Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ હોવાથી તેનાથી ભિન્ન મુત્યષ હોતે છતે સદનુષ્ઠાન(ષિા)નો રાગ પ્રગટે નહિ અને લાંબા કાળ સુધી ભવભ્રમણ પૂર્વભવમાં વસ્તુપાળના જીવને થયું તે સંગત છે. અન્યથા મુત્યષ હોતે છતે વસ્તુતઃ ભવભ્રમણનો બાધ થવો જોઈએ. અહીં યાદ રાખવું જોઈએ કે મુત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ બને છે-એ વાતનું અહીં નિરૂપણ ચાલુ છે. એના ઉપરથી સમજી લેવું જોઈએ કે ગુણસામાન્યની પ્રાપ્તિ માટે જે અનુષ્ઠાન કારણ બને; તે અનુષ્ઠાનના રાગનો પ્રયોજક, ગુણ પ્રત્યેનો અષવિશેષ છે. વસ્તુપાલનો આત્મા પૂર્વભવમાં ચોર હતો. એકવાર પૂ. સાધુભગવંતના દર્શન થવા છતાં ઉપેક્ષાને લઈને તેમના ગુણોનું જ્ઞાન ન હોવાથી અજ્ઞાત એવા તેમના ગુણો પ્રત્યેના રાગવાળા તે ચોરને દીર્ઘકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવામાં કોઈ બાધક ના બન્યું. કારણ કે તેનો ગુણ પ્રત્યેનો અદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બન્યો ન હતો. ક્યિારાગપ્રયોજક જ ગુણ પ્રત્યેનો અદ્વેષ તહેતુ-અનુષ્ઠાનને ઉચિત હોવાથી સંસારના હાસનું કારણ મનાય છે, અન્યથા મનાતો નથી. તેથી તેને સંસારમાં પરિભ્રમણ કરવાનું થયું. |૧૩-૨૪ Poo+ob+do+do+do+donobob+do+ Sotoofcords+c+dotcodorob+cor

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66