છે. આપણને મોક્ષ ઈષ્ટ છે કે સંસાર ઈષ્ટ છે ? આ પ્રશ્નનો ઉત્તર માયા વિના આપવાનું ખૂબ જ અઘરું પડે એવું છે. ગમે તે રીતે સંસારની આસક્તિ ઓછી કરીને મોક્ષની પ્રત્યે રાગ ન કેળવાય ત્યાં સુધી મોક્ષ પ્રત્યેનો દ્વેષ ટાળવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આ બત્રીશીમાં મુકિત પ્રત્યેના અદ્વેષનું પ્રાધાન્ય મુખ્યપણે વર્ણવ્યું છે. યોગની પૂર્વસેવા યોગની પ્રાપ્તિનું ત્યારે Page #5 -------------------------------------------------------------------------- ________________ જ કારણ બની શકે છે કે જ્યારે તે મુત્યદ્વેષથી સહિત હોય છે. અભવ્યોના આત્માઓ તેમ જ અચરમાવર્તવર્તી ભવ્યાત્માઓ શુદ્ધ શ્રમણપણાની ક્રિયાઓ દ્વારા નવમા રૈવેયકનાં સુખો પામે છે, તેમાં પણ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ જ મુખ્ય છે. માત્ર શુદ્ધ દ્રવ્યથામણ્યક્રિયાઓ તેમાં કારણ નથી. દુષ્ટ રીતે ગ્રહણ કરેલા અગ્નિ, શસ્ત્ર અને સર્પ જેમ મારક બને છે, તેમ સંસારના સુખની ઈચ્છાથી કરેલી તે તે દ્રવ્યશ્રામણ્ય-ક્રિયા પણ તે અભવ્યાદિના આત્માઓ માટે દુષ્ટ બને છે. એવી ક્ષિાઓને કોઈએ પણ કરવાયોગ્ય ગણી નથી. જેમાં મુત્યષનું પ્રાધાન્ય છે; એવી ક્રિયાને સંસારસુખ માટે ગ્રંથકારશ્રીએ કરવાનું જણાવ્યું નથી. પરંતુ તેને ઉપર જણાવ્યા મુજબ અગ્નિ, શસ્ત્ર અને સર્પ વગેરેની જેમ મહાભયંકર વર્ણવી છે. માત્ર આવી ક્રિયાઓથી પ્રાપ્ત થનારા લાભ, ખ્યાતિ કે દેવલોકનાં સુખાદિ પ્રત્યે નજર રાખી એ માટે ધર્મ કરવાનું ઉચિત નથી. તેમ જ એ માટે ધર્મનો ઉપદેશ કરવાનું પણ ઉચિત નથી. આ બત્રીશીના વાંચનાદિથી સ્પષ્ટપણે સમજાશે કે મુક્તિ પ્રત્યેનો અષસામાન્ય મુખ્ય તરીકે ઈષ્ટ નથી. તહેતુ અનુષ્ઠાન(સદનુષ્ઠાન)ના રાગનો પ્રયોજક જે મુત્યુષ છે, તે વિશેષ જ મુત્યદ્વેષ પ્રધાન છે. કારણ કે અભવ્યાદિના આત્માઓને પણ મુત્સદ્દેષ હોવા છતાં તેમને યોગની પૂર્વસેવા પણ પ્રાપ્ત થતી નથી. અનંતી વાર મુત્સદ્વેષાદિથી રૈવેયકનાં સુખોને પ્રાપ્ત કરનારા, એક વાર પણ યોગની પૂર્વસેવા પામી શકતા નથી. આથી સમજી શકાશે કે એવા મુત્યદ્વેષનું કોઈ જ મહત્ત્વ નથી. તેમના દ્રવ્યથામણ્યની ક્રિયાનું તો કોઈ જ મહત્ત્વ નથી પરંતુ તેમના મુત્યષનું પણ કોઈ જ મહત્ત્વ નથી. માત્ર સંસારનાં સુખોની પ્રાપ્તિ કરાવે Page #6 -------------------------------------------------------------------------- ________________ અને યોગની પૂર્વસેવાને પણ પ્રાપ્ત ન કરાવે તેનું મહત્ત્વ ન જ હોય એ યાદ રાખવું જોઈએ. વર્તમાનમાં સંસારના સુખ માટે ધર્મ કરવાનો ઉપદેશનું પ્રવચનો અને પુસ્તકો દ્વારા શિકાર અપાય છે. તે કેટલું ઉચિત છે એનો પૂરતો ખ્યાલ આ બત્રીશીના અધ્યયનથી આવે છે. સદનુષ્ઠાનના રાગનું જે કારણ બને છે તે મુત્યષનું પ્રાધાન્ય વર્ણવીને પાંચ અનુષ્ઠાનોનું સ્પષ્ટ વર્ણન અહીં કરાયું છે. ચરમાવર્ત અને અચરમાવર્ત કાળમાં રહેલા તે તે કર્તાઓની ભિન્નતાએ એક જ અનુષ્ઠાનના આશયભેદે પાંચ પાંચ પ્રકાર પડે છે. તેમાંનાં વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન : આ ત્રણેય અનુષ્ઠાનો અસદનુષ્ઠાન છે. માત્ર તહેતુ અનુષ્ઠાન તથા અમૃતાનુષ્ઠાન આ બે જ અનુષ્ઠાન સદનુષ્ઠાન છે. અચરમાવર્તકાળમાં નિયમે કરી અસદનુષ્ઠાન જ હોય છે. છેલ્લાં બે સદનુષ્ઠાન ચરમાવર્તકાળમાં જ હોય છે : આ પ્રમાણે પાંચેય અનુષ્ઠાનો ચરમાવર્તકાળમાં હોઈ શકે છે. “ચરમાવર્તકાળમાં છેલ્લાં બે જ અનુષ્ઠાનો હોય છે - આ પ્રમાણેની પ્રરૂપણા શાસ્ત્રાનુસારિણી નથી. ચરમાવર્તકાળમાં પણ ધર્મની પ્રારંભકાળની અવસ્થામાં મુત્યષમાત્રથી સદનુષ્ઠાનનો રાગ ઉત્પન્ન થતો નથી. પરંતુ સંસારના સુખની ઈચ્છા બાધિત થાય તો તેથી મુત્યદ્વેષને લઈને સદનુષ્ઠાનની પ્રત્યે રાગ જન્મે છે. એ સુખની ઈચ્છા પૂ. ગુરુદેવશ્રીની પ્રજ્ઞાપનાથી બાધિત થતી હોય છે. જો કોઈ પણ સંયોગમાં આ ફલેચ્છા(ઈહલૌકિકાદિલેચ્છા) બાધિત ન બને તો મુત્યષથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ નહીં થાય. આ રીતે મુત્યદ્વેષની પ્રધાનતા સદનુષ્ઠાનના રાગના હેતુસ્વરૂપે છે, એ સ્પષ્ટ છે. તેથી કોઈ આત્માએ સંસારસુખ માટે ધર્મ કર્યા પછી પૂ. ગુરુદેવાદિના ઉપદેશથી એ ઈચ્છા બાધિત Page #7 -------------------------------------------------------------------------- ________________ થવાથી તે આત્માને સદનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. તેમ જ કોઈ કોઈને સદનુષ્ઠાનના રાગના અભાવે મુત્યષ હોવા છતાં તે તે ક્રિયાઓથી ભવભ્રમણ અટકતું નથી.... ઈત્યાદિ વસ્તુઓનું વર્ણન કરીને છેલ્લા આઠ લોકોથી મુત્યષનો મહિમા વર્ણવ્યો છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી બધી ક્લિાઓને ફલપ્રદાયિની બનાવવાનું કાર્ય મુત્યષ કરે છે. કારણ કે એના અભાવમાં કોઈ પણ ક્રિયા પોતાના ફળને પ્રાપ્ત કરાવી શકતી નથી. અત્યાર સુધી અતત્ત્વનો જે આગ્રહ હતો તેની નિવૃત્તિ થવાથી મનની વિશુદ્ધિ દ્વારા મુત્યદ્વેષથી શુભ ભાવની ધારા પ્રગટે છે. મુક્તિની પ્રાપ્તિ નજીકમાં જ હોવાથી મુમુક્ષુ જનોને કોઈ જ ભય નથી. આથી મુત્યષને લઈને મન આનંદથી પરિપૂર્ણ બને છે, ક્રિયામાં સહેજ પણ પીડાને અનુભવ્યા વિના ખૂબ જ રકત બને છે અને સતત કર્તવ્યશેષની સ્મૃતિથી ચિત્ત સમન્વિત બને છે-આ બધાં લક્ષણો મુત્યદ્વેષનાં છે. એનો વિચાર કરવાથી આપણને મુક્તિ પ્રત્યે અદ્વેષ છે કે નહિ તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે... અંતે કોઈ પણ રીતે મુત્યષને પ્રાપ્ત કરી યોગની યોગ્યતાને પ્રાપ્ત કરવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા.. આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ નૂતન ઉપાશ્રય-છાપરીયા શેરી સુરત : શ્રા.સુ. ૧૧ વિ.સં. ૨૦૫૮ Page #8 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते मुक्त्यद्वेष- प्रधान्यद्वात्रिंशिका ॥ આ પૂર્વેની પૂર્વસેવાબત્રીશીમાં ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુખ્ત્યદ્વેષ : પૂર્વસેવાના એ ચાર પ્રકારમાંથી પ્રધાન(મુખ્ય)રૂપે મુત્સદ્વેષનું નિરૂપણ કરાય છે उक्तभेदेषु योगीन्द्रैर्मुक्त्यद्वेषः प्रशस्यते । मुक्त्युपायेषु नो चेष्टा, मलनायैव यत्ततः ॥ १३-१॥ ‘“ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુખ્ત્યદ્વેષ : આ ચાર ભેદોમાં(પ્રકારોમાં) યોગીન્દ્ર પુરુષોએ મુખ્ત્યદ્વેષ પ્રશંસ્યો છે. કારણ કે મુત્યુપાયને વિશે તેથી ચેષ્ટા વિનાશનું નિમિત્ત બનતી નથી.'’-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે યોગની પૂર્વસેવા બત્રીશીમાં ગુરુદેવાદિપૂજનાદિ ચાર પ્રકારની પૂર્વસેવાનું વર્ણન કર્યું છે. એ ચાર પ્રકારમાં મુખ્યદ્વેષ મુખ્ય છે. આ બત્રીશીમાં તે સ્વરૂપે તેનું વર્ણન કર્યું છે. યોગીઓમાં ઈન્દ્ર સમાન શ્રી તીર્થંકરપરમાત્માએ મુખ્ત્યદ્વેષને પૂર્વસેવામાં શ્રેષ્ઠ તરીકે વર્ણવ્યો છે. કારણ કે મુક્તિના ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને વિશે મન, વચન, કાયાની ચેષ્ટા-પ્રવૃત્તિ મલન માટે એટલે ૧ bidoidord dordordbroo Page #9 -------------------------------------------------------------------------- ________________ કે વિનાશનું નિમિત્ત બનતી નથી. ભવની ઉત્કટ ઈચ્છા મુત્યુપાયને વિશે વિનાશનું નિમિત્ત બને છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ હોવાથી ભવની ઉત્કટ ઈચ્છા થતી નથી. તેથી મુક્તિના ઉપાયોના વિનાશના નિમિત્તાભાવનો પ્રયોજક મુક્તિ પ્રત્યેનો અદ્વેષ છે-એ સ્પષ્ટ છે. II૧૩-૧|| ‘મલનાભાવનું પ્રયોજકત્વ મુખ્ત્યદ્વેષમાં છે'; ત્યાં મલનનું સ્વરૂપ જણાવાય છે विषान्नतृप्तिसदृशं तद् यतो व्रतदुर्ग्रहः । उक्तः शास्त्रेषु शस्त्राग्निव्यालदुर्ग्रहसन्निभः ॥१३ - २॥ ‘‘તે મુત્યુપાયનું મલન વિષથી યુક્ત અન્ન ખાવાથી થનારી તૃપ્તિ જેવું છે, જેથી વ્રતોનો દુર્ગંહ; શસ્ત્ર, અગ્નિ અને સર્પના દુગ્રહ જેવો શાસ્ત્રોમાં વર્ણવ્યો છે.’-આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે-તે મુક્તિના ઉપાયના વિનાશનું નિમિત્ત; વિષથી યુક્ત એવા અન્નના ભક્ષણથી થનારી તૃપ્તિ જેવું છે. વિષયુક્ત અન્નના ભક્ષણથી પેટ તો ભરાય અને થોડો સ્વાદ પણ આવે; પરંતુ પરિણામે મરણનો પ્રસş આવે. વિષમિશ્રિત અન્ન આપાતથી સુખાભાસનું કારણ હોવા છતાં ક્ષુધાદિ otton ૨ J U x T T Ty #dbdbdbdbdbdbdbook Page #10 -------------------------------------------------------------------------- ________________ દુઃખો કરતાં ઘણાં બધાં દુઃખનું તે અનુબંધી છે. આવી જ રીતે જે મન, વચન, કાયાની ચેષ્ટા મુત્યુપાયનું મલન કરે છે તે મલનવાળી પ્રવૃત્તિ વિષમિશ્રિત અન્નની જેમ આપાતથી પુણ્યનું કારણ બની સુખાભાસનું કારણ બને છે અને પરિણામે પાપનો અનુબંધ થવાથી ભયંકર દુઃખનું કારણ બને છે. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર : આ મોક્ષોપાય છે. એની આરાધના ભવની ઉત્કટ ઈચ્છાથી કરવામાં આવે તો તે મુત્યુપાયોની મુક્તિનિમિત્તતાનો વિનાશ થાય છે. તેથી તેવા પ્રકારનું મલન(મલના) વિષયુક્ત અન્ન જેવું છે. આથી જ હિંસાદિ આશ્રવોથી વિરામ પામવા સ્વરૂપ વ્રતોનો દુર્રહ (એટલે કે સારી રીતે સ્વીકાર કરવાના બદલે ભવની ઉત્કટ ઈચ્છાથી સ્વીકાર કરવા સ્વરૂપ વ્રતગ્રહ); યોગનું સ્વરૂપ જેમાં વર્ણવ્યું છે એવાં શાસ્ત્રોમાં શસ્ત્ર, અગ્નિ અને સર્પના દુર્ગહ જેવો વર્ણવ્યો છે. ધારની બાજુથી શસ્ત્ર ગ્રહણ કરાય; ચીપિયાદિ વિના સીધો અગ્નિ ગ્રહણ કરાય અને ડંખ મારે એ રીતે સર્પને ગ્રહણ કરાય તો કેવી દશા થાય તે આપણે કલ્પી શકીએ છીએ. ભવની ઉક્ટ ઈચ્છાથી વ્રત ગ્રહણ કરાય તો કેવી દશા થાય તેની કલ્પના આ શ્લોકથી આપવામાં આવી છે. આવી રીતે ભવની ઉત્કટ ઈચ્છાથી કરાયેલ વ્રતનો સ્વીકાર સુંદર પરિણામવાળો બનતો Page #11 -------------------------------------------------------------------------- ________________ નથી. પરંતુ ખરાબ પરિણામનું જ કારણ બને છે. દુષ્ટ રીતે ગ્રહણ કરેલા શસ્ત્રાદિ જેમ મારક બને છે તેમ દુષ્ટ રીતે (ભવની ઉત્કટ ઈચ્છા સ્વરૂપ દુષ્ટ આશયથી) ગ્રહણ કરાયેલ વ્રતનું પરિણામ પણ સારું આવતું નથી. ૧૩-રા “ભવની ઉત્કટ ઈચ્છા સ્વરૂપ દુષ્ટ આશયથી પણ ગ્રહણ કરેલા શ્રમણપણાથી(મહાવ્રતોથી) કેટલાક જીવોને દેવલોકની પ્રાપ્તિ થઈ છે, તો દુગૃહીત વ્રતોની અસુંદરતા કઈ રીતે ?' આ શંકાનું સમાધાન કરાય છે ग्रैवेयकाप्तिरप्यस्माद्, विपाकविरसाऽहिता । मुक्त्यद्वेषश्च तत्राऽपि, कारणं न क्रियैव हि ॥१३-३॥ આ મહાવ્રતોના દુર્ગથી કેટલાક જીવોને નવમા રૈવેયકની જે પ્રાપ્તિ થાય છે તે પરિણામે વિરસ છે અને અહિતને કરનારી છે. આ દેવલોકની પ્રાપ્તિમાં પણ મુત્યષ કારણ છે. માત્ર દ્રવ્યસાધુપણાની નિરવદ્ય ક્યિા કારણ નથી.'-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-કેટલીક વાર ચક્રવર્તી વગેરે દ્વારા શુદ્ધચારિત્રવંત સાધુમહાત્માને પૂજાતા જોઈને; “તેવી પૂજા મને પણ પ્રાપ્ત થાય'-આવી સ્પૃહા થવાથી તેમ જ તેવા પ્રકારના booboooooooooooo bઈન્ડodoxwoodocx Page #12 -------------------------------------------------------------------------- ________________ બીજા કોઈ પણ પ્રયોજનના કારણે સમ્યગ્દર્શન જેમનું નષ્ટ થયું છે એવા કેટલાક આત્માઓને નવમા સૈવેયકની પ્રાપ્તિ પણ થાય છે. પરંતુ તે ઘણા બધા દુઃખના અનુબંધનું બીજ હોવાથી પરિણામમાં વિરસ હોય છે અને અનિષ્ટ બને છે. વાસ્તવિક રીતે ચોરીથી ઉપાર્જન કરેલી ઘણી બધી વિભૂતિની જેમ નવમા સૈવેયકની પ્રાપ્તિ હિતકારિણી નથી. કેટલાક જીવોને આ રીતે નવમા રૈવેયકની જે પ્રાપ્તિ થાય છે, તેમાં પણ મુત્યષ કારણ છે, માત્ર અખંડ (નિરતિચાર) દ્રવ્યથામણ્યના પરિપાલન સ્વરૂપ ક્રિયા જ કારણ નથી. આ વાતને ફરમાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે “આ રીતે પૂજા વગેરેની સ્પૃહાથી પણ દ્રવ્યસાધુપણાના પરિપાલનમાં વાસ્તવિક રીતે મુક્તિ પ્રત્યે દ્વેષનો અભાવ હિતનું કારણ બને છે, દ્રવ્યક્રિયા માત્ર નહીં. કારણ કે એ મુત્યષને લઈને દ્રવ્યશ્રમણપણાને ધારણ કરનારા પણ નવમા રૈવેયકાદિની પ્રાપ્તિ સ્વરૂપ કલ્યાણના ભાજન બને છે.” આથી સમજી શકાશે કે મુક્તિ પ્રત્યેના અષના કારણે એવા આત્માઓને નવમા રૈવેયકની પ્રાપ્તિ થાય છે. તે ઉપર જણાવ્યા મુજબ વિપાકમાં(ફલત:) વિરસ હોવાથી અનિટ જ છે. તેથી દુગૃહીત મહાવ્રતોની અસુંદરતામાં કોઈ જ વિરોધ નથી. જેનું પરિણામ હિતકર નથી એવી ક્રિયા do+do+do+ododdodo% %%#dodo+dowC6d6doÚk Page #13 -------------------------------------------------------------------------- ________________ સુંદર નથી : એ સ્પષ્ટ છે. સંસારમાં ગમે તેટલું ઊંચામાં ઊંચું ફળ મળે પરંતુ તેનું પરિણામ સારું આવવાનું ન હોય અને તેથી ભયંકર દુઃખ જ ભવિષ્યમાં મળવાનું હોય તો તે ફળને આપવાવાળી ક્લિા સારી મનાય નહીં. તેને અસુંદર છે. માનવી પડે.. ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૧૩-૩મા ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યથી શ્રમણપણાનું પરિપાલન કરનારાને દેવલોકાદિની સ્પૃહા હોય તો તે વખતે તેમને મોક્ષ પ્રત્યે દ્વેષ હોવો જોઈએ; તેના બદલે તેમને મુક્તિ પ્રત્યે અદ્દેષ કઈ રીતે સંભવે ? આ શંકાનું સમાધાન કરાય છે लाभाद्यर्थितयोपाये, फले चाऽप्रतिपत्तितः । व्यापन्नदर्शनानां हि, न द्वेषो द्रव्यलिङ्गिनाम् ॥१३-४॥ જેમનું સમ્યગ્દર્શન નાશ પામ્યું છે; એવા દ્રવ્યથી શ્રમણપણાના લિફને ધરનારાઓને; તેઓ લાભાદિના અર્થી હોવાથી તેના ઉપાયમાં અને ફળને માનતા ન હોવાથી ફળ-મોક્ષમાં દ્વેષનો સંભવ હોતો નથી.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે વ્યાપન્નદર્શનવાળા(મિથ્યાત્વને Page #14 -------------------------------------------------------------------------- ________________ પામેલા) દ્રવ્યથી શ્રમણપણાનું અખંડ પાલન કરનારાને તેઓ લાભના(પૂજાદિના) અર્થી હોવાથી જ તેના ઉપાયભૂત ચારિત્રષિા વગેરેમાં દ્વેષ થતો નથી. કારણ કે રાગની સામગ્રીમાં દ્વેષનો સંભવ નથી અને ચારિત્રના ફળ સ્વરૂપ મોક્ષને તેઓ સ્વીકારતા નથી; તેથી જ તેમાં તેમને દ્વેષ થતો નથી. તેઓ સ્વર્ગાદિસુખને છોડીને બીજું કોઈ મોક્ષતત્ત્વ માનતા નથી કે જેથી તેમાં તેમને દ્વેષનો અવકાશ રહે. ઉપરથી સ્વર્ગાદિસુખથી અભિન્ન એવા મોક્ષને માનવાથી તો તેમાં તેમને રાગ જ થાય છે. આ રીતે તો સ્વર્ગાદિસુખોથી અતિરિક્ત મોક્ષને ન માનવાથી મુક્તિ પ્રત્યે અદ્વેષ થતો હોવાથી; તે દ્વેષ અજ્ઞાનમૂલક છે. એવો મુત્યદ્વેષ તો ઘણાને હોય છે. તેથી તે બધાને નવમા રૈવેયકની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે અખંડ બ્રામણ્યક્તિાના પાલનને જ નવમા રૈવેયકની પ્રાપ્તિમાં મુખ્ય કારણ માનવું જોઈએ... તેથી વસ્તુતો... ઈત્યાદિ ગ્રંથ છે. તેનો આશય સ્પષ્ટ છે કે, પૂજાદિના લાભ માટે દ્રવ્યથી શ્રમણપણાનું પરિપાલન કરનારને એનો ખ્યાલ છે કે પોતાને જે ઈષ્ટ છે; તેની પ્રામિ; મોક્ષ પ્રત્યે દ્વેષ કરવાથી તો નહીં જ થાય. તેથી મોક્ષ પ્રત્યેનો દ્વેષ પોતાના ઈષ્ટનો વિઘાત કરનારો છે.... એમ સમજીને તેઓ મોક્ષ પ્રત્યે દ્વેષ કરતા Tછે. 40000060000000 9 000000d6d6d%xdoook Page #15 -------------------------------------------------------------------------- ________________ નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ll૧૩-જા હું કરું ? “મુત્યષ’ની પ્રશંસાનું કારણ જણાવાય છેमुक्तौ च मुक्त्युपाये च, मुक्त्यर्थं प्रस्थिते पुनः । यस्य द्वेषो न तस्यैव, न्याय्यं गुर्वादिपूजनम् ॥१३-५॥ કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યે દ્વેષ : આ ચાર સ્વરૂપ યોગની પૂર્વસેવા; આ પૂર્વે વર્ણવી છે. આ ચારમાં પણ મુક્તિ પ્રત્યેના અદ્વેષની પ્રશંસા યોગીન્દ્ર પુરુષો કરે છે. તેનું કારણ આ શ્લોથી જણાવાય છે. “મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારાને વિશે; મુક્તિને વિશે અને મુક્તિના ઉપાયભૂત સમ્યગ્દર્શનાદિને વિશે જેઓને દ્વેષ થતો નથી, તેમનું જ ગુરુદેવાદિપૂજન વગેરે યોગ્ય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે ગુરુદેવાદિપૂજા, સદાચાર અને તપ સ્વરૂપ યોગની પૂર્વસેવાથી મોક્ષની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન શરૂ થાય છે. એ પ્રયત્ન મુક્તિ પ્રત્યેના અષથી જ યોગ્ય બને છે. અન્યથા મુક્તિદ્વેષના કારણે યોગની પૂર્વસેવાથી યોગની પ્રાપ્તિ થતી નથી. મોક્ષના pooroorobaobaooaob#clorobaooad Page #16 -------------------------------------------------------------------------- ________________ કારણભૂત આત્મવ્યાપારને યોગ કહેવાય છે. યોગની પૂર્વસેવાથી તે યોગની પ્રાપ્તિ થાય છે, જે મોક્ષનું એકમાત્ર કારણ છે. પરંતુ મોક્ષ કે મોક્ષના ઉપાયભૂત યોગ પ્રત્યે જ દ્વેષ હોય તો ગુરુદેવાદિપૂજન, સદાચાર અને તપ સ્વરૂપ યોગની પૂર્વસેવા ફળને આપનારી ન જ બને એ સ્પષ્ટ છે. સાધ્ય પ્રત્યેનો દ્વેષ સાધનની પ્રાપ્તિ કઈ રીતે કરાવે ? અહીં એ સમજી લેવું જોઈએ કે મોક્ષની પ્રાપ્તિ માટેના પુરુષાર્થનો પ્રારંભ કરનારા આત્માઓને; મુક્તિ કે મુક્તિના ઉપાયોને વિશે દ્વેષ આવવાનું કોઈ જ કારણ નથી. પરંતુ ગમે ત્યાંથી પણ તે દ્વેષ આવ્યા વિના રહેતો નથી. મોક્ષનું સ્વરૂપ, એનાં અત્યંત સમર્થ સાધનો અને તેનો સાધનામાર્ગ : આ બધાનો થોડો વિચાર કરીએ તો સમજાશે કે મોક્ષ કે તેના સાધનાદિનો દ્વેષ કરવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. ફળ, તેના ઉપાયો અને તેને પામવા માટે પુરુષાર્થ કરનારા મહાત્માઓ : આ બધાનું તદ્દન નિરવદ્ય અને નિરુપદ્રવ સ્વરૂપ ખરેખર તો રાગને જન્માવે તેવું છે. તેના બદલે તેની પ્રત્યે દ્વેષ થાય : એ ખૂબ જ વિચિત્ર છે. આવું થવામાં અનાદિકાળના આપણા કુસંસ્કારો મુખ્યતયા કારણ બને છે. અજ્ઞાનના કારણે એ કુસંસ્કારો ખૂબ જ દઢ બને છે. ધર્મશ્રવણાદિ દ્વારા અજ્ઞાનની માત્રા ઓછી moo+do+do+do+do+do+do+do+do+S o Goo+do+do+do+do+D#oorook Page #17 -------------------------------------------------------------------------- ________________ થાય એટલે ઉપર જણાવ્યા મુજબ મોક્ષ, તેના ઉપાયો અને તેને પામવા માટે પ્રયત્નશીલ આત્માઓ પ્રત્યે દ્વેષ આવતો નથી. મોક્ષની સાધના કરતી વખતે આવી પડતું દુઃખ; ખરેખર તો ભૂતકાળના કર્મનો વિપાક હોય છે. એનો વિચાર ક્ય વિના; “મોક્ષની સાધના કરવાના કારણે તે દુઃખ આવ્યું છે : એમ માની લઈને દુઃખના કારણ સ્વરૂપે મોક્ષાદિની પ્રત્યે આપણે દ્વેષ કરીએ છીએ, તે ભયંકર કોટિનું અજ્ઞાન છે. વસ્તુતત્ત્વનો પરામર્શ(જ્ઞાન) આપણને તેની પ્રત્યેના રાગ-દ્વેષથી દૂર રાખે છે. સાચા-ખોટાનો વિવેક સુખદુ:ખના વિકલ્પને દૂર કરી આત્માને વિકલ્પરહિત બનાવે છે. માની લીધેલા સુખની આસક્તિ પણ મુક્તિ વગેરેમાં દ્વેષનું કારણ બને છે. મોક્ષના સ્વરૂપની પ્રતીતિથી એ કલ્પિત સુખની આસક્તિ નાશ પામે છે અને તેથી મોક્ષ વગેરે પ્રત્યે દ્વેષ થતો નથી. ગમે તે રીતે સુખની આસક્તિથી મુક્ત બન્યા વિના ચાલે એવું જ નથી. સંસાર ઉપર થોડો વેષ જાગે તો મોક્ષ પ્રત્યે અદ્વેષ થઈ શકે. સંસારનો રાગ જ મોક્ષ પ્રત્યે દ્વેષ કરાવે છે એ યાદ રાખ્યા વિના મુત્સદ્વેષને પ્રાપ્ત કરવાનું શક્ય નથી. ૧૩-પા moondorobaooooooooooooo brdordordordordordordbordoidoi Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવાદિપૂજન અને સદાચાર વગેરે સ્વરૂપ યોગની પૂર્વસવા મુત્યદ્વેષ વિના ન્યાય નથી, એનું કારણ જણાવાય છેगुरुदोषवतः स्वल्पा, सत्क्रियापि गुणाय न । भौतहन्तुर्यथा तस्य, पदस्पर्शनिषेधनम् ॥१३-६॥ “મોટાદોષવાળાની થોડી સક્રિયા પણ ગુણ માટે થતી નથી. ભૌતસાધુને હણનાર ભિલ્લ પુરુષે જેમ તે ભૌત સાધુને પગથી સ્પર્શ ન કર્યો...” આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અધિક દોષ(ગુરુમજબૂત દોષ)વાળાની થોડી સચ્ચેષ્ટા પણ ગુણને માટે થતી નથી. શરીરે ભસ્મ(રાખ) લગાડવાનું જેને વ્રત છે; એવા ભૌતસાધુને હણી નાખનારે જેમ ભૌતસાધુને પગથી સ્પર્શ કરવાનો નિષેધ કર્યો. સાધુને પગ લગાડવાની અપેક્ષાએ સાધુને મારી નાખવા સ્વરૂપ દોષ અધિક છે. એવા અધિકદોષવાળાએ; સાધુને પગ નહીં લગાડવા સ્વરૂપ જે થોડી સચ્ચેષ્ટા કરી, તે ગુણ માટે થતી નથી. પ્રસડુ એવો બનેલો કોઈ એક ભિન્ન હતો. કોઈ અવસરે એને સાંભળવા મળેલું કે તપોધનોને(તપસ્વી મહાત્માઓને) પગ લગાડવાથી મોટા અનર્થની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરેલા તે ભિલ્લને કોઈ M૧૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ સમયે મોરનાં પીંછાનું કામ પડ્યું. ખૂબ જ પ્રયત્નપૂર્વક તેણે તે શોધ્યાં, પરંતુ મળ્યાં નહીં. તે વખતે તેણે સાંભળ્યું કે ભૌતસાધુઓ પાસે મોરપીંછાં છે. તેથી તે સાધુઓ પાસે તેણે તે માંગ્યાં, પરંતુ એક પણ પીંછું તેમણે તેને ન આપ્યું. તેથી તે ભિલ્લે સાધુઓનો શસ્ત્રનો ઉપયોગ કરી નિગ્રહ કરવા વડે તેમની પાસેથી તે પીંછાં લઈ લીધાં. પણ તે વખતે તેણે સાધુઓને પગથી સ્પર્શ ન કર્યો. અહીં સાધુઓને પગ ન લગાડવા સ્વરૂપ ગુણ પણ; શસ્ત્રનો ઉપયોગ કરવાના કારણે જેમ ગુણરૂપે રહેતો નથી, પરંતુ દોષ જ ગણાય છે તેમ મુક્તિનો દ્વેષ રાખવાના કારણે ગુરુદેવાદિપૂજા વગેરે ગુણો પણ ગુણસ્વરૂપ રહેતા નથી, પણ દોષસ્વરૂપ જ મનાય છે. ૧૩-દો મુક્તિ પ્રત્યેના દ્વેષના કારણે ગુરુદેવાદિપૂજા વગેરે ગુણો દોષસ્વરૂપ જે કારણે મનાય છે, તે જણાવાય છેमुक्त्यद्वेषान्महापायनिवृत्त्या यादृशो गुणः । गुर्वादिपूजनात् तादृक्, केवलान भवेत् क्वचित् ॥१३-७॥ આશય એ છે કે-મુક્તિ પ્રત્યેના દ્વેષ અને અષના કારણે ગુરુપૂજાદિસ્વરૂપ અનુષ્ઠાનો અનુક્રમે અન્યાચ્ય અને %%%×6×3×4òØods ' ácÒ6%%Øodsdsdocx Page #20 -------------------------------------------------------------------------- ________________ ન્યાચ્ય બને છે એનું જે કારણ છે, તે જણાવાય છે. ગુર્નાદિકની પૂજા વગેરે અનુષ્ઠાનો તો એકસરખાં જ છે તો મુફ્લેષાદિના કારણે એમાં ભેદ શા માટે મનાય છે ? આ શંકાનું સમાધાન કરાય છે “મુત્યદ્વેષના કારણે મહાપાયની નિવૃત્તિ થવાથી; તે વખતે ગુરુદેવાદિની પૂજા વગેરેથી જેવો ગુણ થાય છે, તેવો ગુણ કેવળ ગુરુદેવાદિપૂજન વગેરેથી થતો નથી.”-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે-મુત્યદ્વેષના કારણે સંસાર નામના મહાન અપાયની નિવૃત્તિ થાય છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ ન હોય ત્યારે સંસારસ્વરૂપ અપાયની નિવૃત્તિ કોઈ પણ રીતે શક્ય બનતી નથી. કારણ કે ત્યારે સંસાર અપાયસ્વરૂપ જણાતો નથી. મુત્યદ્વેષથી એ મહાપાયની નિવૃત્તિ થાય છે. તેથી તે વખતે કરાતા ગુરુદેવાદિપૂજનાદિ અનુષ્ઠાનથી જે ગુણ પ્રાપ્ત થાય છે, તે ગુણ મુજ્યષથી રહિત એવી કેવળ તે તે પૂર્વસેવાથી(ગુરુદેવાદિપૂજન વગેરેથી) પ્રાપ્ત થતો નથી. અહીં સંસારથી પાર ઊતરવા સ્વરૂપ મહાપાયનિવૃત્તિ છે. યોગની પૂર્વસેવાને કરનારા આત્માઓને સંસારમાં રહેવું પડે છે : એ એક મોટો અપાય જણાય છે. મુક્તિ પ્રત્યેના દેષનો અભાવ થવાથી સંસારથી પાર ઊતરવાનો આરંભ 5dWo+dc+doÓ600x0%^% 1 ddoodsdsdsdodsdox Page #21 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને તેથી મોક્ષ તરફના ગમનમાં યોગની પૂર્વસેવા સ્વરૂપ ગુરુદેવાદિપૂજા વગેરે, સમ્યજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ કરાવવા દ્વારા અનુકૂળ બને છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હોય ત્યારે યોગની પૂર્વસેવા તેવા પ્રકારના ગુણનું કારણ બનતી નથી, એ સમજી શકાય છે. અહીં શ્લોકમાં “મહેપીના સ્થાને “મહાપાપ” આવો પાઠ હતો. પરંતુ યોગબિંદુ માં મહાપા” આવો પાઠ હોવાથી એ પાઠ રાખ્યો છે. ૧૩-છા = ભિન્ન ભિન્ન કર્તાને આશ્રયીને ગુરુદેવાદિપૂજનાદિ અનુષ્ઠાનોની ભિન્નતાને દષ્ટાંતપૂર્વક જણાવાય છેएकमेव ह्यनुष्ठानं, कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन, भोजनादिगतं यथा ॥१३-८॥ “રોગી અને રોગરહિત માણસને જેમ ભોજનસંબંધી વસ્તુ એક હોવા છતાં ભિન્ન ફળને આપનારી હોવાથી ભિન્ન મનાય છે તેમ એકસરખું પણ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન મનાય છે.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવતાપૂજાદિ એક જ અનુષ્ઠાન; ચરમાવર્સમાં આવેલા કર્તા વડે અને ચરમાવર્તથી d0d6d6ÖoÖoÖoÖoÖÓ ' ÖoÖoÖ+do+dc+dobox Page #22 -------------------------------------------------------------------------- ________________ બહાર રહેલા કર્તા વડે કરાતું હોવાથી કર્તાના ભેદથી ભિન્ન મનાય છે. સરોગ અને નિરોગ માણસને ભોજન વગેરે (પાન-વસ્ત્ર-ગૃહ વગેરે) સંબંધી એક જ વસ્તુ ભિન્ન ભિન્ન ફળને આપનારી બને છે. રોગીને એ વસ્તુ રોગની વૃદ્ધિનું કારણ બને છે અને એ જ વસ્તુ નિરોગીને બળ વધારનારી બને છે. તેથી તે જેમ ભિન્ન મનાય છે, તેમ દેવતાપૂજાદિ અનુષ્ઠાન એક જ હોવા છતાં ચરમાવવર્તીને યોગનું કારણ બને છે અને અચરમાવર્ત્તવર્તીને એ જ અનુષ્ઠાન સંસારવૃદ્ધિનું કારણ બને છે. તેથી તે અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન મનાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે અચરમાવર્ત્તવર્તી ભવ્ય કે અભવ્યને મુક્તિ પ્રત્યે દ્વેષ પણ હોય છે અને સામાન્ય રીતે ગ્રંથિદેશે આવે ત્યારે મુક્તિ પ્રત્યે અદ્વેષ પણ હોય છે. પરંતુ તે મુખ્ત્યદ્વેષ યોગની પ્રાપ્તિમાં કારણ બનતો નથી. ચરમાવર્ત્તવર્તી ભવ્ય જીવોનો મુક્તિ પ્રત્યેનો અદ્વેષ તેમને યોગની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી અહીં ચરમાવર્ત્ત અને અચરમાવર્ત્ત વર્તી જીવોની અપેક્ષાએ અનુષ્ઠાનમાં ભિન્નતા બતાવી છે. ‘“ચરમાવર્ત્તકાળમાં અને અચરમાવર્ત્તકાળમાં થનાર ગુરુદેવાદિપૂજા વગેરે તે તે અનુષ્ઠાનો યદ્યપિ એક જ છે તેની મનો ૧૫ doc Page #23 -------------------------------------------------------------------------- ________________ પરંતુ કાલાદિ સહકારીકારણના સમવધાન અને અસમવધાનના કારણે ફળમાં ભેદ થાય છે. તેથી કર્તૃભેદથી અનુષ્ઠાનને ભિન્ન માનવાની જરૂર નથી...’-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે ઈતર(સહકારી કાલાદિ) સમવહિતસ્વરૂપે કારણમાં રહેલી વ્યાપકતા નિરૂપિત વ્યાપ્યતા ફળમાં માનવાની અપેક્ષાએ કારણતાવચ્છેદકવિશેષને લઈને તે તે કારણના ભેદથી જ કાર્યમાં ભેદ માનવાનું ઉચિત છે. દણ્ડત્યેન દંડ, ઘટની પ્રત્યે કારણ મનાય છે. કપાલાદિસમવહિતત્વેન દંડાદિનિરૂપિતવ્યાપ્યતા(કાર્યતા) ઘટાદિમાં મનાતી નથી. કારણતાવચ્છેદકના ભેદથી કારણતા ભિન્ન હોય છે, જેને લઈને કાર્ય-ફળમાં ભેદ થાય છે. કારણતાવચ્છેદક(દંડત્વાદિ) ધર્મના ભેથી કારણભેદ અનુભવસિદ્ધ છે... ઈત્યાદિ સ્યાદ્વાદકલ્પલતામાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ત્યાંથી સમજી લેવું જોઈએ. ૧૩-૮॥ : એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન છે વાતની દઢતા માટે જણાવાય છે भवाभिष्वङ्गतस्तेनानाभोगाच्च विषादिषु । अनुष्ठानत्रयं मिथ्या, द्वयं सत्यं विपर्ययात् ॥१३-९॥ ૧૬ TTTTT broocoord60000000000 Page #24 -------------------------------------------------------------------------- ________________ “ભવાભિષ્ય અને અનાભોગના કારણે કર્તાના ભેદથી અનુષ્ઠાન ભિન્ન થાય છે. વિષાદિ અનુષ્ઠાનોમાં ત્રણ મિથ્યા છે અને બે, ભવાભિષ્પ તથા અનાભોગના અભાવના કારણે સાચા છે.”આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ચરમાવર્ત અને અચરમાવર્ત કાલીન કર્તાના ભેદથી અનુષ્ઠાનમાં જે ભેદ થાય છે, તે ભવાભિષ્ય અને અનાભોગના પરિણામને લઈને થાય છે. સંસારસુખની અભિલાષાને ભવાભિષ્ય કહેવાય છે. ભવ પ્રત્યેના રાગના કારણે જે આસક્તિ થાય છે તે ભવાભિષ્યના કારણે તેમ જ સમૂર્છાિમ જીવોની પ્રવૃત્તિ જેવી અનુપયોગવાળી પ્રવૃત્તિના પરિણામના કારણે તે તે અનુષ્ઠાનો ભિન્ન ભિન્ન મનાય છે. અનુષ્ઠાનકર્તાના આશયવિશેષે દરેક અનુષ્ઠાનના સામાન્યથી પાંચ પાંચ પ્રકાર થાય છે. એમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો મિથ્યા-નિષ્ફળ છે. ભવાભિષ્ય અને અનાભોગના કારણે તે અનુષ્ઠાનથી મોક્ષ-સ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. છેલ્લા બે અનુષ્ઠાનો સાચા-સફળ છે. કારણ કે તે બે અનુષ્ઠાનો ભવાભિષ્યના અને અનાભોગના અભાવવાળા હોવાથી તે બંન્ને અનુષ્ઠાનથી મોક્ષસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે પાંચ અનુષ્ઠાનોમાં ત્રણ Page #25 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનોને જે નિષ્ફળ-મિથ્યા તરીકે વર્ણવ્યાં છે તે મોક્ષસ્વરૂપ ફળની અપેક્ષાએ વર્ણવ્યાં છે. આ વાત ધર્માનુષ્ઠાન કરનારે ક્યારે પણ ભૂલવી ના જોઈએ. ધર્મનું ફળ મોક્ષ જ હોય : એ સમજી શકાય છે. સંસારનું સુખ મળે કે ન પણ મળે! પરંતુ એથી ધર્માત્માને કશો જ ફરક પડતો નથી. જેને મોક્ષમાં જ જવું છે અને સંસારમાં રહેવું નથી તેને સંસારમાં શું મળ્યું અને શું ના મળ્યું-એની ચિંતા ન હોય તે સમજી શકાય છે. એવી ચિંતા કરવાથી આરાધેલો ધર્મ મોક્ષસાધક બનતો નથી. તેથી વિષાદિ ત્રણ અનુષ્ઠાનોને અહીં મિથ્યા તરીકે વર્ણવ્યાં છે અને છેલ્લાં બે અનુષ્ઠાનોને સાચાં તરીકે વર્ણવ્યાં છે. કારણ કે તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભવનો અભિષ્ય અને અનાભોગ મોક્ષપ્રાપ્તિ માટે પ્રતિબંધક છે. I૧૩-૯ો. ભવાભિષ્ય અને અનાભોગનું સ્વરૂપ વર્ણવાય છેइहामुत्र फलापेक्षा, भवाभिष्वङ्ग उच्यते । क्रियोचितस्य भावस्यानाभोगस्त्वतिलङ्घनम् ॥१३-१०॥ “આ લોક અને પરલોક સંબંધી ફળની અપેક્ષાને ભવાભિષ્ય કહેવાય છે અને ક્રિયાને ઉચિત એવા ભાવના d0d6Üowdo+o+doddodo sdowCodowoo#doddબ Page #26 -------------------------------------------------------------------------- ________________ અતિલઙ્ગનને અનાભોગ કહેવાય છે.’’-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ મનુષ્યભવસંબંધી કીર્ત્તિ વગેરે તેમ જ પરલોકસંબંધી દેવતા વગેરેની વૃદ્ધિ-વિભૂતિ વગેરેની જે અપેક્ષા છે તેને ભવાભિઙ્ગ કહેવાય છે. અહીં અપેક્ષા સ્પૃહા(ઉન્ડ્ટ ઈચ્છા)સ્વરૂપ છે. ધર્મથી આ લોકાદિના ફળને પ્રાપ્ત કરવાની સ્પૃહા સ્વરૂપ ભવાભિઙ્ગથી; પાંચ પ્રકારનાં અનુષ્ઠાનમાંથી પહેલાં બે અનુષ્ઠાન થાય છે. ત્રીજું અનુષ્ઠાન અનાભોગથી થાય છે. જે જે ક્રિયા કરવાની શરૂઆત કરી હોય, ત્યારે તે તે ક્રિયાને ઉચિત જે ભાવ છે તેના અભાવને અનાભોગ કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માએ તે તે ક્રિયા કરવાની પાછળ અનેક ભાવોને દર્શાવ્યા છે. સામાન્યથી તેની વિચારણા કરીએ તો સમજાશે કે ગૃહસ્થપણામાં જે જે ક્રિયાઓનું વિધાન કરાયું છે, તે બધાની પાછળ એકમાત્ર સર્વવિરતિધર્મ પ્રાપ્ત કરવાનો ભાવ સમાયેલો છે અને પૂ. સાધુભગવંતો માટે તે તે ક્રિયાની પાછળ એકમાત્ર કર્મનિર્જરા દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરવાનો ભાવ સમાયેલો છે. એ ભાવના અભાવ સ્વરૂપ અવસ્થાને અનાભોગ કહેવાય છે. ભાવશૂન્યદશા સ્વરૂપ અહીં ભાવનું અતિલંઘન છે. વિહિત કરેલા અનુષ્ઠાનને કરતી વખતે તેને w b0bး၀၀း၀င္း doro ૧૯ ooooooooo Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉચિત અધ્યવસાયનો જે અભાવ છે, તેને અનાભોગ કહેવાય છે. ભવાભિવા કદાચ ન પણ હોય પરંતુ તે વખતે અનાભોગનો પરિહાર કરવાનું થોડું વધારે કપરું છે. ઉપયોગપૂર્વક અનુષ્ઠાન કરવાનું ઘણું જ અઘરું છે. સમ્પૂર્ચ્છિમ જીવોને દ્રવ્યમન હોતું નથી અને અનાભોગથી અનુષ્ઠાન કરનારાને વિવક્ષિત ઉપયોગ હોતો નથી. તેથી અનાભોગથી થતી પ્રવૃત્તિ સમ્પૂર્ચ્છિમ જીવોની પ્રવૃત્તિ જેવી છે. એવી પ્રવૃત્તિથી કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી. ।।૧૩-૧૦ના આ પૂર્વે નવમા શ્લોકમાં વિવિષ્ણુ-આ પદથી વિષાદિ અનુષ્ઠાનો જણાવ્યાં હતાં. તે પાંચ અનુષ્ઠાનોનાં નામો જણાવાય છે– विषं गरोऽननुष्ठानं, तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजानुष्ठानमिति पञ्चविधं जगुः || १३ - ११॥ પાંચ અનુષ્ઠાનોનો ઉદ્દેશ આ શ્લોકથી કર્યો છે. માત્ર નામથી વસ્તુનું જે નિરૂપણ કરાય છે; તેને ન્યાયની પરિભાષામાં ઉદ્દેશ કહેવાય છે. ઉદ્દેશ કરતી વખતે વસ્તુનું નામથી જ નિરૂપણ કરવાનું હોય છે; ત્યારે તેનાં લક્ષણ boo ord २० bidoro #dordordordo Page #28 -------------------------------------------------------------------------- ________________ અને સ્વરૂપાદિનો વિચાર કરાતો નથી. “વિષ, ગર, અનનુષ્ઠાન, તલ્હેતુ અને શ્રેષ્ઠ એવું અમૃત : આ પાંચ પ્રકારે ગુર્વાદિપૂજા (વગેરે દરેક) અનુષ્ઠાન છે-આ પ્રમાણે અનુષ્ઠાનોના જાણકારો કહે છે.’’-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે, ગુરુ વગેરેની પૂજાદિ દરેક અનુષ્ઠાનોના પાંચ પાંચ પ્રકાર છે. વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન : આ ત્રણ અનુષ્ઠાનો નિષ્ફળ છે અને તદ્ભુતુઅનુષ્ઠાન તથા અમૃતાનુષ્ઠાન : આ બે અનુષ્ઠાન સફળ છે. સ્થાવર-વૃક્ષાદિ અને જઙ્ગમ સોમલાદિ સ્વરૂપ વિષ બે પ્રકારનાં છે. વિષજેવા વિષ સ્વરૂપ હોવાથી અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવાય છે. ગર પણ એક પ્રકારનું વિષવિશેષ જ છે. માત્ર તે ખરાબ દ્રવ્યના સંયોગથી થાય છે. અનુષ્ઠાનના ફળને નહીં આપનારું અને અનુષ્ઠાનજેવું હોવાથી અનુષ્ઠાનાભાસ સ્વરૂપ તે અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવાય છે. સફળ અનુષ્ઠાનનું જે કારણભૂત અનુષ્ઠાન છે; તેને તદ્ભુતુ(તડ્વેતુ)અનુષ્ઠાન કહેવાય છે અને મરણના અભાવનું કારણ હોવાથી અમૃતજેવું અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન કહેવાય છે... ઈત્યાદિ હવે પછીના શ્લોકોથી જણાવાશે. અહીં તો અનુષ્ઠાનોનો વિભાગ(ઉદ્દેશ) જ cooroord ૨૧ dordoro doadordo#00 Page #29 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રેત હોવાથી અનુષ્ઠાનોનો નામમાત્રથી જ ઉલ્લેખ ક્ય છે. ૧૩-૧૧ વિષાનુષ્ઠાનાદિનું સ્વરૂપ વર્ણવાય છેविषं लब्ध्याद्यपेक्षातः, क्षणात् सच्चित्तमारणात् । તિવ્યમોrfમહાપે, : વ ન્તરે ક્ષયાત્ શરૂ-શરા “લબ્ધિ વગેરેની અપેક્ષાના કારણે તત્કાલે સચ્ચિત્તપરિણામનો નાશ કરનાર અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવાય છે અને દિવ્યભોગની અભિલાષાના કારણે ભવાંતરે અનર્થ પ્રાપ્ત કરાવનાર અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. શ્લોકાઈને જણાવતાં ટીકામાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે-લબ્ધિ, પૂજા, ખ્યાતિ અને યશ વગેરેની સ્પૃહાથી જે અનુષ્ઠાન થાય છે, તે વિષાનુષ્ઠાન કહેવાય છે. એ અનુષ્ઠાન તત્કાળ શુભઅંતઃકરણના પરિણામનો નાશ કરે છે. કારણ કે જે લબ્ધિ, કીર્તિ વગેરેના આશયથી એ અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનથી તે લબ્ધિ વગેરેની પ્રાપ્તિ થયા પછી તેના ભોગથી જ શુભ પરિણામનો નાશ થઈ જાય છે. દુનિયાનું વિષ પણ સ્થાવર હોય કે જમ હોય, પરંતુ તેના ભોગથી Page #30 -------------------------------------------------------------------------- ________________ તરત જ તે, શરીરનો નાશ કરે છે. આ લોકસંબંધી લબ્ધિ, ખ્યાતિ વગેરે ફળના ભોગની જેને અપેક્ષા નથી; પણ સ્વર્ગના સુખની જેને ઈચ્છા છે, તેની તે દિવ્યસુખની અભિલાષાથી તે જે અનુષ્ઠાન કરે છે તે ગરાનુષ્ઠાન છે. ભવાંતરમાં દિવ્યસુખાદિના ભોગથી પુણ્યનો ક્ષય થયા પછી અનર્થોની પ્રાપ્તિ થતી હોવાથી તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે. ગર તો ફુદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થનારું વિવિશેષ છે. આ વિષની બાધા(વિકાર) તત્કાળ થતી નથી પરંતુ કાલાંતરે થાય છે. તેથી ઉભયમુદ્રવ્યોની અપેક્ષાએ(કારણે) ઉત્પન્ન થનાર ગરને જેમ વિષથી ભિન્ન મનાય છે, તેમ ગરાનુષ્ઠાન પણ વિષાનુષ્ઠાનથી ભિન્ન મનાય છે. કારણ કે અહીં પણ પુણ્ય અને પાપ બંન્નેની અપેક્ષા છે. ‘ઉભયની અપેક્ષામાં પ્રમાણનું આધિક્ય હોવાથી ગરને વિષથી અતિરિક્ત મનાય છે. કારણ કે અધિક; બળવાન હોય છે.' આવી સંભાવના નથી... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. ।।૧૩-૧૨ હવે અનનુષ્ઠાનાદિ ત્રણ અનુષ્ઠાનોનું સ્વરૂપ જણાવાય છે BOOOOOOOO SOCIco ૨૩ doc Page #31 -------------------------------------------------------------------------- ________________ सम्मोहादननुष्ठानं, सदनुष्ठानरागतः। तद्धेतुरमृतन्तु स्याच्छ्रद्धया जैनवर्त्मनः ॥१३-१३॥ “સંમોહથી અનનુષ્ઠાન થાય છે; સદનુષ્ઠાનના રાગથી તહેતુ-અનુષ્ઠાન થાય છે અને શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા માર્ગની શ્રદ્ધાથી અમૃત-અનુષ્ઠાન થાય છે.-આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સન્નિપાતરોગથી ઉપહત થયેલા માણસની જેમ બધી રીતે અધ્યવસાયથી રહિત સાવ સમૂર્ણિમ જીવોની પ્રવૃત્તિ જેવું અનુષ્ઠાન કરાય છે, તે અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવાય છે. એનું કોઈ જ ફળ ન હોવાથી ખરી રીતે તે અનુષ્ઠાન જ હોતું નથી, તેથી તેને અનનુષ્ઠાન કહેવાય છે. તાત્વિક દેવપૂજાદિ આચારો પ્રત્યે, કરવાના ભાવપૂર્વકના બહુમાનથી ધર્મની આરાધનાની શરૂઆતમાં આદિધાર્મિક જીવો જે દેવપૂજાદિ અનુષ્ઠાન કરે છે તેને તહેતુ-અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન વખતે મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાથી તેમ જ સહેજ મુક્તિ પ્રત્યે અનુરાગ હોવાથી શુભ ભાવના અંશની પ્રાપ્તિ થાય છે અને તેથી તેમનાં તે તે દેવપૂજાદિ અનુષ્ઠાનો સદનુષ્ઠાનોનાં કારણ બને શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા માર્ગ પ્રત્યે “આ જ moo+do+do+00+oo+do+00+oo+do+S oroo+do+do+co+oo+coFoooo+oot Page #32 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ છે' આવી શ્રદ્ધાથી જે અનુષ્ઠાન થાય છે, તેને અમૃત-અનુષ્ઠાન કહેવાય છે. કારણ કે તે અનુષ્ઠાન, જ્યાં તે મરણનો સર્વથા અભાવ છે એવા અમરણસ્વરૂપ મોક્ષનું કારણ બને છે. યોગબિંદુમાં અમૃત-અનુષ્ઠાનનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-“શ્રી જિનેશ્વરભગવંતોએ ઉપદેશ્યું છે : એમ સમજીને મોક્ષની તીવ્ર અભિલાષાથી પરમશ્રદ્ધાપૂર્વક જે અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનને શ્રી ગૌતમાદિ મહામુનિઓ અમૃત-અનુષ્ઠાન કહે છે.”. I૧૩-૧૩॥ મેવ... ઈત્યાદિ શ્લોકથી(આઠમા શ્લોકથી) જણાવેલી વાતનો ઉપસંહાર(સમાપન) કરાય છે चरमे पुद्गलावर्त्ते, तदेवं कर्तृभेदतः । सिद्धमन्यादृशं सर्वं, गुरुदेवादिपूजनम् ||१३-१४। શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે આ પૂર્વે આઠમા શ્લોકથી કર્તાના ભેદથી અનુષ્ઠાનમાં ભેદ છે તે જણાવ્યું હતું. એના સમર્થનમાં વિષાનુષ્ઠાનાદિ પાંચ પ્રકાર, દરેક અનુષ્ઠાનના જણાવ્યા. તેથી આ શ્લોકથી કર્તાના ભેદે અનુષ્ઠાનોનો ભેદ સિદ્ધ છે એ જણાવીને નિગમન કરાય છે. દરેક અનુષ્ઠાનો પાંચ પ્રકારનાં છે એ સિદ્ધ થયે છતે; dordorobadoro ૨૫ C Cook Page #33 -------------------------------------------------------------------------- ________________ તે તે આશયવિશેષને લઈને કર્તાના ભેદને આશ્રયીને ગુરુદેવાદિપૂજન વગેરે સ્વરૂપ બધાં જ અનુષ્ઠાનો ચરમાવર્તકાળમાં, અચરમાવર્તકાળમાં થનારાં તે તે અનુષ્ઠાનોની અપેક્ષાએ જુદાં જ છે એ સિદ્ધ થાય છે. (૧૩-૧૪ છું હું અચરમાવર્તકાળનાં ગુર્નાદિપૂજાઘનુષ્ઠાનો કરતાં, ચરમાવર્તકાલીન તે તે અનુષ્ઠાનોની વિલક્ષણતા(વિશેષતા) જણાવાય છેसामान्ययोग्यतैव प्राक्, पुंसः प्रववृते किल । तदा समुचिता सा तु, सम्पन्नेति विभाव्यताम् ॥१३-१५॥ “ચરમાવર્તકાળની પૂર્વે અચરમાવર્તકાળમાં આત્મામાં સામાન્ય યોગ્યતા જ પ્રવર્તતી હતી. ચરમાવર્તકાળમાં તો સમુચિત યોગ્યતા પ્રાપ્ત થયેલી છે : એનો સારી રીતે વિચાર કરવો જોઈએ.”-કહેવાનો આશય એ છે કે અચરમાવર્તકાળમાં મુત્યુપાય(યોગ)ની માત્ર સ્વરૂપયોગ્યતા આત્મામાં હતી. તે યોગ્યતા સહકારી(કાલાદિ) કારણોના સમવધાનથી રહિત હતી. અરણ્યસ્થ દંડમાં દણ્ડત્વસ્વરૂપ ઘટોત્પાદક સ્વરૂપયોગ્યતા હોય છે પરંતુ ફલોપધાયતા તેમાં તે વખતે જેમ હોતી નથી, તેમ mob+dorobrooroo+corob#dc4ob+SA ordbrobaoorobaoorob+ob+obtobt Page #34 -------------------------------------------------------------------------- ________________ અચરમાવર્તકાળમાં આત્મામાં મુત્યુપાયની સ્વરૂપયોગ્યતા હોય છે, પરંતુ સમુચિતયોગ્યતા હોતી નથી. તે તે કાર્યના સહકારી કારણોના સન્નિધાનવાળી યોગ્યતાવિશેષને સમુચિતયોગ્યતા(ફ્લોપધાયક્તા) કહેવાય છે. યોગબિંદુની ટીકામાં ‘પૂર્વ ટોળાનોને યોગડથોર્થિવ સેવાતિપૂનમણી.' ઈત્યાદિ પાઠ છે. અને અહીં આ શ્લોકની ટીકામાં ‘પૂર્વ ટ્રોબ્લેન થોચૈવ સેવાદિપૂનમારી..' ઈત્યાદિ પાઠ છે. અનુક્રમે એનો અર્થ એ છે કે- પૂર્વે અચરમાવર્તકાળમાં એકાંતે યોગની પ્રત્યે અયોગ્ય જ આત્માઓ દેવપૂજાદિ કરતા હતા...' તેમ જ ‘પૂર્વે અચરમાવર્તકાળમાં એકાંતે યોગ્ય જ આત્માઓ દેવપૂજાદિ કરતા હતા...' આ પ્રમાણે પાઠભેદના કારણે અર્થમાં ફરક છે. તેને દૂર કરવા અહીં યોથલૈવ ના સ્થાને યોથલૈવ આવો પાઠ સુધારવો જોઈએ. અથવા પાઠને યથાવત્ રાખી યોગબિંદુનો પાઠ ફલોપધાયક્યોગ્યતાના અભાવને આશ્રયીને સમજવો અને અહીંનો પાઠ માત્ર સ્વરૂપયોગ્યતાને આશ્રયીને છે -એમ સમજી લઈએ તો કોઈ વિરોધ નથી. ચરમાવર્તકાળમાં તો સમુચિત યોગની યોગ્યતા હોવાથી તે કાળે થનારું દેવપૂજાદિ અનુષ્ઠાન; અન્ય આવર્તમાં થનારા અનુષ્ઠાન કરતાં ભિન્ન છે.. ઈત્યાદિ યોગબિંદુની વૃત્તિમાં dotdotdotdotdotdotdotdotdord brotdotdotdoidoido.co: bodo Page #35 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિકારશ્રીએ ફરમાવ્યું છે. ૧૩-૧૫।। વિષાનુષ્ઠાનાદિ પાંચ અનુષ્ઠાનોમાંથી ચરમાવર્ત્તકાળમાં જે અનુષ્ઠાન હોય છે તે જણાવાય છેचतुर्थं चरमावर्त्ते, प्रायोऽनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु स्यादन्यथापि हि ।। १३-१६।। ‘“પ્રાય: ચરમાવર્ત્તકાળમાં ચોથું તન્હેતુ અનુષ્ઠાન મનાય છે. અનાભોગ કે અભિઙ્ગાદિ ભાવ હોય તો ચોથા અનુષ્ઠાનને છોડીને બીજાં પણ અનુષ્ઠાન હોય છે.’’-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચરમાવર્ત્તવર્તી આત્માને બહુલતયા તહેતુ-અનુષ્ઠાન હોય છે. કોઈ વાર અનાભોગ કે ભવાભિષ્વઙ્ગના કારણે વિષાદિ અનુષ્ઠાનો હોય છે. તેથી જ શ્લોકમાં પ્રાયો... આ પ્રમાણે ‘પ્રાય:’ પદનું ગ્રહણ કર્યું છે. ચરમાવર્ત્તવર્તી આત્માને નિસર્ગથી જ કર્મમલ ગ્રહણ કરવાની યોગ્યતાનો હ્રાસ થતો હોવાથી તે આદિધાર્મિક જીવોને પ્રાય: તદ્ભુતુ-અનુષ્ઠાન પ્રાપ્ત થતું હોય છે. જો આ રીતે યોગ્યતાનો હ્રાસ થતો ન હોય તો અનાદિકાળથી પ્રવર્તતા કર્મબંધને અટકાવવાનું શક્ય નહિ બને... ઈત્યાદિ odbroord ordordordord ૨૮ broordordordordordoadoroorde Page #36 -------------------------------------------------------------------------- ________________ યાદ રાખવું. આથી સમજી શકાશે કે યોગની પૂર્વસેવામાં પ્રાધાન્ય મુત્યષનું છે. તહેતુ-અનુષ્ઠાનની પ્રાપ્તિ મુત્યષથી થાય છે. ૧૩-૧૬ ઉપર જણાવ્યા મુજબ તહેતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુજ્યષને પ્રયોજક માનવામાં આવે તો તે ઉચિત નથી : એ અભિપ્રાયથી શટ્ટા કરાય છેनन्वद्वेषोऽथवा रागो, मोक्षे तद्धेतुतोचितः । आद्ये तत्स्यादभव्यानामन्त्ये न स्यात् तदद्विषाम् ॥१३-१७॥ તહેતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ઉચિત છે કે રાગ ઉચિત છે ? એમાં પ્રથમ પક્ષ માની લેવાય તો અભવ્યોને તહેતુ-અનુષ્ઠાન હોય છે-એમ માનવું પડશે અને છેલ્લો પક્ષ સ્વીકારવામાં આવે તો મુક્તિ પ્રત્યે જેને દ્વેષ નથી તેને તહેતુ-અનુષ્ઠાન પ્રાપ્ત નહીં થાય.”આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્તિ પ્રત્યેના અષના કારણે થતા અનુષ્ઠાનને તહેતુ-અનુષ્ઠાન કહેવામાં આવે તો અભવ્યોના અનુષ્ઠાનને લઈને તર્ધતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યામિ આવશે. કારણ કે અભવ્યો પણ sooroordhidhrcotocrobiolorohit Page #37 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ પ્રત્યે દ્વેષ ર્યા વિના અખંડ દ્રવ્યશ્રમણપણાની ક્રિયા કરતા હોય છે. પરંતુ અભવ્યોનું અખંડ શ્રામસ્થાનુષ્ઠાન તદ્દહેતુ-અનુષ્ઠાન કહેવાતું નથી. પ્રથમ ત્રણમાંથી અન્યતમ અનુષ્ઠાન જ અભવ્યોને હોય છે. ચોથું અનુષ્ઠાન ચરમાવર્તમાં જ હોય છે અને અભવ્યો ચરાવર્સમાં આવતા જ નથી. આ અતિવ્યામિના નિવારણ માટે કહેવામાં આવે કે મુક્તિ પ્રત્યેના રાગથી પ્રયુક્ત(કરાયેલ) અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન છે, તો મુક્તિ પ્રત્યે સહેજ રાગ ઉત્પન્ન થાય એની પૂર્વેના કાળમાં મુક્તિ પ્રત્યેના અદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને લઈને તહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અવ્યામિ આવશે. કારણ કે ભવ્યોના આવા તહેતુ-અનુષ્ઠાનમાં મુક્તિરાગપ્રયુક્તત્વ ન હોવાથી લક્ષણનો સમન્વય થતો નથી. આથી સ્પષ્ટ છે કે તહેતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુત્યષને કે મુક્તિરાગને પ્રયોજક માનવાનું શક્ય નથીઆ પ્રમાણે શડ્ડા કરનારનો આશય છે. ૧૩-૧ણા ઉપર જણાવેલા અતિવ્યામિ અને અવ્યામિના દોષના નિવારણ માટે એમ કહેવાનું પણ શક્ય નથી કે મુક્તિ પ્રત્યેનો અષવિશેષ; તેમ જ સહેજ મુક્તિરામવિશિષ્ટ મુત્સદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાન તહેતુ-અનુષ્ઠાન છે-એ Page #38 -------------------------------------------------------------------------- ________________ જણાવાય છે. અર્થાત્ તેમાં પણ દોષ જણાવાય છેन चाद्वेषे विशेषस्तु, कोऽपीति प्राग् निदर्शितम् । ईषद्रागाद् विशेषश्चेदद्वेषोपक्षयस्ततः ॥१३-१८॥ “અદ્વેષ(ષાભાવ)માં કોઈ જ વિશેષ નથી'-આ વાત આ પૂર્વે(૧૨-૩૨) જણાવી છે. મુક્તિ પ્રત્યે જે સહેજ રાગ છે તે રાગથી વિશિષ્ટ અદ્વેષ(મુત્યદ્વેષ)માં રાગના કારણે વિશેષ મનાય તો તે રાગથી જ તહેતુઅનુષ્ઠાન થાય છે-એમ જ માની લેવું જોઈએ. મુત્સદ્વેષને તેનું પ્રયોજક માનવાની જરૂર નથી.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ, દ્વેષના અભાવ સ્વરૂપ હોવાથી તે એક જ છે. તેમાં કોઈ ભેદ(વિશેષ) નથી-આ વાત આ પૂર્વે બારમી બત્રીશીના છેલ્લા શ્લોકમાં જણાવી છે. મુક્તિ પ્રત્યેના સહેજ રોગના કારણે એ મુત્સદ્વેષમાં ફરક છે. અર્થા અભવ્યોનો મુત્યદ્વેષ મુક્તિરાગવિશિષ્ટ નથી અને ચરમાવર્તવર્તી ભવ્યોનો મુત્સદ્દેષ મુક્તિના ઈષદ્રાગથી વિશિષ્ટ છે. તેથી મુત્યદ્વેષમાં વિશેષ હોવાથી અભવ્યોના અનુષ્ઠાનને લઈને તહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યામિ નહીં આવે. તેમ જ ચરમાવર્તવત્ત આત્માના અનુષ્ઠાનમાં Øodoxxxdox0x0x0x0x00% o+do+do+do+do+do+do+os+do+ook Page #39 -------------------------------------------------------------------------- ________________ લક્ષણસમન્વય થવાથી અવ્યામિ નહીં આવે. પરંતુ આ રીતે મુક્તિ પ્રત્યેના ઈષદ્રાગથી વિશિષ્ટ મુક્ષ્યદ્વેષને તહેતુ-અનુષ્ઠાનનો પ્રયોજક માનવામાં આવે તો મુત્યષને તહેતુ-અનુષ્ઠાનનું કારણ માનવાની જરૂર જ નહિ રહે. કારણ કે વિશેષણભૂત તાદૃશ ઈષાગથી જ તહેતુ-અનુષ્ઠાન સિદ્ધ થાય છે. વિશેષ્યભૂત મુક્યષનું કોઈ જ પ્રયોજન ન હોવાથી તે વ્યર્થ બનશે. આથી સમજી શકાશે કે લો.નં. ૧૩ની ટીકામાં “ મુ ળ મની મુવર્ચનુરાજ વા’ આ પ્રમાણે જે વચન છે, તેનો વ્યાઘાત થશે. કારણ કે મુક્તિ પ્રત્યેના અનુરાગથી જ તહેતુઅનુષ્ઠાન થાય છે-એમ માનવું ઉચિત છે. મુત્યષને તેનો પ્રયોજક માનવાનું ઉપર જણાવ્યા મુજબ બરાબર નથી... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. આ શ્લોકની વાત પણ શંકાકારના આશય મુજબની છે. ૧૩-૧૮ ઉપર જણાવ્યા મુજબના અતિવ્યાત્યાદિ દોષના નિવારણ માટે મુત્યષમાં વિશેષતા જણાવીને તેનું નિરાકરણ કરાય છે उत्कटानुत्कटत्वाभ्यां, प्रतियोगिकृतोऽस्त्वयम् । नैवं सत्यामुपेक्षायां, द्वेषमात्रवियोगतः ॥१३-१९॥ 000000000006000 Page #40 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વેષાભાવના પ્રતિયોગી એવા દ્વેષના ઉત્કટત્વ અને અનુત્કટત્વના કારણે મુત્યદ્વેષમાં વિશેષ છે : આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉપેક્ષા હોય ત્યારે દ્વેષમાત્રનો વિયોગ થાય છે.’-આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો આશય એ છે કે મુક્તિ પ્રત્યેના દ્વેષના અભાવનો પ્રતિયોગી મુક્તિ પ્રત્યેનો દ્વેષ છે. જેનો અભાવ જણાવાય છે, તેને તે અભાવનો પ્રતિયોગી કહેવાય છે. અભવ્યોના આત્માઓને મોક્ષ પ્રત્યે ઉત્કટ દ્વેષ ન હોવા છતાં અનુટ દ્વેષ હોય છે અને ચરમાવર્ત્તવર્તી આત્માઓને અનુત્કટ પણ દ્વેષ હોતો નથી. તેથી અભવ્યોનું દેવપૂજાદિ અનુષ્ઠાન ઉત્કટદ્વેષાભાવપ્રયુક્ત હોય છે અને ચરમાવર્તવર્તી આત્માઓને તે અનુષ્ઠાન સર્વથા દ્વેષાભાવપ્રયુક્ત હોય છે. આથી અભવ્યોનું અનુષ્ઠાન તહેતુ મનાતું નથી અને બીજાઓનું તે અનુષ્ઠાન તહેતુ મનાય છે-આ પ્રમાણે માનવાથી કોઈ દોષ નથી. અભવ્યોના અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે અને ચરમાવર્ત્તવર્તી ભવ્યોના અનુષ્ઠાનને લઈને અવ્યામિ પણ નહીં આવે. યદિપ એ રીતે દોષનું વારણ કરી શકાય છે, પરંતુ તે યોગ્ય નથી. કારણ કે અભવ્યોને મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોવાથી સર્વથા દ્વેષનો અભાવ હોય છે. તેથી તેમનું પણ dordordbro Goo666 ૩૩ bidordordor #dordoadoc Page #41 -------------------------------------------------------------------------- ________________ દેવપૂજાદિ અનુષ્ઠાન મુત્સદ્દેષ પ્રયુક્ત હોવાથી તેને લઈને અતિવ્યામિ અવસ્થિત જ છે. આમ છતાં ‘ઉપેક્ષા હોય ત્યારે પણ અનુત્કટ દ્વેષ હોય છે જ’-એમ કહેવાનું હોય તો મોક્ષ, પોતાને ઈષ્ટ એવા નવમા રૈવેયકના સુખનો વિરોધી હોવાથી અભવ્યાદિને મોક્ષ પ્રત્યે ઉત્કટ દ્વેષ પણ હોય છે-એમ પણ કહી શકાય છે. તેથી ઉપેક્ષા હોવાથી મોક્ષ પ્રત્યે અભવ્યોના આત્માઓને દ્વેષ હોતો નથી એમ જ માનવું જોઈએ, જેથી અભવ્યો સંબંધી મુત્સદ્વેષપ્રયુક્ત દેવપૂજાદિ અનુષ્ઠાનને લઈને તહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યામિ અવસ્થિત જ છે : આ શક્કાકારનો અભિપ્રાય છે. ૧૩-૧૯ ઉપર જણાવેલી શટ્ટાનું સમાધાન કરાય છે सत्यं बीजं हि तद्धेतोरेतदन्यतरार्जितः ।। क्रियारागो न तेनातिप्रसङ्गः कोऽपि दृश्यते ॥१३-२०॥ છેલ્લા ત્રણ શ્લોથી શફાકારે જે જણાવ્યું છે તે સાચું છે. તર્ધતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુત્યષને કે મુક્તિરાગને પ્રયોજક માનીએ તો ઉપર જણાવ્યા મુજબ અતિવ્યામિ અને અવ્યામિ આવે છે એ સત્ય છે, પરંતુ તહેતુ Hobrobrdoado cordo cordo:dord ordbordordbrdordbrdordo:do:06 Page #42 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનનું બીજ મુત્યદ્વેષ અને મુક્તિનો રાગ : એ બેમાંથી કોઈથી પણ ઉત્પન્ન થયેલો જે સદનુષ્ઠાનનો રાગ છે; તે છે. તેથી અતિવ્યામિનો પ્રસંગ નહીં આવે-આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે મુત્યષ અથવા તો મુક્તિનો રાગ એતદન્યતરથી ઉત્પન્ન થયેલો ક્રિયા(સદનુષ્ઠાન)નો જે રાગ છે, તે તહેતુ-અનુષ્ઠાનનું બીજકારણ છે. તેથી અભવ્યના અનુષ્ઠાનમાં અતિવ્યાસિનો પ્રસ નહીં આવે. કારણ કે સ્વર્ગ(નવમો ગ્રેવેયક)ની પ્રાપ્તિનું કારણ એવો મુક્તિનો અદ્વેષ હોવા છતાં અભવ્યોને તે સદનુષ્ઠાનનો પ્રયોજક થતો નથી. અભવ્યાત્માઓને મુત્યષ છે અને બીજાઓને પણ તે છે તો બીજાઓની જેમ અભવ્યોને પણ તે સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનવો જોઈએ”-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે સદનુષ્ઠાનના રાગની પ્રત્યે મુક્તિનો અદ્વેષ તે પ્રયોજક બને છે કે જે બાધ્ય એવી ફલાપેક્ષાના સહકારથી યુક્ત હોય. જે મુત્યુષ તેવા પ્રકારની બાધ્યકલાપેક્ષાથી રહિત હોય છે તેનાથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ ઉત્પન્ન થતો નથી. આશય એ છે કે-અભવ્યોના આત્માઓને સ્વર્ગાદિફળની અપેક્ષા હોય છે, તેને લઈને doØØ0%0%x0x0%%dod 000+0000 Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગાદિના કારણ તરીકે મુત્સદ્વેષ હોય છે. તેઓની સ્વર્ગાદિ ફળની અપેક્ષા ક્યારે પણ બાધિત બનતી નથી. તેથી બાધ્યફલાપેક્ષાનો સહકાર અભવ્યોના મુત્યષને પ્રાપ્ત થતો ન હોવાથી એ મુત્યષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનતો નથી. મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ સદનુષ્ઠાનના રાગનું કારણ ત્યારે જ બની શકે છે કે જ્યારે તે વખતની સ્વર્ગાદિસુખની ઈચ્છા બાધિત બની શકે. સદનુષ્ઠાનની પ્રત્યે મુત્યષ જેમ પ્રયોજક છે, તેમ સ્વર્ગાદિસુખની ઈચ્છાનો અભાવ પણ અપેક્ષિત છે. તેથી સદનુષ્ઠાનના રાગની પ્રત્યે સ્વર્ગાદિસુખની અપેક્ષાનો બાધ થવો જોઈએ, એ સમજી શકાય છે. અભવ્યોની એ અપેક્ષા બાધ્ય બનતી ન હોવાથી તેમનો મુત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ નહીં બને, જેથી અતિપ્રસંગ પણ આવશે નહિ-એ સ્પષ્ટ છે. ૧૩-૨૦ના મુત્યષ અને મુક્તિનો રાગ આ બંન્નેમાંથી કોઈ પણ એથી ઉત્પન્ન થનારા સદનુષ્ઠાનની પ્રત્યેના રાગનું જે બીજું કારણ છે તે જણાવાય છે अपि बाध्या फलापेक्षा, सदनुष्ठानरागकृत् । સT ૪ પ્રજ્ઞાપનાથીના, કુચેષમm I?રૂ-રશા Page #44 -------------------------------------------------------------------------- ________________ બાધ્ય એવી ફળની ઈચ્છા પણ સદનુષ્ઠાનના રાગને કરાવનારી છે. ફળની અપેક્ષાને બાધ્ય બનાવવાનું ઉપદેશથી શક્ય છે અને એ માટે મુત્સદ્વેષની અપેક્ષા છે”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શરૂ શરૂમાં ધર્મ કરતી વખતે તે તે જીવોને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સ્વર્ગ વગેરે ફળની અપેક્ષા હોય એ બનવાજોગ છે. ધર્મની પ્રારંભાવસ્થામાં માત્ર મોક્ષની જ ઈચ્છાથી અથવા તો નિરપેક્ષપણે ધર્માનુષ્ઠાન શક્ય બને જ એવો નિયમ નથી. પરંતુ આવા જીવોની તે વખતની સૌભાગ્યાદિ ફળની ઈચ્છાને પૂ. ગીતાર્થ ઉપદેશક મહાત્માઓ તેવા પ્રકારના ઉપદેશથી બાધિત કરી શકે છે. તેથી એ ફલાપેક્ષાને બાધ્ય એટલે કે બાધનીયસ્વભાવવાળી કહેવાય છે. એવી બાધનીયસ્વભાવવાળી ફળની ઈચ્છા પણ સદનુષ્ઠાનના રાગનું કારણ બને છે. ફલેચ્છાને બાધિત કરવાનું ઉપદેશથી શક્ય બને છે. પૂ. ગીતાર્થ ધર્મોપદેશક મહાત્માઓનાં પરમતારક વચનોથી સંસારની ભયંકરતા, વિષયોની વિપાકવિરસતા અને સુખની ક્ષણિકતાદિની પ્રતીતિ થવાથી ધર્માત્માઓ ફળની ઈચ્છાને પૂર્ણ કરવાના બદલે તે તે ઈચ્છાઓથી જ વિરામ પામે છે. આવી બાધનીયસ્વભાવવાળી ફલેચ્છા મુક્તિ પ્રત્યેના અષથી Ö40d0dc0d6wood S o0Ø000000000000% Page #45 -------------------------------------------------------------------------- ________________ થતી હોય છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હોય તો સૌભાગ્યાદિફ્લેચ્છા કોઈ પણ રીતે બાધિત નહીં જ બને. અભવ્યોના આત્માઓને એનો ખ્યાલ રાખવાનું આવશ્યક જણાતું જ નથી. ફળની તીવ્ર ઈચ્છા હોવાથી તેમની તે ઈચ્છા બાધિત બનતી નથી. ગમે તેટલો પણ સારામાં સારો ધર્મોપદેશ, તેમને તેમની ઈચ્છાથી વિરત કરવા સમર્થ બનતો નથી. પરંતુ ‘મોક્ષનો દ્વેષ કરવાથી સ્વર્ગાદિનાં સુખો પ્રાપ્ત થતાં નથી' આવો ખ્યાલ હોવાથી મોક્ષ પ્રત્યે તેઓ દ્વેષ કરતા નથી, પણ તેમનો તે મુખ્ત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક થતો નથી. ।।૧૩-૨૧૫ છે છે બાધ્ય લેચ્છા સદનુષ્ઠાનના રાગને કરનારી છે : એ જણાવીને અબાધ્ય ફ્લેચ્છા કેવી છે, તે જણાવાય છે अबाध्या सा हि मोक्षार्थशास्त्रश्रवणघातिनी । મુવન્ત્યદેવે તદ્દન્યાં, બુદ્ધિમાંર્ગાનુસાળિી ૫૬૨-૨૨૫ ‘‘અબાધ્ય ફ્લાપેક્ષા મોક્ષસ્વરૂપ અર્થને જણાવનારા શાસ્ત્રના શ્રવણનો ઘાત કરનારી છે, તેથી મુક્તિની પ્રત્યે અદ્વેષ હોતે છતે બાધ્ય ફ્લાપેક્ષા થાય ત્યારે (હોય ત્યારે) બુદ્ધિ માર્ગાનુસારિણી બને છે.’-આ પ્રમાણે બાવીશમા ૩૮ OIC Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે-ઉપર જણાવ્યા મુજબ અભવ્યોના આત્માઓને મુત્યષ હોય છે તેમ જ તેઓ નવ પૂર્વ સુધીનું અધ્યયન પણ કરતા હોવાથી મોક્ષપ્રતિપાદક શાસ્ત્રનું શ્રવણ પણ કરે છે, તો તેમની ફલેચ્છા બાધ્ય કેમ થતી નથી ?-આ શંકાનું સમાધાન બાવીશમાં શ્લોથી કરાય છે. એનું તાત્પર્ય એ છે કે-અબાધ્ય એવી ફળની ઈચ્છા, મોક્ષનિરૂપક શાસ્ત્રશ્રવણનો ઘાત કરનારી અર્થ એ પુણ્યશ્રવણથી જે ફળ પ્રાપ્ત થતું હોય છે તે ફળનો પ્રતિબંધ કરનારી હોય છે. આવી અબાધ્ય ફલેચ્છા હોય ત્યારે તેવી ઈચ્છાવાળા જીવોને જ્યારે જ્યારે મોક્ષના શાસ્ત્રનું શ્રવણ કરવાનો પ્રસંગ આવે ત્યારે તે વિષયમાં વિરુદ્ધત્વની બુદ્ધિ થતી હોવાથી તે શાસ્ત્રનું શ્રવણ સ્વરસથી થતું નથી. પોતાના ઈષ્ટમાં વ્યાઘાત ન થાય એ માટે તે કરવું પડે છે. તેથી અબાધ્ય એવી ફળની ઈચ્છાથી મોક્ષાર્થશ્રવણનો ઘાત થાય છે. કારણ કે એ શ્રવણ મોક્ષ માટે થતું નથી. આથી સમજી શકાય છે કે અબાધ્ય ફલેચ્છાથી અન્ય(બાધ્ય) ફલેચ્છા હોય ત્યારે મુત્યદ્વેષ હોતે છતે સમુચિતયોગ્યતાથી મોક્ષ માટે સ્વારસિક શાશ્રવણ થાય છે, જેથી બુદ્ધિ માર્ગોનુસારિણી બને છે. સમ્યજ્ઞાનદર્શન 3000$0000000000000 0 00006xdvdo3xdd0044 Page #47 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગને અભિમુખ બુદ્ધિ થવાથી તીવ્ર મિથ્યાત્વાદિ પાપોનો ક્ષય થવાથી સદ્દનુષ્ઠાન પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, જેના મૂળમાં બાધ્ય ફ્લેચ્છા છે. અભવ્યાદિની ફ્લેચ્છા કોઈ પણ રીતે બાધ્ય થતી ન હોવાથી તેમને કોઈ પણ રીતે સદ્દનુષ્ઠાન પ્રત્યે અલ્પ પણ રાગ થવાનો સંભવ નથી. સ્વર્ગાદિ ફળની ઈચ્છા ખૂબ જ ભયંકર છે. એને બાધિત બનાવવાનું અદ્ભુત સાધન ઉપદેશ છે. ।।૧૩-૨૨૦૦ સૌભાગ્યાદિલેચ્છા હોવા છતાં એ બાધ્ય હોય તો અનુષ્ઠાન, તહેતુ-અનુષ્ઠાન સ્વરૂપ બની રહે છે : એ જણાવવા દ્વારા બાધ્ય ફ્લેચ્છાના સદનુષ્ઠાનરાગ-પ્રયોજત્વનું સમર્થન કરાય છે આ બ 00 तत्तत्फलार्थिनां तत्तत्तपस्तन्त्रे प्रदर्शितम् । મુખ્યમાર્તાપ્રવેશાય, ફીયતેઽવ્વત વ ચ ॥૩-૨૩ા ‘‘સૌભાગ્યાદિ તે તે ફળના અર્થીઓ માટે આથી જ તે તે તપ શાસ્ત્રમાં જણાવ્યું છે અને તેથી જ મુગ્ધ જીવોને માર્ગમાં પ્રવેશ કરાવવા માટે ગીતાર્થ પુરુષો દ્વારા અપાય પણ છે.’’-આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. એનો dord dordordo#O ૪૦).ooo broodbrdor doc Page #48 -------------------------------------------------------------------------- ________________ સાર એ છે કે સામાન્ય રીતે મુગ્ધ જીવો શરૂઆતમાં સારાસારનો વિવેક કરવા માટે સામર્થ્ય ધરાવતા હોતા નથી. સૌભાગ્યાદિફળની કામનાથી તેઓ તે તે તપ-પ્રમુખ અનુષ્ઠાન કરતા હોય છે. પરંતુ કાલાંતરે પૂ. ગુરુ-ભગવંતોની પરમતારક દેશનાના શ્રવણાદિથી તેમની તે તે ફળની ઈચ્છા બાધિત થતી હોય છે. આથી જ તપપંચાશક વગેરે ગ્રંથોમાં તે તે ફળની સિદ્ધિ માટે રોહિણી અને સર્વસુંદર વગેરે તપો દર્શાવ્યાં છે. કોઈ પણ સંયોગોમાં એવા જીવોની સૌભાગ્યાદિ ફળની કાંક્ષા ઉપર જણાવ્યા મુજબ બાધ્યસ્વભાવથી રહિત જ હોય અને તેનો બાધ થવાનો જ ન હોય તો શાસ્ત્રમાં બતાવેલાં તે તે તપોનું પ્રદર્શન સદ્ગત માની નહિ શકાય. પરંતુ તે તે મુગ્ધ જીવોની તે તે ફળની કામના ઉપદેશાદિ દ્વારા બાધિત થઈ શકે છે. તેથી જ મુગ્ધ જીવોને મોક્ષમાર્ગે પ્રવેશ કરાવવા પૂ. ગીતાર્થ ગુરુભગવંતો શરૂઆતમાં તે તે તપનું પ્રદાન પણ કરે છે. અન્યથા તે ઉચિત ગણાશે નહિ. એ પ્રમાણે અન્યત્ર કહ્યું છે કે “મુગ્ધ જીવોના હિતને અર્થે (તે) સભ્ય છે...' આ રીતે અનુષ્ઠાનના આરંભકાળમાં સૌભાગ્યાદિ ફળની કામનાથી અનુષ્ઠાન થતું હોવા Page #49 -------------------------------------------------------------------------- ________________ છતાં તે અનુષ્ઠાન, વિષાદિ-અનુષ્ઠાન નથી અને તે તદ્ભુતુઅનુષ્ઠાન નથી એવું નથી. કારણ કે અહીં ફળની અપેક્ષા બાધ્યસ્વભાવવાળી છે. આ રીતે જ તે મુગ્ધ જીવો માર્ગનું અનુસરણ કરી શકે છે. આથી સમજી શકાશે કે સૌભાગ્યાદિ ફળની ઈચ્છા બાધ્યસ્વભાવવાળી ન હોય તો તલ્હેતુઅનુષ્ઠાનની પ્રાપ્તિ સંભવતી નથી. II૧૩-૨૩॥ ૐ 8 8 આ રીતે મુખ્ત્યદ્વેષવિશેષ જ તદ્ભુતુ-અનુષ્ઠાનનો પ્રયોજક હોવાથી તેનાથી ભિન્ન મુત્સદ્વેષાદિ તદ્ભુતુઅનુષ્ઠાનના પ્રયોજક ન બનવા છતાં દોષ નથી, તે જણાવાય છે. અર્થાર્ વ્યતિરેકથી તદ્ભુતુ-અનુષ્ઠાનની પ્રયોજકતા મુખ્ત્યદ્વેષમાં જણાવાય છે इत्थञ्च वस्तुपालस्य, भवभ्रान्तौ न बाधकम् । મુળદ્વેષો ન યત્તમ્ય, ક્રિયાપ્રયોગઃ ॥૩-૨૪૫ “આ રીતે વસ્તુપાળને પૂર્વભવમાં ગુણનો અદ્વેષ, ભવભ્રમણમાં બાધક ન બન્યો. કારણ કે તે તેને ક્રિયાના રાગનો પ્રયોજક બન્યો નહીં.’-આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સમજી શકાય છે કેસદનુષ્ઠાનના રાગની પ્રત્યે મુત્યુદ્વેષવિશેષ જ પ્રયોજક - ૪૨ 01001001dOTO bidoidordor dordordordo Page #50 -------------------------------------------------------------------------- ________________ હોવાથી તેનાથી ભિન્ન મુત્યષ હોતે છતે સદનુષ્ઠાન(ષિા)નો રાગ પ્રગટે નહિ અને લાંબા કાળ સુધી ભવભ્રમણ પૂર્વભવમાં વસ્તુપાળના જીવને થયું તે સંગત છે. અન્યથા મુત્યષ હોતે છતે વસ્તુતઃ ભવભ્રમણનો બાધ થવો જોઈએ. અહીં યાદ રાખવું જોઈએ કે મુત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ બને છે-એ વાતનું અહીં નિરૂપણ ચાલુ છે. એના ઉપરથી સમજી લેવું જોઈએ કે ગુણસામાન્યની પ્રાપ્તિ માટે જે અનુષ્ઠાન કારણ બને; તે અનુષ્ઠાનના રાગનો પ્રયોજક, ગુણ પ્રત્યેનો અષવિશેષ છે. વસ્તુપાલનો આત્મા પૂર્વભવમાં ચોર હતો. એકવાર પૂ. સાધુભગવંતના દર્શન થવા છતાં ઉપેક્ષાને લઈને તેમના ગુણોનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાત એવા તેમના ગુણો પ્રત્યેના રાગવાળા તે ચોરને દીર્ઘકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવામાં કોઈ બાધક ના બન્યું. કારણ કે તેનો ગુણ પ્રત્યેનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બન્યો ન હતો. ક્યિારાગપ્રયોજક જ ગુણ પ્રત્યેનો અદ્વેષ તહેતુ-અનુષ્ઠાનને ઉચિત હોવાથી સંસારના હાસનું કારણ મનાય છે, અન્યથા મનાતો નથી. તેથી તેને સંસારમાં પરિભ્રમણ કરવાનું થયું. |૧૩-૨૪ Poo+ob+do+do+do+donobob+do+ Sotoofcords+c+dotcodorob+cor Page #51 -------------------------------------------------------------------------- ________________ યોજનૈવત્યષ; gશક્યતે... પહેલા શ્લોકમાં જણાવેલી વાતનો ઉપસંહાર કરાય છે जीवातुः कर्मणां मुक्त्यद्वेषस्तदयमीदृशः । गुणरागस्य बीजत्वमस्यैवाव्यवधानतः ॥१३-२५॥ “તેથી સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક એવો મુત્સદ્વેષ ક્લિાને જિવાડનારો છે. કોઈ પણ પ્રકારના વિલંબ વિના ગુણરાગને ઉત્પન્ન કરવાનું બીજ પણ એ જ છે.”- આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. શ્લોકાર્થ સ્પષ્ટ જ છે, તેથી ગ્રંથકારશ્રીએ છેલ્લા આઠ શ્લોકો ઉપર ટીકા લખી નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી બધી જ ક્રિયાઓ સાક્ષાત્ અથવા પરંપરાએ મોક્ષનું કારણ બનતી હોય છે. તે તે ક્રિયાઓનું ક્રિયાપણું એ રીતે મોક્ષની પ્રાપ્તિમાં જ સમાયેલું છે. કોઈ પણ સંયોગોમાં એ ક્ષિાઓ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષનું કારણ ન બને તો એ યિાઓમાં વાસ્તવિક રીતે ક્રિયાત્વ જ નથી-એમ માનવું પડે. જે ક્લિાઓ પોતાનું કાર્ય કરી ના શકે તે યિાઓને ક્લિાસ્વરૂપ માનવાનું ઉચિત નથી. અન્યથા જે કાર્ય ન કરે તેને પણ કારણ માનવામાં કોઈ દોષ નહિ નડે. કોઈ પણ ક્રિયાઓ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષનું કારણ બને છે તેનું રહસ્ય એ છે કે તે ક્રિયાઓ મુત્યષમૂલક હોય છે. તેથી ક્રિયાઓને dowc0x0ÖoÖ4d0dxક્ઝ%%s do=d0dodoxO0x0000óóó Page #52 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાસ્વરૂપે રાખનાર મુખ્ત્યદ્વેષ હોવાથી તેને ક્રિયાઓના જીવાતુ તરીકે વર્ણવ્યો છે. ઉપર જણાવ્યા મુજબનો મુત્યુદ્વેષ હોતે છતે તેના અવ્યવહિત ઉત્તરકાળમાં ગુણાનુરાગ પ્રગટે છે. જ્ઞાનાદિ ગુણોના રાગ વિના મોક્ષની પ્રાપ્તિ અને સાધના શક્ય નથી. કોઈ પણ અનુષ્ઠાનને ત્યાં સુધી લઈ જવામાં મુખ્યપણે ગુણાનુરાગ પ્રયોજક છે અને આ ગુણાનુરાગ મુખ્ત્યદ્વેષના અવ્યવહિતોત્તરકાળમાં પ્રગટે છે. તેથી ગુણાનુરાગના બીજ તરીકે મુત્સદ્વેષનું અહીં વર્ણન કર્યું છે. મોક્ષનો રાગ જન્મે તો ખૂબ જ સરસ છે, પરંતુ તે ન જન્મે ત્યાં સુધી મોક્ષ પ્રત્યે દ્વેષ ન થાય : એનો મુમુક્ષુ આત્માઓએ ઉપયોગ રાખવો જોઈએ. અનંતજ્ઞાનીઓએ પ્રરૂપેલા મોક્ષ, તેના ઉપાયો અને તેની સાધનામાં તત્પર એવા આત્માઓ પ્રત્યે ખરેખર તો દ્વેષ કરવાનું કોઈ જ કારણ નથી. પરંતુ અજ્ઞાન, કદાગ્રહ, સુખની તીવ્ર આસક્તિ અને દુ:ખ પ્રત્યેનો તીવ્ર દ્વેષ... વગેરે કારણે મુક્તિ વગેરે પ્રત્યે દ્વેષ થતો હોય છે. અજ્ઞાનાદિના નાશ માટે પ્રયત્નશીલ આત્માઓને મુત્યુદ્વેષ સુલભ બને છે. ૧૩-૨૫॥ મુખ્ત્યદ્વેષથી ગુણનો રાગ પ્રાપ્ત થયા પછી જે ફળ વાં ૪૫ dordordoadoro dordoroord brobro Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છેधारालग्नः शुभो भाव, एतस्मादेव जायते । અન્તસ્તત્ત્વવિશુધ્યા , વિનિવૃત્તાપ્રહત્વતઃ ૨૩-રદા “આ મુત્યષના જ કારણે આત્માની વિશુદ્ધિથી અસર્વસ્તુના આગ્રહની નિવૃત્તિને લઈને અનવરત શુભભાવનો આવિર્ભાવ થાય છે. આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે-મુક્તિ પ્રત્યેના અદ્દેષના કારણે નવાં અશુભ કર્મોનો બંધ થતો નથી તેમ જ પૂર્વબદ્ધ તે કર્મોનો ક્ષય થવાથી આત્મા વિશુદ્ધ બને છે અને તેથી અત્યાર સુધી વિતસિંબંધી જે અભિનિવેશ-આગ્રહ હતો તેની નિવૃત્તિ થાય છે. તેને લઈને આત્માને અનવરતપણે શુભભાવની ધારા પ્રાપ્ત થાય છે. | મુત્સદ્વેષથી ગુણ પ્રત્યે રાગ થયા પછી એટલામાત્રથી ગુણની પ્રાપ્તિ થઈ જતી નથી. ગુણની પ્રાપ્તિને અનુકૂળ એવો પ્રયત્ન કરાય નહીં તો ગુણની પ્રાપ્તિ નહીં જ થાય. અત્યાર સુધી અતત્ત્વસંબંધી જ આગ્રહ હતો. કંઈકેટલીય જાતના એ વિતથના આગ્રહને સમજવા પણ ના દે એવો એ અભિનિવેશ હતો. સદ્ભાગ્યે મુત્સદ્દેષના કારણે અંતસ્તત્ત્વ-આત્માની વિશુદ્ધિ થવાથી એ અભિનિવેશ નષ્ટ થાય છે. તેથી નિરંતર શુભ ભાવની ધારા પ્રગટે છે. આ do+do+0000060Üodods c od%C4%Çocodox Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ મુક્તિ પ્રત્યેના અષનો છે. સતત અશુભ ભાવોમાં જ આનંદ પામવાની સ્થિતિમાંથી આત્માને શુભભાવમાં રમણ કરાવનાર મુત્યદ્વેષ છે. તેને લઈને અહીં (મુત્ય ષકાળે) બધાં જ અનુષ્ઠાનો શુભ બને છે. પૂર્વકાળમાં (અચરમાવર્તકાળમાં) જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મો સક્લેશનાં હેતુ બનતાં હતાં તેમ હવે આત્મવિશુદ્ધિના કારણે તે કર્મો સલેશનાં કારણ બનતાં નથી. અનાદિકાળથી સ્વભાવભૂત થયેલા કર્મમલનો ક્ષય થવાથી આત્મા વિશુદ્ધ બને છે. ૧૩-૨૬, મુત્યષ વખેરું કર્મ બંધ થતો હોવાનું તેવા * સિંહની વાડી, અમદ પ્રકારના ભયનું તે કારણ બનેતો પી, તે જણાવાય છેअस्मिन् सत्साधकस्येव, नास्ति काचिद् बिभीषिका । सिद्धरासन्नभावेन, प्रमोदस्यान्तरोदयात् ॥१३-२७॥ મુત્યષ હોતે છતે સારા સાધકની જેમ કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. કારણ કે સિદ્ધિ નજીકમાં હોવાથી ચિત્તમાં આનંદ હોય છે.” આ પ્રમાણે સત્તાવીશમાં શ્લોકનો અર્થ છે. એ કહેવા પાછળનો આશય સમજી શકાય છે કે-જે લોકો મંત્ર-તંત્રાદિની સાધના કરે છે-તે 006065%66460owdox Page #55 -------------------------------------------------------------------------- ________________ લોકોને જ્યારે મંાદિની સિદ્ધિ થવાની તૈયારી હોય ત્યારે મહાભયંકર એવા વેતાલાદિ ઉપસ્થિત થઈને ઉપદ્રવ કરીને ડરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ત્યારે સત્ત્વશાળી એવા સાધકો વેતાલાદિના દર્શનાદિથી જેમ ભયભીત થતા નથી, તેમ મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાથી ચરમાવર્ત્તવર્તી જીવોને તાદશ કર્મબંધ થવા છતાં ભય થતો નથી. સાધકને જેમ સિદ્ધિ નજીકમાં છે અને તેથી ભયના અવસરે પણ આનંદ છે, તેમ મુખ્ત્યદ્વેષવાળા આત્માઓને મુક્તિ નજીકમાં હોવાથી ચિત્તમાં ઉપરથી આનંદ થાય છે. પરંતુ સફ્લેશાદિ ભય થતો નથી. દષ્ટાંતમાં સારા સાધકને જે મંત્રાદિસિદ્ધિ પ્રામ થાય છે, તે એક તો મોટી નથી અને બીજું તે સદાને માટે રહેનારી નથી. એમ છતાં તેના સત્સાધકને ચિત્તમાં જે પ્રમોદ પ્રગટે છે અને વેતાલાદિના દર્શનથી ભય પેદા થતો નથીતેનો વિચાર કરીએ તો સમજાશે કે મુક્તિનું સામીપ્ય પ્રાપ્ત થવાથી મુખ્ત્યદ્વેષીઓને ચિત્તમાં કેટલો આનંદ થતો હશે, તેથી તેવા આત્માઓને તે વખતે થતાં કર્મબંધથી સક્લેશ થતો ન હોવાથી ભય થવાનું કોઈ જ કારણ નથી. આથી સમજી શકાશે કે મુત્યુદ્વેષ હોતે છતે શુભભાવના યોગે અનુષ્ઠાનસંબંધી ખેદનો પણ અભાવ હોય છે.।।૧૩-૨ા dododoro #dordord ૪૮ badordo #OOOOOooo Page #56 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ નજીક-આસન્ન હોવાથી ઉપર જણાવ્યા મુજબ ચિત્તમાં ઘણો આનંદ થાય : એ વાત સમજી શકાય છે, પરંતુ સિદ્ધિની આસન્નતા કઈ રીતે કહેવાય ? ચરમાવર્તકાળ અનંતકાળ સ્વરૂપ છે-આ શંકાના સમાધાન માટે સિદ્ધિની આસન્નતા જણાવાય છે चरमावर्त्तिनो जन्तोः, सिद्धेरासन्नता ध्रुवम् । भूयांसोऽमी व्यतिक्रान्तास्तेष्वेको बिन्दुरम्बुधौ ॥१३-२८॥ “ચરમાવર્તકાળમાં આવેલા આત્માઓને ચોક્કસ જ સિદ્ધિ(મોક્ષ)ની આસન્નતા છે. અત્યાર સુધી આવા આવર્તા(પુદ્ગલપરાવર્તા) ઘણા વીત્યા છે. તેમાં આ સમુદ્રમાં એક બિંદુ જેવો છે.”-આ પ્રમાણે અઠ્ઠાવીશમાં શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં આવેલા જીવને મોક્ષની સમીપતા નિશ્ચિત છે. જે જીવોને એક પુદ્ગલપરાવર્ત પ્રમાણ કાળથી વધારે કાળ સુધી હવે સંસારમાં રહેવાનું નથી, એવા જીવને ચરમાવર્તવર્તી કહેવાય છે. ચરમાવર્ણકાળ દરેક જીવની અપેક્ષાએ છે. માસ-વર્ષ વગેરે કાળની જેમ કોઈ કાળવિશેષસ્વરૂપ એ કાળ નથી. જીવને જે કાળે મોક્ષની પ્રાપ્તિ થવાની છે તેની પૂર્વેના એક પુદ્ગલપરાવર્ત કાળને ચરમાવર્ણકાળ કહેવાય છે. આથી સમજી શકાશે કે Page #57 -------------------------------------------------------------------------- ________________ ચરમાવર્ત્તકાળમાં આવવા માટે મુખ્યપણે કાળ કારણ છે. અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓનો એક પુદ્ગલપરાવર્ત્ત કાળ છે. અનાદિકાલીન આ સંસારમાં અનંતા પુદ્ગલપરાવર્તો વીત્યા છે. માત્ર એક પુદ્ગલપરાવર્ત્તકાળનો વિચાર કરીએ તો સમજાશે કે એ કાળ જ કેટલો વિશાળ છે. એની અપેક્ષાએ વીતેલો કાળ તો અનંતગુણો છે. વ્યતિક્રાંત અનંતાનંત પુદ્ગલપરાવર્ત્તકાળની અપેક્ષાએ ચરમાવર્ત્તકાળની તો કોઈ ગણતરી નથી. સમુદ્રની અપેક્ષાએ બિંદુ જેવા એ કાળમાં કોઈ જ ભયનું સ્થાન નથી. કારણ કે એમાં મુક્તિ સુનિશ્ચિત છે. ।।૧૩-૨૮॥ *** ચરમાવર્ત્તકાળમાં મુક્તિની આસન્નતા હોવાથી ચિત્તમાં આનંદ થવા છતાં મોક્ષસાધક તે તે અનુષ્ઠાનો કરતી વખતે પીડા તો થાય ને ?-એ શકાનું સમાધાન કરાય છે मनोरथिकमित्थं च, सुखमास्वादयन् भृशम् । पीड्यते क्रियया नैव, बाढं तत्रानुरज्यते ॥ १३- २९॥ “આ રીતે મનોરથના કારણે ઉત્પન્ન થયેલા સુખને સારી રીતે અનુભવતો એવો તે ક્રિયાથી પીડાને પ્રાપ્ત કરતો જ નથી, પરંતુ ક્રિયામાં સારી રીતે અનુરાગી બને છે.’’ dordordorda dod ૫૦ BOOOOOOOO Page #58 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે-સત્સાધકને જેમ હજુ સિદ્ધિ મળી ન હોવા છતાં નજીકમાં જ તે પ્રાપ્ત થવાની છે તેના આનંદનો અનુભવ થવાથી વેતાલદર્શનાદિથી ભય થતો નથી અને મંત્રસાધનાદિમાં ખેદ થતો નથી. તેમ અહીં પણ ચરમાવર્તવર્તી આત્માને મોક્ષ મળવાનો છે : એના નિશ્ચયથી માનસિક આનંદના અતિશયથી કોઈ પણ પ્રકારનો ભય થતો નથી. તેમ જ તે તે અનુષ્ઠાનમાં પીડાનો અનુભવ થતો નથી, પરંતુ તે તે ક્ષિામાં સારી રીતે અનુરાગી બને છે. સામાન્ય રીતે અહીં જણાવેલી વાતનો અનુભવ વ્યવહારમાં પણ આપણને નિયમિતપણે થતો હોય છે. આપણી મનગમતી ચીજ મળશે : એનો નિર્ણય થવામાત્રથી જે આનંદનો અનુભવ થાય છે, તે વર્ણવી ના શકાય એવો હોય છે. તેવા સંયોગોમાં જે પણ ક્રિયા કરવી પડે તે કરતી વખતે પીડાનો અનુભવ થતો નથી. ઉપરથી તેની પ્રત્યે અનુરાગ વધે છે. આવી જ દશા ચરમાવર્તવર્તી આત્માને અનુભવવા મળે છે-તે સમજી શકાય છે. ચરમાવર્તમાં મુક્યàષે, મનોરથથી ઉત્પન્ન થયેલા સુખનો સ્વાદ લેતી વખતે પીડાના બદલે અનુરાગ વધે એમાં આશ્ચર્ય નથી. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિની કલ્પના પણ અત્યંત spo+ 00000000000000 orolorolo#donoooooooooooot Page #59 -------------------------------------------------------------------------- ________________ રમણીય છે. આજનો આપણો પુરુષાર્થ તમૂલક છે. મેળવ્યું કેટલું અને મળવાનું છે કેટલું : એનો વિચાર કરીએ તો સમજાશે કે સુખ મળશે એની કલ્પનાથી વર્તમાનમાં આપણે સુખી છીએ. બાકી તો જે મળ્યું છે એમાં આનંદ નથી. પરંતુ ભવિષ્યમાં આનાથી સારું મળશે એની કલ્પનાથી જ આપણું જીવન ચાલ્યા કરે છે. સંસારમાં સુખ મળશે જએની ખાતરી નથી. અનંતજ્ઞાનીઓના કહેવા મુજબ એ નથી જ મળવાનું, છતાં પીડા પીડા ના લાગે અને અનુરાગ વધે તો પછી અનંતજ્ઞાનીઓના વચનથી ચરમાવર્તવર્તી આત્માને મોક્ષ મળશે જ એની ખાતરી હોય તો તેને ભય કેવી રીતે હોય ? પીડા શાથી હોય ? અનુરાગ કેમ ન હોય છે. ૧૩-૨લા. ચરમાવર્તવર્તી આત્માને પીડાના બદલે અનુષ્ઠાનનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છેप्रसन्नं क्रियते चेतः, श्रद्धयोत्पन्नया ततः । मलोज्झितं हि कतकक्षोदेन सलिलं यथा ॥१३-३०॥ કતચૂર્ણથી મલરહિત બનેલા સ્વચ્છ જળની જેમ પ્રાપ્ત થયેલી શ્રદ્ધાથી તે તે અનુષ્ઠાન દ્વારા ચિત્ત પ્રસન્ન કરાય છે.” આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો - ૫૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ આશય સ્પષ્ટ છે કે ચરમાવર્ત્તકાળમાં મુખ્ત્યદ્વેષથી ભવિષ્યમાં મોક્ષપ્રાપ્તિનો નિર્ણય થવાથી તે તે સમયે કરાતી ઉચિત પ્રવૃત્તિમાં પીડાનો અનુભવ થતો ન હોવાથી અને તેમાં અનુરાગ થતો હોવાથી ચિત્ત પ્રસન્ન બને છે. ગમે તેટલું અશુદ્ધ પાણી હોય તોપણ તકચૂર્ણથી જેમ તે મલરહિત-નિર્મળ બને છે, તેવી રીતે અનુષ્ઠાનના રાગથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધાના કારણે ચિત્ત પ્રસન્ન થાય છે. અનુષ્ઠાનની અનુષ્ઠાનતાનું પ્રથમ ચિહ્ન જ એ છે. ચિત્તની પ્રસન્નતા-નિર્મળતા અનુષ્ઠાનમાત્રનું સાક્ષાત્ ફળ છે. અનુષ્ઠાન વાસ્તવિક છે કે નહિ : એ ચિત્તપ્રસન્નતા સ્વરૂપ ફળથી સમજી શકાય છે. ચિત્તપ્રસન્નતા એ પૂજનાદિ અનુષ્ઠાનનું ફળ છે. એના બદલે લોકો એમ માને છે કે ચિત્ત પ્રસન્ન હોય તો અનુષ્ઠાન થઈ શકે. ચિત્ત પ્રસન્ન ન હોય તો અનુષ્ઠાન ન થાય અને કરીએ તો તેનું ફળ ન મળે... ઈત્યાદિ કહેવું બરાબર નથી. ચિત્તની પ્રસન્નતા એ કાર્ય છે અને અનુષ્ઠાન તેનું કારણ છે. અનુષ્ઠાન વાસ્તવિક હોય તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ સુનિશ્ચિત છે. નિશ્ચિત મોક્ષની પ્રાપ્તિથી અનુષ્ઠાન પીડાકારક પ્રતીત થતું નથી. અનુષ્ઠાન વખતે પીડા અનુભવાતી હોવા છતાં અનુષ્ઠાનથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારી સિદ્ધિની કલ્પના પીડાને પીડા માનવા દેતી નથી, જેથી ચિત્ત પ્રસન્ન બને છે. dot આપણા ચાલુ વ્યવહારમાં પણ સામાન્ય કક્ષાની yogy ૫૩ OOOOOO dordoadoc Page #61 -------------------------------------------------------------------------- ________________ પણ પરમ ઈષ્ટ વસ્તુ ભવિષ્યમાં પ્રાપ્ત થવાની છે એના નિશ્ચયથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. રોગીને ‘ડૉક્ટર આવ્યા એટલું સાંભળવામાત્રથી ચિત્તની પ્રસન્નતા કેટલી પ્રાપ્ત થતી હોય છે : એ આપણા અનુભવની વાત છે. હજુ તો ડૉક્ટર આવ્યા છે, રોગનું નિદાન ક્યું નથી, દવા આપી નથી, દવા લીધી નથી અને રોગ ગયો નથી; પરંતુ “રોગ જશે’-એવી કલ્પનાથી પણ રોગી પ્રસન્નતાને અનુભવે છે. અહીં તો રોગ જશે જ અને સારું થઈ જ જશે એની ખાતરી નથી. સંભવ છે કે રોગ અસાધ્ય પણ હોય અને તેથી રોગના બદલે રોગીને જવું પડે. આમ છતાં રોગ જશે-એ કલ્પના જ કેટલી આનંદપ્રદ છે !. આવાં તો કંઈ કેટલાંય દષ્ટાંતો આપણા વર્તમાન જીવનમાં આપણે દરરોજ અનુભવતા હોઈએ છીએ. એ અનુભવથી સમજી શકાશે કે ચરમાવર્તવત્ત જનોને મુત્યષથી ઉત્પન્ન થયેલા સદનુષ્ઠાનના રાગના કારણે શ્રદ્ધા પ્રાપ્ત થવાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. કારણ કે ભવિષ્યમાં તેમને ચોક્કસ જ મોક્ષ મળશે : એનો નિર્ણય થયો હોય છે. શરીરના રોગની જેમ ભવના રોગની(ભવસ્વરૂપ રોગની) ભયંકરતા અનુભવાય તો ગમે તેવા કષ્ટમાં પણ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે.... ઈત્યાદિ સ્થિર ચિત્તે વિચારવું જોઈએ. ૧૩-૩૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ ચિત્તપ્રસન્નતાથી પ્રાપ્ત થતાં ફળને જણાવાય છેवीर्योल्लासस्ततश्च स्यात्ततः स्मृतिरनुत्तरा । ત: સમાહિત ચેતા, ધૈર્યમવ્યવસ્વ રૂ-રૂશા ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ઉપર જણાવ્યા મુજબ જે ચિત્ત પ્રસન્ન થાય છે; “તેથી વર્ષોલ્લાસ વધે છે, તેથી અનુત્તર સ્મૃતિ પ્રાપ્ત થાય છે, તેથી સમાધિયુક્ત ચિત્ત સ્થિરતાનું અવલંબન કરે છે.”-આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ધર્માનુષ્ઠાનથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી ઉત્તરોત્તર વર્ષોલ્લાસની વૃદ્ધિ થાય છે. અભ્યસ્ત થયેલી ક્લિાઓ કરતી વખતે લગભગ કષ્ટનો અનુભવ ન થવાથી તે ક્રિયાઓ ખૂબ જ સહજ રીતે થતી હોય છે. તેથી ઉત્તરોત્તર વીર્ય(ઉત્સાહ-પ્રયત્ન-બળ) ઉલ્લસિત બને છે, જેને લઈને અનુત્તર-શ્રેષ્ઠ એવી સ્મૃતિ પ્રાપ્ત થતી હોય છે. જે ફળને ઉદ્દેશીને આપણે ક્લિાઓ કરતા હોઈએ છીએ એ ફળની સિદ્ધિ માટે સ્મૃતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાધન છે. “મારે શું કરવાનું છે; અત્યાર સુધી મેં કેટલું કર્યું અને હવે કેટલું બાકી છે..' ઈત્યાદિની વિચારણા સ્વરૂપ જ અહીં સ્મૃતિ છે. આ સ્મૃતિ જ આત્માને ફળનું ભાજન બનાવે છે. ક્રિયાનો આરંભ કર્યા પછી કર્તવ્યની સ્મૃતિ ન હોય તો ફળ સુધી પહોંચવાનું શક્ય નથી. અનનુષ્ઠાનને Page #63 -------------------------------------------------------------------------- ________________ તહેતુ-અનુષ્ઠાનસ્વરૂપ બનાવવાનું કાર્ય, આ અનુત્તર સ્કૃતિનું છે. ફળના ઉદ્દેશથી શરૂ કરેલી ક્લિાઓમાં ફળનું જ સ્મરણ ન હોય : એ કેટલું વિચિત્ર છે-એ આપણે સમજી શકીએ છીએ. વર્તમાનમાં લગભગ આપણાં ધર્માનુષ્ઠાનો આવાં છે-એમ લાગ્યા વિના નહીં રહે. આ સ્મૃતિથી સમન્વિત ચિત્ત પરમસમાધિવાળું બને છે. કારણ કે કર્તવ્યનું જેને નિરંતર સ્મરણ છે, તેને દુઃખની કોઈ ગણતરી હોતી નથી અને સુખની પણ કોઈ ગણતરી હોતી નથી. ઈષ્ટ સ્થાને પહોંચવાના ઉદ્દેશથી નીકળ્યા પછી માર્ગમાં આવતાં દુઃખોને ગણકાર્યા વિના અને માર્ગમાં આવતાં સુખોનાં સ્થાનોની સામે પણ જોયા વિના માર્ગગામી આત્માઓ મજેથી ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. તેથી જ તેઓ માર્ગમાં પણ સ્થિર રહે છે. પ્રાપ્ત થતાં દુ:ખ કે સુખને વિચારવાથી માર્ગમાં સ્થિરતા મળતી નથી. ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ અટકી જાય કે વિલંબમાં મુકાય.” એવું તો કોઈ ન કરે ! આવી જ રીતે મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા આત્માઓનું ચિત્ત પ્રસન્ન હોવાથી સમાહિત(સમાધિથી પૂર્ણ) હોય છે. ગમે તેટલાં પરીષહાદિ કષ્ટો આવે તો ય તેને તે આત્માઓ ગણકારતા નથી તેમ જ પુણ્યના ઉદયથી ગમે તેટલાં સુખો મળે તો ય તેની સામે જોતા પણ નથી અને ગંતવ્ય માર્ગે અવિરતપણે ચાલ્યા જ કરે છે, તે તેમના ચિત્તની સ્થિરતાનું CHOOH OH OH OH OH OH OH OH OH OH OH OH OH OH OH CHO Page #64 -------------------------------------------------------------------------- ________________ અવલંબન છે... ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ન છે જે પ્રકૃતાર્થના નિરૂપણનું સમાપન કરાય છે ૫૧૩-૩૧૫૫ अधिकारित्वमित्थं चापुनर्बन्धकतादिना । मुक्त्यद्वेषक्रमेण स्यात्, परमानन्दकारणम् ॥१३-३२॥ “આ રીતે અપુનર્બન્ધતાદિ વડે મુક્ત્યદ્વેષના ક્રમે પરમાનંદના કારણભૂત એવી અધિકારિતાની પ્રાપ્તિ થાય છે.'' આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગનું અધિકારિત્વ છે. ગુરુદેવાદિપૂજાસ્વરૂપ યોગની પૂર્વસેવા છે. અપુનર્બન્ધકદશાને પામેલા આત્માઓની એ યોગની પૂર્વસેવા ન્યાય્યકોટિની બને છે. એની પૂર્વેની યોગની પૂર્વસેવા વિવક્ષિત ફળનું કારણ બનતી નથી. યોગબિંદુમાં અસ્વૈવા... III આ શ્લોકથી જણાવ્યું છે કે અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓને ગુરુદેવાદિપૂજા વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવા મુખ્ય(ઉપચારથી રહિત)-તાત્ત્વિક હોય છે અને બીજા આત્માઓને તે અતાત્ત્વિક હોય છે. - કહેવાનું તાત્પર્ય એ છે કે મુખ્ત્યદ્વેષ તો સામાન્ય રીતે અભવ્યોના આત્માઓને પણ હોય છે. પરંતુ અપુનર્બન્ધક અવસ્થા અભવ્યોને પ્રાપ્ત થતી નથી. ક્યારે ય ૫૭ blood Page #65 -------------------------------------------------------------------------- ________________ તેઓ એ અવસ્થાને પામવાના નથી. તેથી અહીં યોગની પૂર્વસેવાના અંગભૂત મુત્યષ સદનુષ્ઠાનના રાગના જનક તરીકે વિવક્ષિત છે. તેવો મુત્યષ અપુનર્બન્ધદશાને પામ્યા વિના પ્રાપ્ત થતો નથી. અપુનર્બન્ધાવસ્થાની પૂર્વેના મુત્યષથી યોગની પૂર્વસેવા ઉપચારવાળી(ઔપચારિક) હોય છે. માટે એ મુત્યષની વિચારણા કરી નથી. આથી સમજી શકાશે કે અહીં અપુનર્બન્ધકદશા પછીના મુત્યદ્વેષનું વર્ણન કર્યું છે. તેની પૂર્વેના મુત્યદ્વેષનું વર્ણન અહીં પ્રસ્તુત નથી. યોગની પૂર્વસેવાના અભૂત મુત્યદ્વેષનું જ અહીં મુખ્યપણે વર્ણન કર્યું છે, જેથી પરમાનંદપદની પ્રાપ્તિની અધિકારિતા પ્રાપ્ત થાય છે. પરમાનંદપદની પ્રાપ્તિની યોગ્યતાની પ્રાપ્તિ થવી એ પણ એક, યોગમાર્ગમાં મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિ જ આત્માને સિદ્ધપદની પ્રાપ્તિ કરાવે છે. અંતે એવી યોગ્યતાને પ્રાપ્ત કરવા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૧૩-૩રા. अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका ॥ Page #66 -------------------------------------------------------------------------- _