________________
મંગલાચરણ
લાંબા સમયે આ કાર્ય થતાં ઘર ઘરમાં અનેરો આનંદ વ્યાપી ગયેલ. પૂજ્યશ્રીના દર્શનવંદનાર્થે ગામોગામના સંઘ અત્રે પધારેલ. તેમાં કલકત્તા શ્રીસંઘના ભાઈ-બહેનો ટ્રેન દ્વારા આખી બોગી જેડીને અત્રે પધારેલા. દરેક ગામના શ્રીસંઘના ભાઈઓએ સંઘપુજનના અપુર્વ લાભો લીધેલા. ચાતુર્માસમાં પચીસથી ત્રીસ જેટલા શ્રીસંઘપુજનો થયા અને આવનારા દરેક ગામના ભાઈઓએ મુક્તહસ્તે અત્રેના નૂતન જિનમંદિરના મહાન કાર્યમાં તેમ જ સાધારણ અને આયંબિલ ખાતાઓમાં આર્થિકરીતે પોતાનો અપુર્વ સહકાર આપેલ.
ચાતુર્માસ દરમ્યાન પુ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર ગ્રંથની વાંચના પૂજ્યશ્રીએ કરેલ હતી. તેમાં માર્ગાનુસારીના પાંત્રીસ બોલની વ્યાખ્યા પુજ્યશ્રીએ પોતાની અદ્દભૂત લાક્ષણિક શૈલીમાં કરેલ હતી. ઘણુ મુમુક્ષુ ભાઈ બહેનોના મનમાં થયું કે માર્ગાનુસારી ગુણોના વ્યાખ્યાનો જે પુસ્તકાકારે છપાય તો ઘણું મુમુક્ષુઓ માટે લાભનું કારણ થાય. કારણ કે તેમાં સામાન્ય એવા ગૃહસ્થધર્મની વ્યાખ્યા હોવાથી ગૃહસ્થો માટે તે અત્યંત ઉપયોગી છે અને પુસ્તકરૂપે, પ્રગટ થાય તો દૂર દેશાંતરમાં વસતા ભાઈ બહેનોને પણ વાંચનનો અપુર્વ લાભ મળે.
પુજ્યશ્રીએ જાતે જ વ્યાખ્યાનો લખીને તૈયાર કર્યા. મહિનાઓ સુધી પુજ્યશ્રીએ આ વ્યાખ્યાનો લખવાની પાછળ, પોતાના કિમતી સમયનો ભોગ આપ્યો. દિવસના ત્રણથી ચાર કલાક લખવામાં જતા હતા. વ્યાખ્યાનો છપાવવાની શ્રીસંઘ અને મુમુક્ષુ ભાઈ બહેનોએ ભાવના વ્યક્ત કરતાં