________________
જ કારણ બની શકે છે કે જ્યારે તે મુત્યદ્વેષથી સહિત હોય છે. અભવ્યોના આત્માઓ તેમ જ અચરમાવર્તવર્તી ભવ્યાત્માઓ શુદ્ધ શ્રમણપણાની ક્રિયાઓ દ્વારા નવમા રૈવેયકનાં સુખો પામે છે, તેમાં પણ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ જ મુખ્ય છે. માત્ર શુદ્ધ દ્રવ્યથામણ્યક્રિયાઓ તેમાં કારણ નથી. દુષ્ટ રીતે ગ્રહણ કરેલા અગ્નિ, શસ્ત્ર અને સર્પ જેમ મારક બને છે, તેમ સંસારના સુખની ઈચ્છાથી કરેલી તે તે દ્રવ્યશ્રામણ્ય-ક્રિયા પણ તે અભવ્યાદિના આત્માઓ માટે દુષ્ટ બને છે. એવી ક્ષિાઓને કોઈએ પણ કરવાયોગ્ય ગણી નથી. જેમાં મુત્યષનું પ્રાધાન્ય છે; એવી ક્રિયાને સંસારસુખ માટે ગ્રંથકારશ્રીએ કરવાનું જણાવ્યું નથી. પરંતુ તેને ઉપર જણાવ્યા મુજબ અગ્નિ, શસ્ત્ર અને સર્પ વગેરેની જેમ મહાભયંકર વર્ણવી છે. માત્ર આવી ક્રિયાઓથી પ્રાપ્ત થનારા લાભ, ખ્યાતિ કે દેવલોકનાં સુખાદિ પ્રત્યે નજર રાખી એ માટે ધર્મ કરવાનું ઉચિત નથી. તેમ જ એ માટે ધર્મનો ઉપદેશ કરવાનું પણ ઉચિત નથી.
આ બત્રીશીના વાંચનાદિથી સ્પષ્ટપણે સમજાશે કે મુક્તિ પ્રત્યેનો અષસામાન્ય મુખ્ય તરીકે ઈષ્ટ નથી. તહેતુ અનુષ્ઠાન(સદનુષ્ઠાન)ના રાગનો પ્રયોજક જે મુત્યુષ છે, તે વિશેષ જ મુત્યદ્વેષ પ્રધાન છે. કારણ કે અભવ્યાદિના આત્માઓને પણ મુત્સદ્દેષ હોવા છતાં તેમને યોગની પૂર્વસેવા પણ પ્રાપ્ત થતી નથી. અનંતી વાર મુત્સદ્વેષાદિથી રૈવેયકનાં સુખોને પ્રાપ્ત કરનારા, એક વાર પણ યોગની પૂર્વસેવા પામી શકતા નથી. આથી સમજી શકાશે કે એવા મુત્યદ્વેષનું કોઈ જ મહત્ત્વ નથી. તેમના દ્રવ્યથામણ્યની ક્રિયાનું તો કોઈ જ મહત્ત્વ નથી પરંતુ તેમના મુત્યષનું પણ કોઈ જ મહત્ત્વ નથી. માત્ર સંસારનાં સુખોની પ્રાપ્તિ કરાવે