________________
શ્લોકનો અર્થ છે. આશય એ છે કે-ઉપર જણાવ્યા મુજબ અભવ્યોના આત્માઓને મુત્યષ હોય છે તેમ જ તેઓ નવ પૂર્વ સુધીનું અધ્યયન પણ કરતા હોવાથી મોક્ષપ્રતિપાદક શાસ્ત્રનું શ્રવણ પણ કરે છે, તો તેમની ફલેચ્છા બાધ્ય કેમ થતી નથી ?-આ શંકાનું સમાધાન બાવીશમાં શ્લોથી કરાય છે.
એનું તાત્પર્ય એ છે કે-અબાધ્ય એવી ફળની ઈચ્છા, મોક્ષનિરૂપક શાસ્ત્રશ્રવણનો ઘાત કરનારી અર્થ એ પુણ્યશ્રવણથી જે ફળ પ્રાપ્ત થતું હોય છે તે ફળનો પ્રતિબંધ કરનારી હોય છે. આવી અબાધ્ય ફલેચ્છા હોય ત્યારે તેવી ઈચ્છાવાળા જીવોને જ્યારે જ્યારે મોક્ષના શાસ્ત્રનું શ્રવણ કરવાનો પ્રસંગ આવે ત્યારે તે વિષયમાં વિરુદ્ધત્વની બુદ્ધિ થતી હોવાથી તે શાસ્ત્રનું શ્રવણ સ્વરસથી થતું નથી. પોતાના ઈષ્ટમાં વ્યાઘાત ન થાય એ માટે તે કરવું પડે છે. તેથી અબાધ્ય એવી ફળની ઈચ્છાથી મોક્ષાર્થશ્રવણનો ઘાત થાય છે. કારણ કે એ શ્રવણ મોક્ષ માટે થતું નથી.
આથી સમજી શકાય છે કે અબાધ્ય ફલેચ્છાથી અન્ય(બાધ્ય) ફલેચ્છા હોય ત્યારે મુત્યદ્વેષ હોતે છતે સમુચિતયોગ્યતાથી મોક્ષ માટે સ્વારસિક શાશ્રવણ થાય છે, જેથી બુદ્ધિ માર્ગોનુસારિણી બને છે. સમ્યજ્ઞાનદર્શન
3000$0000000000000
0 00006xdvdo3xdd0044