Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ તહેતુ-અનુષ્ઠાનસ્વરૂપ બનાવવાનું કાર્ય, આ અનુત્તર સ્કૃતિનું છે. ફળના ઉદ્દેશથી શરૂ કરેલી ક્લિાઓમાં ફળનું જ સ્મરણ ન હોય : એ કેટલું વિચિત્ર છે-એ આપણે સમજી શકીએ છીએ. વર્તમાનમાં લગભગ આપણાં ધર્માનુષ્ઠાનો આવાં છે-એમ લાગ્યા વિના નહીં રહે. આ સ્મૃતિથી સમન્વિત ચિત્ત પરમસમાધિવાળું બને છે. કારણ કે કર્તવ્યનું જેને નિરંતર સ્મરણ છે, તેને દુઃખની કોઈ ગણતરી હોતી નથી અને સુખની પણ કોઈ ગણતરી હોતી નથી. ઈષ્ટ સ્થાને પહોંચવાના ઉદ્દેશથી નીકળ્યા પછી માર્ગમાં આવતાં દુઃખોને ગણકાર્યા વિના અને માર્ગમાં આવતાં સુખોનાં સ્થાનોની સામે પણ જોયા વિના માર્ગગામી આત્માઓ મજેથી ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. તેથી જ તેઓ માર્ગમાં પણ સ્થિર રહે છે. પ્રાપ્ત થતાં દુ:ખ કે સુખને વિચારવાથી માર્ગમાં સ્થિરતા મળતી નથી. ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ અટકી જાય કે વિલંબમાં મુકાય.” એવું તો કોઈ ન કરે ! આવી જ રીતે મોક્ષમાર્ગે પ્રયાણ કરનારા આત્માઓનું ચિત્ત પ્રસન્ન હોવાથી સમાહિત(સમાધિથી પૂર્ણ) હોય છે. ગમે તેટલાં પરીષહાદિ કષ્ટો આવે તો ય તેને તે આત્માઓ ગણકારતા નથી તેમ જ પુણ્યના ઉદયથી ગમે તેટલાં સુખો મળે તો ય તેની સામે જોતા પણ નથી અને ગંતવ્ય માર્ગે અવિરતપણે ચાલ્યા જ કરે છે, તે તેમના ચિત્તની સ્થિરતાનું CHOOH OH OH OH OH OH OH OH OH OH OH OH OH OH OH CHO

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66