________________
પણ પરમ ઈષ્ટ વસ્તુ ભવિષ્યમાં પ્રાપ્ત થવાની છે એના નિશ્ચયથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. રોગીને ‘ડૉક્ટર આવ્યા એટલું સાંભળવામાત્રથી ચિત્તની પ્રસન્નતા કેટલી પ્રાપ્ત થતી હોય છે : એ આપણા અનુભવની વાત છે. હજુ તો ડૉક્ટર આવ્યા છે, રોગનું નિદાન ક્યું નથી, દવા આપી નથી, દવા લીધી નથી અને રોગ ગયો નથી; પરંતુ “રોગ જશે’-એવી કલ્પનાથી પણ રોગી પ્રસન્નતાને અનુભવે છે. અહીં તો રોગ જશે જ અને સારું થઈ જ જશે એની ખાતરી નથી. સંભવ છે કે રોગ અસાધ્ય પણ હોય અને તેથી રોગના બદલે રોગીને જવું પડે. આમ છતાં રોગ જશે-એ કલ્પના જ કેટલી આનંદપ્રદ છે !. આવાં તો કંઈ કેટલાંય દષ્ટાંતો આપણા વર્તમાન જીવનમાં આપણે દરરોજ અનુભવતા હોઈએ છીએ. એ અનુભવથી સમજી શકાશે કે ચરમાવર્તવત્ત જનોને મુત્યષથી ઉત્પન્ન થયેલા સદનુષ્ઠાનના રાગના કારણે શ્રદ્ધા પ્રાપ્ત થવાથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. કારણ કે ભવિષ્યમાં તેમને ચોક્કસ જ મોક્ષ મળશે : એનો નિર્ણય થયો હોય છે. શરીરના રોગની જેમ ભવના રોગની(ભવસ્વરૂપ રોગની) ભયંકરતા અનુભવાય તો ગમે તેવા કષ્ટમાં પણ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે.... ઈત્યાદિ સ્થિર ચિત્તે વિચારવું જોઈએ. ૧૩-૩૦