Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ અને સ્વરૂપાદિનો વિચાર કરાતો નથી. “વિષ, ગર, અનનુષ્ઠાન, તલ્હેતુ અને શ્રેષ્ઠ એવું અમૃત : આ પાંચ પ્રકારે ગુર્વાદિપૂજા (વગેરે દરેક) અનુષ્ઠાન છે-આ પ્રમાણે અનુષ્ઠાનોના જાણકારો કહે છે.’’-આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે, ગુરુ વગેરેની પૂજાદિ દરેક અનુષ્ઠાનોના પાંચ પાંચ પ્રકાર છે. વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન : આ ત્રણ અનુષ્ઠાનો નિષ્ફળ છે અને તદ્ભુતુઅનુષ્ઠાન તથા અમૃતાનુષ્ઠાન : આ બે અનુષ્ઠાન સફળ છે. સ્થાવર-વૃક્ષાદિ અને જઙ્ગમ સોમલાદિ સ્વરૂપ વિષ બે પ્રકારનાં છે. વિષજેવા વિષ સ્વરૂપ હોવાથી અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવાય છે. ગર પણ એક પ્રકારનું વિષવિશેષ જ છે. માત્ર તે ખરાબ દ્રવ્યના સંયોગથી થાય છે. અનુષ્ઠાનના ફળને નહીં આપનારું અને અનુષ્ઠાનજેવું હોવાથી અનુષ્ઠાનાભાસ સ્વરૂપ તે અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવાય છે. સફળ અનુષ્ઠાનનું જે કારણભૂત અનુષ્ઠાન છે; તેને તદ્ભુતુ(તડ્વેતુ)અનુષ્ઠાન કહેવાય છે અને મરણના અભાવનું કારણ હોવાથી અમૃતજેવું અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન કહેવાય છે... ઈત્યાદિ હવે પછીના શ્લોકોથી જણાવાશે. અહીં તો અનુષ્ઠાનોનો વિભાગ(ઉદ્દેશ) જ cooroord ૨૧ dordoro doadordo#00

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66