________________
અવલંબન છે... ઈત્યાદિ સમજી લેવું જોઈએ.
ન છે જે પ્રકૃતાર્થના નિરૂપણનું સમાપન કરાય છે
૫૧૩-૩૧૫૫
अधिकारित्वमित्थं चापुनर्बन्धकतादिना । मुक्त्यद्वेषक्रमेण स्यात्, परमानन्दकारणम् ॥१३-३२॥
“આ રીતે અપુનર્બન્ધતાદિ વડે મુક્ત્યદ્વેષના ક્રમે પરમાનંદના કારણભૂત એવી અધિકારિતાની પ્રાપ્તિ થાય છે.'' આ પ્રમાણે બત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગનું અધિકારિત્વ છે. ગુરુદેવાદિપૂજાસ્વરૂપ યોગની પૂર્વસેવા છે. અપુનર્બન્ધકદશાને પામેલા આત્માઓની એ યોગની પૂર્વસેવા ન્યાય્યકોટિની બને છે. એની પૂર્વેની યોગની પૂર્વસેવા વિવક્ષિત ફળનું કારણ બનતી નથી. યોગબિંદુમાં અસ્વૈવા... III આ શ્લોકથી જણાવ્યું છે કે અપુનર્બન્ધદશાને પામેલા આત્માઓને ગુરુદેવાદિપૂજા વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવા મુખ્ય(ઉપચારથી રહિત)-તાત્ત્વિક હોય છે અને બીજા આત્માઓને તે અતાત્ત્વિક હોય છે.
-
કહેવાનું તાત્પર્ય એ છે કે મુખ્ત્યદ્વેષ તો સામાન્ય રીતે અભવ્યોના આત્માઓને પણ હોય છે. પરંતુ અપુનર્બન્ધક અવસ્થા અભવ્યોને પ્રાપ્ત થતી નથી. ક્યારે ય ૫૭
blood