________________
અને યોગની પૂર્વસેવાને પણ પ્રાપ્ત ન કરાવે તેનું મહત્ત્વ ન જ હોય એ યાદ રાખવું જોઈએ. વર્તમાનમાં સંસારના સુખ માટે ધર્મ કરવાનો ઉપદેશનું પ્રવચનો અને પુસ્તકો દ્વારા શિકાર અપાય છે. તે કેટલું ઉચિત છે એનો પૂરતો ખ્યાલ આ બત્રીશીના અધ્યયનથી આવે છે.
સદનુષ્ઠાનના રાગનું જે કારણ બને છે તે મુત્યષનું પ્રાધાન્ય વર્ણવીને પાંચ અનુષ્ઠાનોનું સ્પષ્ટ વર્ણન અહીં કરાયું છે. ચરમાવર્ત અને અચરમાવર્ત કાળમાં રહેલા તે તે કર્તાઓની ભિન્નતાએ એક જ અનુષ્ઠાનના આશયભેદે પાંચ પાંચ પ્રકાર પડે છે. તેમાંનાં વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન : આ ત્રણેય અનુષ્ઠાનો અસદનુષ્ઠાન છે. માત્ર તહેતુ અનુષ્ઠાન તથા અમૃતાનુષ્ઠાન આ બે જ અનુષ્ઠાન સદનુષ્ઠાન છે. અચરમાવર્તકાળમાં નિયમે કરી અસદનુષ્ઠાન જ હોય છે. છેલ્લાં બે સદનુષ્ઠાન ચરમાવર્તકાળમાં જ હોય છે : આ પ્રમાણે પાંચેય અનુષ્ઠાનો ચરમાવર્તકાળમાં હોઈ શકે છે. “ચરમાવર્તકાળમાં છેલ્લાં બે જ અનુષ્ઠાનો હોય છે - આ પ્રમાણેની પ્રરૂપણા શાસ્ત્રાનુસારિણી નથી.
ચરમાવર્તકાળમાં પણ ધર્મની પ્રારંભકાળની અવસ્થામાં મુત્યષમાત્રથી સદનુષ્ઠાનનો રાગ ઉત્પન્ન થતો નથી. પરંતુ સંસારના સુખની ઈચ્છા બાધિત થાય તો તેથી મુત્યદ્વેષને લઈને સદનુષ્ઠાનની પ્રત્યે રાગ જન્મે છે. એ સુખની ઈચ્છા પૂ. ગુરુદેવશ્રીની પ્રજ્ઞાપનાથી બાધિત થતી હોય છે. જો કોઈ પણ સંયોગમાં આ ફલેચ્છા(ઈહલૌકિકાદિલેચ્છા) બાધિત ન બને તો મુત્યષથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ નહીં થાય. આ રીતે મુત્યદ્વેષની પ્રધાનતા સદનુષ્ઠાનના રાગના હેતુસ્વરૂપે છે, એ સ્પષ્ટ છે. તેથી કોઈ આત્માએ સંસારસુખ માટે ધર્મ કર્યા પછી પૂ. ગુરુદેવાદિના ઉપદેશથી એ ઈચ્છા બાધિત