________________
થાય છે અને તેથી મોક્ષ તરફના ગમનમાં યોગની પૂર્વસેવા સ્વરૂપ ગુરુદેવાદિપૂજા વગેરે, સમ્યજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ કરાવવા દ્વારા અનુકૂળ બને છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હોય ત્યારે યોગની પૂર્વસેવા તેવા પ્રકારના ગુણનું કારણ બનતી નથી, એ સમજી શકાય છે. અહીં શ્લોકમાં “મહેપીના સ્થાને “મહાપાપ” આવો પાઠ હતો. પરંતુ યોગબિંદુ માં મહાપા” આવો પાઠ હોવાથી એ પાઠ રાખ્યો છે.
૧૩-છા
=
ભિન્ન ભિન્ન કર્તાને આશ્રયીને ગુરુદેવાદિપૂજનાદિ અનુષ્ઠાનોની ભિન્નતાને દષ્ટાંતપૂર્વક જણાવાય છેएकमेव ह्यनुष्ठानं, कर्तृभेदेन भिद्यते । सरुजेतरभेदेन, भोजनादिगतं यथा ॥१३-८॥
“રોગી અને રોગરહિત માણસને જેમ ભોજનસંબંધી વસ્તુ એક હોવા છતાં ભિન્ન ફળને આપનારી હોવાથી ભિન્ન મનાય છે તેમ એકસરખું પણ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન મનાય છે.”-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવતાપૂજાદિ એક જ અનુષ્ઠાન; ચરમાવર્સમાં આવેલા કર્તા વડે અને ચરમાવર્તથી
d0d6d6ÖoÖoÖoÖoÖÓ
'
ÖoÖoÖ+do+dc+dobox