________________
પરંતુ કાલાદિ સહકારીકારણના સમવધાન અને અસમવધાનના કારણે ફળમાં ભેદ થાય છે. તેથી કર્તૃભેદથી અનુષ્ઠાનને ભિન્ન માનવાની જરૂર નથી...’-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે ઈતર(સહકારી કાલાદિ) સમવહિતસ્વરૂપે કારણમાં રહેલી વ્યાપકતા નિરૂપિત વ્યાપ્યતા ફળમાં માનવાની અપેક્ષાએ કારણતાવચ્છેદકવિશેષને લઈને તે તે કારણના ભેદથી જ કાર્યમાં ભેદ માનવાનું ઉચિત છે. દણ્ડત્યેન દંડ, ઘટની પ્રત્યે કારણ મનાય છે. કપાલાદિસમવહિતત્વેન દંડાદિનિરૂપિતવ્યાપ્યતા(કાર્યતા) ઘટાદિમાં મનાતી નથી. કારણતાવચ્છેદકના ભેદથી કારણતા ભિન્ન હોય છે, જેને લઈને કાર્ય-ફળમાં ભેદ થાય છે. કારણતાવચ્છેદક(દંડત્વાદિ) ધર્મના ભેથી કારણભેદ અનુભવસિદ્ધ છે... ઈત્યાદિ સ્યાદ્વાદકલ્પલતામાં ગ્રંથકારશ્રીએ વિસ્તારથી વર્ણવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ત્યાંથી સમજી લેવું જોઈએ. ૧૩-૮॥
:
એક જ અનુષ્ઠાન કર્તાના ભેદથી ભિન્ન છે વાતની દઢતા માટે જણાવાય છે
भवाभिष्वङ्गतस्तेनानाभोगाच्च विषादिषु ।
अनुष्ठानत्रयं मिथ्या, द्वयं सत्यं विपर्ययात् ॥१३-९॥
૧૬ TTTTT
broocoord60000000000