________________
રમણીય છે. આજનો આપણો પુરુષાર્થ તમૂલક છે. મેળવ્યું કેટલું અને મળવાનું છે કેટલું : એનો વિચાર કરીએ તો સમજાશે કે સુખ મળશે એની કલ્પનાથી વર્તમાનમાં આપણે સુખી છીએ. બાકી તો જે મળ્યું છે એમાં આનંદ નથી. પરંતુ ભવિષ્યમાં આનાથી સારું મળશે એની કલ્પનાથી જ આપણું જીવન ચાલ્યા કરે છે. સંસારમાં સુખ મળશે જએની ખાતરી નથી. અનંતજ્ઞાનીઓના કહેવા મુજબ એ નથી જ મળવાનું, છતાં પીડા પીડા ના લાગે અને અનુરાગ વધે તો પછી અનંતજ્ઞાનીઓના વચનથી ચરમાવર્તવર્તી આત્માને મોક્ષ મળશે જ એની ખાતરી હોય તો તેને ભય કેવી રીતે હોય ? પીડા શાથી હોય ? અનુરાગ કેમ ન હોય છે. ૧૩-૨લા.
ચરમાવર્તવર્તી આત્માને પીડાના બદલે અનુષ્ઠાનનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છેप्रसन्नं क्रियते चेतः, श्रद्धयोत्पन्नया ततः । मलोज्झितं हि कतकक्षोदेन सलिलं यथा ॥१३-३०॥
કતચૂર્ણથી મલરહિત બનેલા સ્વચ્છ જળની જેમ પ્રાપ્ત થયેલી શ્રદ્ધાથી તે તે અનુષ્ઠાન દ્વારા ચિત્ત પ્રસન્ન કરાય છે.” આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો
-
૫૨