________________
બાધ્ય એવી ફળની ઈચ્છા પણ સદનુષ્ઠાનના રાગને કરાવનારી છે. ફળની અપેક્ષાને બાધ્ય બનાવવાનું ઉપદેશથી શક્ય છે અને એ માટે મુત્સદ્વેષની અપેક્ષા છે”-આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શરૂ શરૂમાં ધર્મ કરતી વખતે તે તે જીવોને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સ્વર્ગ વગેરે ફળની અપેક્ષા હોય એ બનવાજોગ છે. ધર્મની પ્રારંભાવસ્થામાં માત્ર મોક્ષની જ ઈચ્છાથી અથવા તો નિરપેક્ષપણે ધર્માનુષ્ઠાન શક્ય બને જ એવો નિયમ નથી. પરંતુ આવા જીવોની તે વખતની સૌભાગ્યાદિ ફળની ઈચ્છાને પૂ. ગીતાર્થ ઉપદેશક મહાત્માઓ તેવા પ્રકારના ઉપદેશથી બાધિત કરી શકે છે. તેથી એ ફલાપેક્ષાને બાધ્ય એટલે કે બાધનીયસ્વભાવવાળી કહેવાય છે.
એવી બાધનીયસ્વભાવવાળી ફળની ઈચ્છા પણ સદનુષ્ઠાનના રાગનું કારણ બને છે. ફલેચ્છાને બાધિત કરવાનું ઉપદેશથી શક્ય બને છે. પૂ. ગીતાર્થ ધર્મોપદેશક મહાત્માઓનાં પરમતારક વચનોથી સંસારની ભયંકરતા, વિષયોની વિપાકવિરસતા અને સુખની ક્ષણિકતાદિની પ્રતીતિ થવાથી ધર્માત્માઓ ફળની ઈચ્છાને પૂર્ણ કરવાના બદલે તે તે ઈચ્છાઓથી જ વિરામ પામે છે. આવી બાધનીયસ્વભાવવાળી ફલેચ્છા મુક્તિ પ્રત્યેના અષથી
Ö40d0dc0d6wood S
o0Ø000000000000%