________________
ગુરુદેવાદિપૂજન અને સદાચાર વગેરે સ્વરૂપ યોગની પૂર્વસવા મુત્યદ્વેષ વિના ન્યાય નથી, એનું કારણ જણાવાય છેगुरुदोषवतः स्वल्पा, सत्क्रियापि गुणाय न । भौतहन्तुर्यथा तस्य, पदस्पर्शनिषेधनम् ॥१३-६॥
“મોટાદોષવાળાની થોડી સક્રિયા પણ ગુણ માટે થતી નથી. ભૌતસાધુને હણનાર ભિલ્લ પુરુષે જેમ તે ભૌત સાધુને પગથી સ્પર્શ ન કર્યો...” આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અધિક દોષ(ગુરુમજબૂત દોષ)વાળાની થોડી સચ્ચેષ્ટા પણ ગુણને માટે થતી નથી. શરીરે ભસ્મ(રાખ) લગાડવાનું જેને વ્રત છે; એવા ભૌતસાધુને હણી નાખનારે જેમ ભૌતસાધુને પગથી સ્પર્શ કરવાનો નિષેધ કર્યો. સાધુને પગ લગાડવાની અપેક્ષાએ સાધુને મારી નાખવા સ્વરૂપ દોષ અધિક છે. એવા અધિકદોષવાળાએ; સાધુને પગ નહીં લગાડવા સ્વરૂપ જે થોડી સચ્ચેષ્ટા કરી, તે ગુણ માટે થતી નથી.
પ્રસડુ એવો બનેલો કોઈ એક ભિન્ન હતો. કોઈ અવસરે એને સાંભળવા મળેલું કે તપોધનોને(તપસ્વી મહાત્માઓને) પગ લગાડવાથી મોટા અનર્થની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરેલા તે ભિલ્લને કોઈ
M૧૬