Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ આશય સ્પષ્ટ છે કે ચરમાવર્ત્તકાળમાં મુખ્ત્યદ્વેષથી ભવિષ્યમાં મોક્ષપ્રાપ્તિનો નિર્ણય થવાથી તે તે સમયે કરાતી ઉચિત પ્રવૃત્તિમાં પીડાનો અનુભવ થતો ન હોવાથી અને તેમાં અનુરાગ થતો હોવાથી ચિત્ત પ્રસન્ન બને છે. ગમે તેટલું અશુદ્ધ પાણી હોય તોપણ તકચૂર્ણથી જેમ તે મલરહિત-નિર્મળ બને છે, તેવી રીતે અનુષ્ઠાનના રાગથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધાના કારણે ચિત્ત પ્રસન્ન થાય છે. અનુષ્ઠાનની અનુષ્ઠાનતાનું પ્રથમ ચિહ્ન જ એ છે. ચિત્તની પ્રસન્નતા-નિર્મળતા અનુષ્ઠાનમાત્રનું સાક્ષાત્ ફળ છે. અનુષ્ઠાન વાસ્તવિક છે કે નહિ : એ ચિત્તપ્રસન્નતા સ્વરૂપ ફળથી સમજી શકાય છે. ચિત્તપ્રસન્નતા એ પૂજનાદિ અનુષ્ઠાનનું ફળ છે. એના બદલે લોકો એમ માને છે કે ચિત્ત પ્રસન્ન હોય તો અનુષ્ઠાન થઈ શકે. ચિત્ત પ્રસન્ન ન હોય તો અનુષ્ઠાન ન થાય અને કરીએ તો તેનું ફળ ન મળે... ઈત્યાદિ કહેવું બરાબર નથી. ચિત્તની પ્રસન્નતા એ કાર્ય છે અને અનુષ્ઠાન તેનું કારણ છે. અનુષ્ઠાન વાસ્તવિક હોય તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ સુનિશ્ચિત છે. નિશ્ચિત મોક્ષની પ્રાપ્તિથી અનુષ્ઠાન પીડાકારક પ્રતીત થતું નથી. અનુષ્ઠાન વખતે પીડા અનુભવાતી હોવા છતાં અનુષ્ઠાનથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારી સિદ્ધિની કલ્પના પીડાને પીડા માનવા દેતી નથી, જેથી ચિત્ત પ્રસન્ન બને છે. dot આપણા ચાલુ વ્યવહારમાં પણ સામાન્ય કક્ષાની yogy ૫૩ OOOOOO dordoadoc

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66