________________
થવાથી તે આત્માને સદનુષ્ઠાનની પ્રાપ્તિ થતી હોય છે. તેમ જ કોઈ કોઈને સદનુષ્ઠાનના રાગના અભાવે મુત્યષ હોવા છતાં તે તે ક્રિયાઓથી ભવભ્રમણ અટકતું નથી.... ઈત્યાદિ વસ્તુઓનું વર્ણન કરીને છેલ્લા આઠ લોકોથી મુત્યષનો મહિમા વર્ણવ્યો છે.
શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી બધી ક્લિાઓને ફલપ્રદાયિની બનાવવાનું કાર્ય મુત્યષ કરે છે. કારણ કે એના અભાવમાં કોઈ પણ ક્રિયા પોતાના ફળને પ્રાપ્ત કરાવી શકતી નથી. અત્યાર સુધી અતત્ત્વનો જે આગ્રહ હતો તેની નિવૃત્તિ થવાથી મનની વિશુદ્ધિ દ્વારા મુત્યદ્વેષથી શુભ ભાવની ધારા પ્રગટે છે. મુક્તિની પ્રાપ્તિ નજીકમાં જ હોવાથી મુમુક્ષુ જનોને કોઈ જ ભય નથી. આથી મુત્યષને લઈને મન આનંદથી પરિપૂર્ણ બને છે, ક્રિયામાં સહેજ પણ પીડાને અનુભવ્યા વિના ખૂબ જ રકત બને છે અને સતત કર્તવ્યશેષની સ્મૃતિથી ચિત્ત સમન્વિત બને છે-આ બધાં લક્ષણો મુત્યદ્વેષનાં છે. એનો વિચાર કરવાથી આપણને મુક્તિ પ્રત્યે અદ્વેષ છે કે નહિ તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે... અંતે કોઈ પણ રીતે મુત્યષને પ્રાપ્ત કરી યોગની યોગ્યતાને પ્રાપ્ત કરવા આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા..
આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
નૂતન ઉપાશ્રય-છાપરીયા શેરી સુરત : શ્રા.સુ. ૧૧ વિ.સં. ૨૦૫૮