Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ પુનઃ પ્રકાશન વેળાએ પંડિત સુખલાલજીનું જીવન અસાધારણ પુરુષાર્થ, અખંડ જ્ઞાનસાધના, અદમ્ય જિજ્ઞાસાવૃત્તિ અને નિષ્પક્ષ ચિંતનની અદ્દભુત ગાથા છે. પંડિતજીએ સ્વયં સને ૧૯૪૬માં પોતાની આત્મકથા લખાવવાનો પ્રારંભ કર્યો હતો. તેમાં તેમણે સને ૧૯૨૧ સુધીની જીવનગાથા લખાવી હતી. ત્યારબાદ તેમને પોતાની આત્મકથા જુદા સ્વરૂપે લખાવવાની ઈચ્છા થતાં અટકી ગઈ. સને ૧૯૨૧ પછીના લગભગ છ દાયકાના સમયગાળા દરમિયાન તેનો પુનઃ પ્રારંભ ન થઈ શક્યો, અને છ દાયકાની જીવનગાથા પણ ન આલેખાઈ, એટલું જ નહીં પરંતુ જીવનકાળ દરમિયાન આત્મકથા છપાવવાની સંમતિ ટાળતાં જ રહ્યા. છેલ્લે સને ૧૯૭૮માં સંમતિ આપી અને સને ૧૯૮૦માં તેઓશ્રીના અવસાન બાદ “મારું જીવનવૃત્ત' નામે તેમની આત્મકથા પ્રગટ થઈ. આ આત્મકથા ઉપરાંત તેમણે કેટલાંક જીવનપ્રસંગો, યાત્રાવર્ણનો લેખ સ્વરૂપે લખાવ્યાં હતાં તે “દર્શન અને ચિંતન' ભા-રમાં પ્રગટ થયાં હતાં. આ ગ્રંથોનું સંપાદન સૌજન્યશીલ પંડિત દલસુખભાઈ માલવણિયાજીએ કર્યું હતું. છેલ્લાં કેટલાંય વર્ષોથી આ ગ્રંથ અપ્રાપ્ય બન્યો છે. તેનું પુનઃ પ્રકાશન જરૂરી હતું. પંડિત સુખલાલ સંઘવીનો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય સાથે આત્મીય સંબંધ રહ્યો છે. તેમનું સદા પ્રેરક માર્ગદર્શન પણ મળતું રહ્યું હતું. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના અમૃતપર્વ નિમિત્તે તેના ઋણસ્વીકાર સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથ છાપવાનો નિર્ણય કર્યો અને તે માટે ગ્રંથના પ્રકાશક પરિચય ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો. પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીગણે અમારી ભાવનાને સહર્ષ વધાવી લીધી અને પ્રકાશન માટે પરવાનગી આપી તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ. આ ગ્રંથ ગુજરાતની જનતા જ નહીં પરંતુ સમગ્ર માનવજાતિને ગૌરવ અપાવે તેવી અદ્દભુત જીવનગાથા વર્ણવતો ગ્રંથ છે. તેનું પુનઃ પ્રકાશન અમારા માટે પણ ગૌરવનો વિષય છે. - પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 216