Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ તરત જ તે, શરીરનો નાશ કરે છે. આ લોકસંબંધી લબ્ધિ, ખ્યાતિ વગેરે ફળના ભોગની જેને અપેક્ષા નથી; પણ સ્વર્ગના સુખની જેને ઈચ્છા છે, તેની તે દિવ્યસુખની અભિલાષાથી તે જે અનુષ્ઠાન કરે છે તે ગરાનુષ્ઠાન છે. ભવાંતરમાં દિવ્યસુખાદિના ભોગથી પુણ્યનો ક્ષય થયા પછી અનર્થોની પ્રાપ્તિ થતી હોવાથી તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે. ગર તો ફુદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થનારું વિવિશેષ છે. આ વિષની બાધા(વિકાર) તત્કાળ થતી નથી પરંતુ કાલાંતરે થાય છે. તેથી ઉભયમુદ્રવ્યોની અપેક્ષાએ(કારણે) ઉત્પન્ન થનાર ગરને જેમ વિષથી ભિન્ન મનાય છે, તેમ ગરાનુષ્ઠાન પણ વિષાનુષ્ઠાનથી ભિન્ન મનાય છે. કારણ કે અહીં પણ પુણ્ય અને પાપ બંન્નેની અપેક્ષા છે. ‘ઉભયની અપેક્ષામાં પ્રમાણનું આધિક્ય હોવાથી ગરને વિષથી અતિરિક્ત મનાય છે. કારણ કે અધિક; બળવાન હોય છે.' આવી સંભાવના નથી... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. ।।૧૩-૧૨ હવે અનનુષ્ઠાનાદિ ત્રણ અનુષ્ઠાનોનું સ્વરૂપ જણાવાય છે BOOOOOOOO SOCIco ૨૩ doc

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66