________________
અનુષ્ઠાનોને જે નિષ્ફળ-મિથ્યા તરીકે વર્ણવ્યાં છે તે મોક્ષસ્વરૂપ ફળની અપેક્ષાએ વર્ણવ્યાં છે. આ વાત ધર્માનુષ્ઠાન કરનારે ક્યારે પણ ભૂલવી ના જોઈએ. ધર્મનું ફળ મોક્ષ જ હોય : એ સમજી શકાય છે. સંસારનું સુખ મળે કે ન પણ મળે! પરંતુ એથી ધર્માત્માને કશો જ ફરક પડતો નથી. જેને મોક્ષમાં જ જવું છે અને સંસારમાં રહેવું નથી તેને સંસારમાં શું મળ્યું અને શું ના મળ્યું-એની ચિંતા ન હોય તે સમજી શકાય છે. એવી ચિંતા કરવાથી આરાધેલો ધર્મ મોક્ષસાધક બનતો નથી. તેથી વિષાદિ ત્રણ અનુષ્ઠાનોને અહીં મિથ્યા તરીકે વર્ણવ્યાં છે અને છેલ્લાં બે અનુષ્ઠાનોને સાચાં તરીકે વર્ણવ્યાં છે. કારણ કે તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભવનો અભિષ્ય અને અનાભોગ મોક્ષપ્રાપ્તિ માટે પ્રતિબંધક છે. I૧૩-૯ો.
ભવાભિષ્ય અને અનાભોગનું સ્વરૂપ વર્ણવાય છેइहामुत्र फलापेक्षा, भवाभिष्वङ्ग उच्यते । क्रियोचितस्य भावस्यानाभोगस्त्वतिलङ्घनम् ॥१३-१०॥
“આ લોક અને પરલોક સંબંધી ફળની અપેક્ષાને ભવાભિષ્ય કહેવાય છે અને ક્રિયાને ઉચિત એવા ભાવના
d0d6Üowdo+o+doddodo
sdowCodowoo#doddબ