Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ વૃત્તિકારશ્રીએ ફરમાવ્યું છે. ૧૩-૧૫।। વિષાનુષ્ઠાનાદિ પાંચ અનુષ્ઠાનોમાંથી ચરમાવર્ત્તકાળમાં જે અનુષ્ઠાન હોય છે તે જણાવાય છેचतुर्थं चरमावर्त्ते, प्रायोऽनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु स्यादन्यथापि हि ।। १३-१६।। ‘“પ્રાય: ચરમાવર્ત્તકાળમાં ચોથું તન્હેતુ અનુષ્ઠાન મનાય છે. અનાભોગ કે અભિઙ્ગાદિ ભાવ હોય તો ચોથા અનુષ્ઠાનને છોડીને બીજાં પણ અનુષ્ઠાન હોય છે.’’-આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચરમાવર્ત્તવર્તી આત્માને બહુલતયા તહેતુ-અનુષ્ઠાન હોય છે. કોઈ વાર અનાભોગ કે ભવાભિષ્વઙ્ગના કારણે વિષાદિ અનુષ્ઠાનો હોય છે. તેથી જ શ્લોકમાં પ્રાયો... આ પ્રમાણે ‘પ્રાય:’ પદનું ગ્રહણ કર્યું છે. ચરમાવર્ત્તવર્તી આત્માને નિસર્ગથી જ કર્મમલ ગ્રહણ કરવાની યોગ્યતાનો હ્રાસ થતો હોવાથી તે આદિધાર્મિક જીવોને પ્રાય: તદ્ભુતુ-અનુષ્ઠાન પ્રાપ્ત થતું હોય છે. જો આ રીતે યોગ્યતાનો હ્રાસ થતો ન હોય તો અનાદિકાળથી પ્રવર્તતા કર્મબંધને અટકાવવાનું શક્ય નહિ બને... ઈત્યાદિ odbroord ordordordord ૨૮ broordordordordordoadoroorde

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66