________________
‘દ્વેષાભાવના પ્રતિયોગી એવા દ્વેષના ઉત્કટત્વ અને અનુત્કટત્વના કારણે મુત્યદ્વેષમાં વિશેષ છે : આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉપેક્ષા હોય ત્યારે દ્વેષમાત્રનો વિયોગ થાય છે.’-આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો આશય એ છે કે મુક્તિ પ્રત્યેના દ્વેષના અભાવનો પ્રતિયોગી મુક્તિ પ્રત્યેનો દ્વેષ છે. જેનો અભાવ જણાવાય છે, તેને તે અભાવનો પ્રતિયોગી કહેવાય છે. અભવ્યોના આત્માઓને મોક્ષ પ્રત્યે ઉત્કટ દ્વેષ ન હોવા છતાં અનુટ દ્વેષ હોય છે અને ચરમાવર્ત્તવર્તી આત્માઓને અનુત્કટ પણ દ્વેષ હોતો નથી. તેથી અભવ્યોનું દેવપૂજાદિ અનુષ્ઠાન ઉત્કટદ્વેષાભાવપ્રયુક્ત હોય છે અને ચરમાવર્તવર્તી આત્માઓને તે અનુષ્ઠાન સર્વથા દ્વેષાભાવપ્રયુક્ત હોય છે. આથી અભવ્યોનું અનુષ્ઠાન તહેતુ મનાતું નથી અને બીજાઓનું તે અનુષ્ઠાન તહેતુ મનાય છે-આ પ્રમાણે માનવાથી કોઈ દોષ નથી. અભવ્યોના અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે અને ચરમાવર્ત્તવર્તી ભવ્યોના અનુષ્ઠાનને લઈને અવ્યામિ પણ નહીં આવે.
યદિપ એ રીતે દોષનું વારણ કરી શકાય છે, પરંતુ તે યોગ્ય નથી. કારણ કે અભવ્યોને મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોવાથી સર્વથા દ્વેષનો અભાવ હોય છે. તેથી તેમનું પણ
dordordbro
Goo666
૩૩
bidordordor
#dordoadoc