Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 8
________________ સંપાદકીય પંડિત સુખલાલજીએ તેમના જીવનના કેટલાક પ્રસંગો અને યાત્રાવર્ણનો તથા તેમના સંપર્કમાં આવેલા મિત્રો વિષે જે કાંઈ ઈ. સ. ૧૯૫૭ સુધીમાં લખ્યું હતું તે તો “દર્શન અને ચિંતન' ભાગ બીજામાં સંગ્રહ કરીને છાપવામાં આવ્યું જ છે, પરંતુ તેમની પોતાની અનિચ્છાને કારણે પ્રસ્તુત પુસ્તક, જોકે તેમણે ૧૯૪૬માં જ લખી રાખ્યું હતું તે હવે છપાય છે. આ તેમણે લખેલું જીવનવૃત્ત' ઈ. સ. ૧૯૨૦-૨૧ સુધીનું જ છે એટલે અધૂરું જ રહ્યું, કારણ કે તેઓ જ્યારે આ લખાણ શ્રી શાંતિલાલ વનમાળી શેઠને બનારસમાં ઈ. સ. ૧૯૪૬ના જુલાઈમાં લખાવતા હતા તે દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદની આત્મકથા વાંચી અને તેમને થયું કે મેં જે મારી આત્મકથા લખી છે તે જુદી જ રીતે લખાવી જોઈએ. અને શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈ અને મારી અનેક વાર વિનંતી છતાં તેમણે પોતાની આ આત્મકથા પૂરી કરી જ નહીં, એટલું જ નહીં, પણ તેને છાપવાની પણ રજા આપી નહીં. છેક જાન્યુઆરી, ૧૯૭૮માં મારા અત્યાગ્રહને કારણે તેમણે છાપવા મંજૂરી આપી અને મને તે સોંપી દીધી અને તા. ર-૩-૭૮ના રોજ તો તેમનું મૃત્યુ થયું. પરિચય ટ્રસ્ટના શ્રી વાડીભાઈ ડગલીએ મને અધૂરી આ કથાને પૂરી કરી દેવા કહ્યું અને હું ખુશીથી કરી દેત; પણ આજકાલ મારી પોતાની તબિયત અને બીજી ચિંતાઓથી ઘેરાયેલો હોઈ તે મારાથી બન્યું નથી તેનો ખેદ છે, પણ તેની પૂર્તિ વાચકો આ પૂર્વે પ્રકાશિત મારી પ્રજ્ઞાચક્ષુ પં.સુખલાલજી' નામની પુસ્તિકા (કુમકુમ પ્રકાશન, ઈ. સ. ૧૯૭૭)થી કરી શકશે. પ્રસ્તુત પુસ્તકનાં જે પ્રકરણો છે તે અને તે તે પ્રકરણોમાં ચર્ચાના વિષયોનાં મથાળાં છે તે મેં કર્યા છે. પંડિતજીએ તો માત્ર આઠ પાનાં સુધીમાં મથાળાં લખાવ્યાં હતાં. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનની જવાબદારી પરિચય ટ્રસ્ટે સ્વીકારી તે માટે અને આ કામ પૂરું કરવાનો મને અવસર આપ્યો તે માટે શ્રી વાડીભાઈનો અત્યંત આભારી છું. આ પુસ્તકનાં પૂફો જોવામાં ડૉ. નગીનભાઈ શાહે સહાયતા કરી છે તે માટે તેમનો આભારી છું. - દલસુખ માલવણિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 216