________________
બીજા કોઈ પણ પ્રયોજનના કારણે સમ્યગ્દર્શન જેમનું નષ્ટ થયું છે એવા કેટલાક આત્માઓને નવમા સૈવેયકની પ્રાપ્તિ પણ થાય છે. પરંતુ તે ઘણા બધા દુઃખના અનુબંધનું બીજ હોવાથી પરિણામમાં વિરસ હોય છે અને અનિષ્ટ બને છે. વાસ્તવિક રીતે ચોરીથી ઉપાર્જન કરેલી ઘણી બધી વિભૂતિની જેમ નવમા સૈવેયકની પ્રાપ્તિ હિતકારિણી નથી.
કેટલાક જીવોને આ રીતે નવમા રૈવેયકની જે પ્રાપ્તિ થાય છે, તેમાં પણ મુત્યષ કારણ છે, માત્ર અખંડ (નિરતિચાર) દ્રવ્યથામણ્યના પરિપાલન સ્વરૂપ ક્રિયા જ કારણ નથી. આ વાતને ફરમાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે “આ રીતે પૂજા વગેરેની સ્પૃહાથી પણ દ્રવ્યસાધુપણાના પરિપાલનમાં વાસ્તવિક રીતે મુક્તિ પ્રત્યે દ્વેષનો અભાવ હિતનું કારણ બને છે, દ્રવ્યક્રિયા માત્ર નહીં. કારણ કે એ મુત્યષને લઈને દ્રવ્યશ્રમણપણાને ધારણ કરનારા પણ નવમા રૈવેયકાદિની પ્રાપ્તિ સ્વરૂપ કલ્યાણના ભાજન બને છે.” આથી સમજી શકાશે કે મુક્તિ પ્રત્યેના અષના કારણે એવા આત્માઓને નવમા રૈવેયકની પ્રાપ્તિ થાય છે. તે ઉપર જણાવ્યા મુજબ વિપાકમાં(ફલત:) વિરસ હોવાથી અનિટ જ છે. તેથી દુગૃહીત મહાવ્રતોની અસુંદરતામાં કોઈ જ વિરોધ નથી. જેનું પરિણામ હિતકર નથી એવી ક્રિયા
do+do+do+ododdodo%
%%#dodo+dowC6d6doÚk