________________
અતિલઙ્ગનને અનાભોગ કહેવાય છે.’’-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ મનુષ્યભવસંબંધી કીર્ત્તિ વગેરે તેમ જ પરલોકસંબંધી દેવતા વગેરેની વૃદ્ધિ-વિભૂતિ વગેરેની જે અપેક્ષા છે તેને ભવાભિઙ્ગ કહેવાય છે. અહીં અપેક્ષા સ્પૃહા(ઉન્ડ્ટ ઈચ્છા)સ્વરૂપ છે. ધર્મથી આ લોકાદિના ફળને પ્રાપ્ત કરવાની સ્પૃહા સ્વરૂપ ભવાભિઙ્ગથી; પાંચ પ્રકારનાં અનુષ્ઠાનમાંથી પહેલાં બે અનુષ્ઠાન થાય છે.
ત્રીજું અનુષ્ઠાન અનાભોગથી થાય છે. જે જે ક્રિયા કરવાની શરૂઆત કરી હોય, ત્યારે તે તે ક્રિયાને ઉચિત જે ભાવ છે તેના અભાવને અનાભોગ કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માએ તે તે ક્રિયા કરવાની પાછળ અનેક ભાવોને દર્શાવ્યા છે. સામાન્યથી તેની વિચારણા કરીએ તો સમજાશે કે ગૃહસ્થપણામાં જે જે ક્રિયાઓનું વિધાન કરાયું છે, તે બધાની પાછળ એકમાત્ર સર્વવિરતિધર્મ પ્રાપ્ત કરવાનો ભાવ સમાયેલો છે અને પૂ. સાધુભગવંતો માટે તે તે ક્રિયાની પાછળ એકમાત્ર કર્મનિર્જરા દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરવાનો ભાવ સમાયેલો છે. એ ભાવના અભાવ સ્વરૂપ અવસ્થાને અનાભોગ કહેવાય છે. ભાવશૂન્યદશા સ્વરૂપ અહીં ભાવનું અતિલંઘન છે. વિહિત કરેલા અનુષ્ઠાનને કરતી વખતે તેને
w
b0bး၀၀း၀င္း
doro
૧૯
ooooooooo