Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ સુંદર નથી : એ સ્પષ્ટ છે. સંસારમાં ગમે તેટલું ઊંચામાં ઊંચું ફળ મળે પરંતુ તેનું પરિણામ સારું આવવાનું ન હોય અને તેથી ભયંકર દુઃખ જ ભવિષ્યમાં મળવાનું હોય તો તે ફળને આપવાવાળી ક્લિા સારી મનાય નહીં. તેને અસુંદર છે. માનવી પડે.. ઈત્યાદિ સમજી લેવું જોઈએ. ૧૩-૩મા ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યથી શ્રમણપણાનું પરિપાલન કરનારાને દેવલોકાદિની સ્પૃહા હોય તો તે વખતે તેમને મોક્ષ પ્રત્યે દ્વેષ હોવો જોઈએ; તેના બદલે તેમને મુક્તિ પ્રત્યે અદ્દેષ કઈ રીતે સંભવે ? આ શંકાનું સમાધાન કરાય છે लाभाद्यर्थितयोपाये, फले चाऽप्रतिपत्तितः । व्यापन्नदर्शनानां हि, न द्वेषो द्रव्यलिङ्गिनाम् ॥१३-४॥ જેમનું સમ્યગ્દર્શન નાશ પામ્યું છે; એવા દ્રવ્યથી શ્રમણપણાના લિફને ધરનારાઓને; તેઓ લાભાદિના અર્થી હોવાથી તેના ઉપાયમાં અને ફળને માનતા ન હોવાથી ફળ-મોક્ષમાં દ્વેષનો સંભવ હોતો નથી.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે વ્યાપન્નદર્શનવાળા(મિથ્યાત્વને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66