________________
કારણભૂત આત્મવ્યાપારને યોગ કહેવાય છે. યોગની પૂર્વસેવાથી તે યોગની પ્રાપ્તિ થાય છે, જે મોક્ષનું એકમાત્ર કારણ છે. પરંતુ મોક્ષ કે મોક્ષના ઉપાયભૂત યોગ પ્રત્યે જ દ્વેષ હોય તો ગુરુદેવાદિપૂજન, સદાચાર અને તપ સ્વરૂપ યોગની પૂર્વસેવા ફળને આપનારી ન જ બને એ સ્પષ્ટ છે. સાધ્ય પ્રત્યેનો દ્વેષ સાધનની પ્રાપ્તિ કઈ રીતે કરાવે ?
અહીં એ સમજી લેવું જોઈએ કે મોક્ષની પ્રાપ્તિ માટેના પુરુષાર્થનો પ્રારંભ કરનારા આત્માઓને; મુક્તિ કે મુક્તિના ઉપાયોને વિશે દ્વેષ આવવાનું કોઈ જ કારણ નથી. પરંતુ ગમે ત્યાંથી પણ તે દ્વેષ આવ્યા વિના રહેતો નથી. મોક્ષનું સ્વરૂપ, એનાં અત્યંત સમર્થ સાધનો અને તેનો સાધનામાર્ગ : આ બધાનો થોડો વિચાર કરીએ તો સમજાશે કે મોક્ષ કે તેના સાધનાદિનો દ્વેષ કરવાનું ખરી રીતે કોઈ જ કારણ નથી. ફળ, તેના ઉપાયો અને તેને પામવા માટે પુરુષાર્થ કરનારા મહાત્માઓ : આ બધાનું તદ્દન નિરવદ્ય અને નિરુપદ્રવ સ્વરૂપ ખરેખર તો રાગને જન્માવે તેવું છે. તેના બદલે તેની પ્રત્યે દ્વેષ થાય : એ ખૂબ જ વિચિત્ર છે. આવું થવામાં અનાદિકાળના આપણા કુસંસ્કારો મુખ્યતયા કારણ બને છે. અજ્ઞાનના કારણે એ કુસંસ્કારો ખૂબ જ દઢ બને છે. ધર્મશ્રવણાદિ દ્વારા અજ્ઞાનની માત્રા ઓછી
moo+do+do+do+do+do+do+do+do+S
o
Goo+do+do+do+do+D#oorook