________________
તેઓ એ અવસ્થાને પામવાના નથી. તેથી અહીં યોગની પૂર્વસેવાના અંગભૂત મુત્યષ સદનુષ્ઠાનના રાગના જનક તરીકે વિવક્ષિત છે. તેવો મુત્યષ અપુનર્બન્ધદશાને પામ્યા વિના પ્રાપ્ત થતો નથી. અપુનર્બન્ધાવસ્થાની પૂર્વેના મુત્યષથી યોગની પૂર્વસેવા ઉપચારવાળી(ઔપચારિક) હોય છે. માટે એ મુત્યષની વિચારણા કરી નથી. આથી સમજી શકાશે કે અહીં અપુનર્બન્ધકદશા પછીના મુત્યદ્વેષનું વર્ણન કર્યું છે. તેની પૂર્વેના મુત્યદ્વેષનું વર્ણન અહીં પ્રસ્તુત નથી. યોગની પૂર્વસેવાના અભૂત મુત્યદ્વેષનું જ અહીં મુખ્યપણે વર્ણન કર્યું છે, જેથી પરમાનંદપદની પ્રાપ્તિની અધિકારિતા પ્રાપ્ત થાય છે.
પરમાનંદપદની પ્રાપ્તિની યોગ્યતાની પ્રાપ્તિ થવી એ પણ એક, યોગમાર્ગમાં મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિ જ આત્માને સિદ્ધપદની પ્રાપ્તિ કરાવે છે. અંતે એવી યોગ્યતાને પ્રાપ્ત કરવા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૧૩-૩રા.
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका ॥