________________
તત્ત્વ છે' આવી શ્રદ્ધાથી જે અનુષ્ઠાન થાય છે, તેને અમૃત-અનુષ્ઠાન કહેવાય છે. કારણ કે તે અનુષ્ઠાન, જ્યાં તે મરણનો સર્વથા અભાવ છે એવા અમરણસ્વરૂપ મોક્ષનું કારણ બને છે. યોગબિંદુમાં અમૃત-અનુષ્ઠાનનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-“શ્રી જિનેશ્વરભગવંતોએ ઉપદેશ્યું છે : એમ સમજીને મોક્ષની તીવ્ર અભિલાષાથી પરમશ્રદ્ધાપૂર્વક જે અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનને શ્રી ગૌતમાદિ મહામુનિઓ અમૃત-અનુષ્ઠાન કહે છે.”. I૧૩-૧૩॥
મેવ... ઈત્યાદિ શ્લોકથી(આઠમા શ્લોકથી) જણાવેલી વાતનો ઉપસંહાર(સમાપન) કરાય છે
चरमे पुद्गलावर्त्ते, तदेवं कर्तृभेदतः । सिद्धमन्यादृशं सर्वं, गुरुदेवादिपूजनम् ||१३-१४।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે આ પૂર્વે આઠમા શ્લોકથી કર્તાના ભેદથી અનુષ્ઠાનમાં ભેદ છે તે જણાવ્યું હતું. એના સમર્થનમાં વિષાનુષ્ઠાનાદિ પાંચ પ્રકાર, દરેક અનુષ્ઠાનના જણાવ્યા. તેથી આ શ્લોકથી કર્તાના ભેદે અનુષ્ઠાનોનો ભેદ સિદ્ધ છે એ જણાવીને નિગમન કરાય છે. દરેક અનુષ્ઠાનો પાંચ પ્રકારનાં છે એ સિદ્ધ થયે છતે;
dordorobadoro
૨૫
C
Cook