________________
આ પ્રમાણે ઓગણત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે-સત્સાધકને જેમ હજુ સિદ્ધિ મળી ન હોવા છતાં નજીકમાં જ તે પ્રાપ્ત થવાની છે તેના આનંદનો અનુભવ થવાથી વેતાલદર્શનાદિથી ભય થતો નથી અને મંત્રસાધનાદિમાં ખેદ થતો નથી. તેમ અહીં પણ ચરમાવર્તવર્તી આત્માને મોક્ષ મળવાનો છે : એના નિશ્ચયથી માનસિક આનંદના અતિશયથી કોઈ પણ પ્રકારનો ભય થતો નથી. તેમ જ તે તે અનુષ્ઠાનમાં પીડાનો અનુભવ થતો નથી, પરંતુ તે તે ક્ષિામાં સારી રીતે અનુરાગી બને છે.
સામાન્ય રીતે અહીં જણાવેલી વાતનો અનુભવ વ્યવહારમાં પણ આપણને નિયમિતપણે થતો હોય છે. આપણી મનગમતી ચીજ મળશે : એનો નિર્ણય થવામાત્રથી જે આનંદનો અનુભવ થાય છે, તે વર્ણવી ના શકાય એવો હોય છે. તેવા સંયોગોમાં જે પણ ક્રિયા કરવી પડે તે કરતી વખતે પીડાનો અનુભવ થતો નથી. ઉપરથી તેની પ્રત્યે અનુરાગ વધે છે. આવી જ દશા ચરમાવર્તવર્તી આત્માને અનુભવવા મળે છે-તે સમજી શકાય છે. ચરમાવર્તમાં મુક્યàષે, મનોરથથી ઉત્પન્ન થયેલા સુખનો સ્વાદ લેતી વખતે પીડાના બદલે અનુરાગ વધે એમાં આશ્ચર્ય નથી. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિની કલ્પના પણ અત્યંત
spo+
00000000000000
orolorolo#donoooooooooooot