________________
નથી. પરંતુ ખરાબ પરિણામનું જ કારણ બને છે. દુષ્ટ રીતે ગ્રહણ કરેલા શસ્ત્રાદિ જેમ મારક બને છે તેમ દુષ્ટ રીતે (ભવની ઉત્કટ ઈચ્છા સ્વરૂપ દુષ્ટ આશયથી) ગ્રહણ કરાયેલ વ્રતનું પરિણામ પણ સારું આવતું નથી. ૧૩-રા
“ભવની ઉત્કટ ઈચ્છા સ્વરૂપ દુષ્ટ આશયથી પણ ગ્રહણ કરેલા શ્રમણપણાથી(મહાવ્રતોથી) કેટલાક જીવોને દેવલોકની પ્રાપ્તિ થઈ છે, તો દુગૃહીત વ્રતોની અસુંદરતા કઈ રીતે ?' આ શંકાનું સમાધાન કરાય છે
ग्रैवेयकाप्तिरप्यस्माद्, विपाकविरसाऽहिता । मुक्त्यद्वेषश्च तत्राऽपि, कारणं न क्रियैव हि ॥१३-३॥
આ મહાવ્રતોના દુર્ગથી કેટલાક જીવોને નવમા રૈવેયકની જે પ્રાપ્તિ થાય છે તે પરિણામે વિરસ છે અને અહિતને કરનારી છે. આ દેવલોકની પ્રાપ્તિમાં પણ મુત્યષ કારણ છે. માત્ર દ્રવ્યસાધુપણાની નિરવદ્ય ક્યિા કારણ નથી.'-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-કેટલીક વાર ચક્રવર્તી વગેરે દ્વારા શુદ્ધચારિત્રવંત સાધુમહાત્માને પૂજાતા જોઈને; “તેવી પૂજા મને પણ પ્રાપ્ત થાય'-આવી સ્પૃહા થવાથી તેમ જ તેવા પ્રકારના
booboooooooooooo
bઈન્ડodoxwoodocx