Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ તે તે આશયવિશેષને લઈને કર્તાના ભેદને આશ્રયીને ગુરુદેવાદિપૂજન વગેરે સ્વરૂપ બધાં જ અનુષ્ઠાનો ચરમાવર્તકાળમાં, અચરમાવર્તકાળમાં થનારાં તે તે અનુષ્ઠાનોની અપેક્ષાએ જુદાં જ છે એ સિદ્ધ થાય છે. (૧૩-૧૪ છું હું અચરમાવર્તકાળનાં ગુર્નાદિપૂજાઘનુષ્ઠાનો કરતાં, ચરમાવર્તકાલીન તે તે અનુષ્ઠાનોની વિલક્ષણતા(વિશેષતા) જણાવાય છેसामान्ययोग्यतैव प्राक्, पुंसः प्रववृते किल । तदा समुचिता सा तु, सम्पन्नेति विभाव्यताम् ॥१३-१५॥ “ચરમાવર્તકાળની પૂર્વે અચરમાવર્તકાળમાં આત્મામાં સામાન્ય યોગ્યતા જ પ્રવર્તતી હતી. ચરમાવર્તકાળમાં તો સમુચિત યોગ્યતા પ્રાપ્ત થયેલી છે : એનો સારી રીતે વિચાર કરવો જોઈએ.”-કહેવાનો આશય એ છે કે અચરમાવર્તકાળમાં મુત્યુપાય(યોગ)ની માત્ર સ્વરૂપયોગ્યતા આત્મામાં હતી. તે યોગ્યતા સહકારી(કાલાદિ) કારણોના સમવધાનથી રહિત હતી. અરણ્યસ્થ દંડમાં દણ્ડત્વસ્વરૂપ ઘટોત્પાદક સ્વરૂપયોગ્યતા હોય છે પરંતુ ફલોપધાયતા તેમાં તે વખતે જેમ હોતી નથી, તેમ mob+dorobrooroo+corob#dc4ob+SA ordbrobaoorobaoorob+ob+obtobt

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66