Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ ચિત્તપ્રસન્નતાથી પ્રાપ્ત થતાં ફળને જણાવાય છેवीर्योल्लासस्ततश्च स्यात्ततः स्मृतिरनुत्तरा । ત: સમાહિત ચેતા, ધૈર્યમવ્યવસ્વ રૂ-રૂશા ઉત્પન્ન થયેલી શ્રદ્ધાથી ઉપર જણાવ્યા મુજબ જે ચિત્ત પ્રસન્ન થાય છે; “તેથી વર્ષોલ્લાસ વધે છે, તેથી અનુત્તર સ્મૃતિ પ્રાપ્ત થાય છે, તેથી સમાધિયુક્ત ચિત્ત સ્થિરતાનું અવલંબન કરે છે.”-આ પ્રમાણે એકત્રીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ધર્માનુષ્ઠાનથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થવાથી ઉત્તરોત્તર વર્ષોલ્લાસની વૃદ્ધિ થાય છે. અભ્યસ્ત થયેલી ક્લિાઓ કરતી વખતે લગભગ કષ્ટનો અનુભવ ન થવાથી તે ક્રિયાઓ ખૂબ જ સહજ રીતે થતી હોય છે. તેથી ઉત્તરોત્તર વીર્ય(ઉત્સાહ-પ્રયત્ન-બળ) ઉલ્લસિત બને છે, જેને લઈને અનુત્તર-શ્રેષ્ઠ એવી સ્મૃતિ પ્રાપ્ત થતી હોય છે. જે ફળને ઉદ્દેશીને આપણે ક્લિાઓ કરતા હોઈએ છીએ એ ફળની સિદ્ધિ માટે સ્મૃતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાધન છે. “મારે શું કરવાનું છે; અત્યાર સુધી મેં કેટલું કર્યું અને હવે કેટલું બાકી છે..' ઈત્યાદિની વિચારણા સ્વરૂપ જ અહીં સ્મૃતિ છે. આ સ્મૃતિ જ આત્માને ફળનું ભાજન બનાવે છે. ક્રિયાનો આરંભ કર્યા પછી કર્તવ્યની સ્મૃતિ ન હોય તો ફળ સુધી પહોંચવાનું શક્ય નથી. અનનુષ્ઠાનને

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66