Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ સમયે મોરનાં પીંછાનું કામ પડ્યું. ખૂબ જ પ્રયત્નપૂર્વક તેણે તે શોધ્યાં, પરંતુ મળ્યાં નહીં. તે વખતે તેણે સાંભળ્યું કે ભૌતસાધુઓ પાસે મોરપીંછાં છે. તેથી તે સાધુઓ પાસે તેણે તે માંગ્યાં, પરંતુ એક પણ પીંછું તેમણે તેને ન આપ્યું. તેથી તે ભિલ્લે સાધુઓનો શસ્ત્રનો ઉપયોગ કરી નિગ્રહ કરવા વડે તેમની પાસેથી તે પીંછાં લઈ લીધાં. પણ તે વખતે તેણે સાધુઓને પગથી સ્પર્શ ન કર્યો. અહીં સાધુઓને પગ ન લગાડવા સ્વરૂપ ગુણ પણ; શસ્ત્રનો ઉપયોગ કરવાના કારણે જેમ ગુણરૂપે રહેતો નથી, પરંતુ દોષ જ ગણાય છે તેમ મુક્તિનો દ્વેષ રાખવાના કારણે ગુરુદેવાદિપૂજા વગેરે ગુણો પણ ગુણસ્વરૂપ રહેતા નથી, પણ દોષસ્વરૂપ જ મનાય છે. ૧૩-દો મુક્તિ પ્રત્યેના દ્વેષના કારણે ગુરુદેવાદિપૂજા વગેરે ગુણો દોષસ્વરૂપ જે કારણે મનાય છે, તે જણાવાય છેमुक्त्यद्वेषान्महापायनिवृत्त्या यादृशो गुणः । गुर्वादिपूजनात् तादृक्, केवलान भवेत् क्वचित् ॥१३-७॥ આશય એ છે કે-મુક્તિ પ્રત્યેના દ્વેષ અને અષના કારણે ગુરુપૂજાદિસ્વરૂપ અનુષ્ઠાનો અનુક્રમે અન્યાચ્ય અને %%%×6×3×4òØods ' ácÒ6%%Øodsdsdocx

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66