________________
બહાર રહેલા કર્તા વડે કરાતું હોવાથી કર્તાના ભેદથી ભિન્ન મનાય છે. સરોગ અને નિરોગ માણસને ભોજન વગેરે (પાન-વસ્ત્ર-ગૃહ વગેરે) સંબંધી એક જ વસ્તુ ભિન્ન ભિન્ન ફળને આપનારી બને છે. રોગીને એ વસ્તુ રોગની વૃદ્ધિનું કારણ બને છે અને એ જ વસ્તુ નિરોગીને બળ વધારનારી બને છે. તેથી તે જેમ ભિન્ન મનાય છે, તેમ દેવતાપૂજાદિ અનુષ્ઠાન એક જ હોવા છતાં ચરમાવવર્તીને યોગનું કારણ બને છે અને અચરમાવર્ત્તવર્તીને એ જ અનુષ્ઠાન સંસારવૃદ્ધિનું કારણ બને છે. તેથી તે અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન મનાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે અચરમાવર્ત્તવર્તી ભવ્ય કે અભવ્યને મુક્તિ પ્રત્યે દ્વેષ પણ હોય છે અને સામાન્ય રીતે ગ્રંથિદેશે આવે ત્યારે મુક્તિ પ્રત્યે અદ્વેષ પણ હોય છે. પરંતુ તે મુખ્ત્યદ્વેષ યોગની પ્રાપ્તિમાં કારણ બનતો નથી. ચરમાવર્ત્તવર્તી ભવ્ય જીવોનો મુક્તિ પ્રત્યેનો અદ્વેષ તેમને યોગની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી અહીં ચરમાવર્ત્ત અને અચરમાવર્ત્ત વર્તી જીવોની અપેક્ષાએ અનુષ્ઠાનમાં ભિન્નતા બતાવી છે.
‘“ચરમાવર્ત્તકાળમાં અને અચરમાવર્ત્તકાળમાં થનાર ગુરુદેવાદિપૂજા વગેરે તે તે અનુષ્ઠાનો યદ્યપિ એક જ છે
તેની મનો ૧૫
doc