________________
સાર એ છે કે સામાન્ય રીતે મુગ્ધ જીવો શરૂઆતમાં સારાસારનો વિવેક કરવા માટે સામર્થ્ય ધરાવતા હોતા નથી. સૌભાગ્યાદિફળની કામનાથી તેઓ તે તે તપ-પ્રમુખ અનુષ્ઠાન કરતા હોય છે. પરંતુ કાલાંતરે પૂ. ગુરુ-ભગવંતોની પરમતારક દેશનાના શ્રવણાદિથી તેમની તે તે ફળની ઈચ્છા બાધિત થતી હોય છે. આથી જ તપપંચાશક વગેરે ગ્રંથોમાં તે તે ફળની સિદ્ધિ માટે રોહિણી અને સર્વસુંદર વગેરે તપો દર્શાવ્યાં છે.
કોઈ પણ સંયોગોમાં એવા જીવોની સૌભાગ્યાદિ ફળની કાંક્ષા ઉપર જણાવ્યા મુજબ બાધ્યસ્વભાવથી રહિત જ હોય અને તેનો બાધ થવાનો જ ન હોય તો શાસ્ત્રમાં બતાવેલાં તે તે તપોનું પ્રદર્શન સદ્ગત માની નહિ શકાય. પરંતુ તે તે મુગ્ધ જીવોની તે તે ફળની કામના ઉપદેશાદિ દ્વારા બાધિત થઈ શકે છે. તેથી જ મુગ્ધ જીવોને મોક્ષમાર્ગે પ્રવેશ કરાવવા પૂ. ગીતાર્થ ગુરુભગવંતો શરૂઆતમાં તે તે તપનું પ્રદાન પણ કરે છે. અન્યથા તે ઉચિત ગણાશે નહિ.
એ પ્રમાણે અન્યત્ર કહ્યું છે કે “મુગ્ધ જીવોના હિતને અર્થે (તે) સભ્ય છે...' આ રીતે અનુષ્ઠાનના આરંભકાળમાં સૌભાગ્યાદિ ફળની કામનાથી અનુષ્ઠાન થતું હોવા