Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ “ભવાભિષ્ય અને અનાભોગના કારણે કર્તાના ભેદથી અનુષ્ઠાન ભિન્ન થાય છે. વિષાદિ અનુષ્ઠાનોમાં ત્રણ મિથ્યા છે અને બે, ભવાભિષ્પ તથા અનાભોગના અભાવના કારણે સાચા છે.”આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ચરમાવર્ત અને અચરમાવર્ત કાલીન કર્તાના ભેદથી અનુષ્ઠાનમાં જે ભેદ થાય છે, તે ભવાભિષ્ય અને અનાભોગના પરિણામને લઈને થાય છે. સંસારસુખની અભિલાષાને ભવાભિષ્ય કહેવાય છે. ભવ પ્રત્યેના રાગના કારણે જે આસક્તિ થાય છે તે ભવાભિષ્યના કારણે તેમ જ સમૂર્છાિમ જીવોની પ્રવૃત્તિ જેવી અનુપયોગવાળી પ્રવૃત્તિના પરિણામના કારણે તે તે અનુષ્ઠાનો ભિન્ન ભિન્ન મનાય છે. અનુષ્ઠાનકર્તાના આશયવિશેષે દરેક અનુષ્ઠાનના સામાન્યથી પાંચ પાંચ પ્રકાર થાય છે. એમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાનો મિથ્યા-નિષ્ફળ છે. ભવાભિષ્ય અને અનાભોગના કારણે તે અનુષ્ઠાનથી મોક્ષ-સ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. છેલ્લા બે અનુષ્ઠાનો સાચા-સફળ છે. કારણ કે તે બે અનુષ્ઠાનો ભવાભિષ્યના અને અનાભોગના અભાવવાળા હોવાથી તે બંન્ને અનુષ્ઠાનથી મોક્ષસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે પાંચ અનુષ્ઠાનોમાં ત્રણ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66