Book Title: Mangal gyan darpan Part 1 Author(s): Shobhnaben J Shah Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 6
________________ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પ્રકાશક જ્ઞાન કહ્યું છે. આ “સ્વ-પર પ્રકાશક” માં ઘણું રહસ્ય સમાયેલું હતું અને તેનું સ્પષ્ટીકરણ પૂ. “ભાઈશ્રી” આપે કર્યું ત્યારે સમજાયું કે જ્ઞાનની પર્યાયમાં સ્વ-પર બેનો પ્રતિભાસ થાય છે...અને તે જ સમયે જે બાજુ લક્ષ છે તે બાજુ જ્ઞાનનો પર્યાય વળી જાય છે. અર્થાત્ વિષયભેદે તેના ભેદ પડી જાય છે. આપશ્રી તો વર્ષોથી ચાર પોઈન્ટ બતાવતા અને તેમાં ચોથા પોઈન્ટ... જીવનો પુરુષાર્થ કઈ બાજુ છે તે ઉપર સંસાર-મોક્ષના પરિણામ પ્રગટે છે. –ચાર પોઈન્ટ (૧) જ્ઞાયક ધ્રુવ પરમાત્મા અનાદિ અનંત છે. (૨) ચૈતન્ય અનુવિધાયી ઉપયોગ જે આત્માનું શેયભૂત લક્ષણ છે તે પણ અનાદિ અનંત છે. (૩) એ ઉપયોગની સ્વચ્છતામાં સ્વ-પરનો પ્રતિભાસ પણ અનાદિ અનંત થયા જ કરે છે. આ ત્રણ પોઈન્ટ તો સ્વભાવિક વસ્તુની સ્થિતિના હોવાથી અહીં ન કોઈ બંધાય છે ન કોઈ મુકાય છે. હવે ભેદજ્ઞાનનો પુરુષાર્થ ચોથા પોઈન્ટ છે. (૪) સ્વ ઉપર લક્ષ ગયું તો મોક્ષમાર્ગમાં આવ્યો; રાગ ઉપર લક્ષ ગયું તો બંધમાર્ગમાં ગયો-આમ ચોથા પોઈન્ટ જ્ઞાની કે અજ્ઞાની એક સમય પૂરતો થાય છે. આપશ્રી કહેતા કે પૂ. ગુરુદેવના પ્રતાપે દરેક જીવોને દૃષ્ટિનો વિષય ખ્યાલમાં આવી ગયો હોય તેમ લાગે છે, તો પણ અનુભવ કેમ થતો નથી ? તેનું કારણ છે કે તેને સ્વપર પ્રકાશકના વ્યવહારનો પક્ષ છે. વ્યવહારના પક્ષના બે પ્રકાર છે – માટે ક દ્રવ્યના પ્રમાણમાંથી દ્રવ્યનો નિશ્ચય કાઢવો..અને 5 જ્ઞાન પર્યાયના પ્રમાણમાંથી જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કાઢવો. દ્રવ્યનો નિશ્ચય શું? ઉત્પાદું વ્યય ધ્રુવ યુક્તમ્ સત્ કહ્યું તેમાં ભેદજ્ઞાન કરવાનું છે... કે ધ્રુવ તે હું અને ઉત્પાદ-વ્યય તે હું નહીં. પદાર્થમાં જ એક ઉપાદેય તત્ત્વ છે અને એક હેય તત્ત્વ છે. આમ અંદરમાં જ હેય-ઉપાદેય થતાં દ્રવ્યનો નિશ્ચય હાથમાં આવે છે. અહીં મિથ્યાત્વ ગળ્યું છે પણ ટળ્યું નથી. જ્ઞાન પર્યાયના પ્રમાણમાં હેય-ઉપાદેય કરવાનું છે. સ્વ-પર પ્રકાશક એવી જ્ઞાનની પર્યાયમાં જ સ્વ જણાય છે અને પર જણાતું નથી. આ રીતે વિધિનિષેધ કરતાં જ્ઞાન પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે. સેટિકાની ગાથામાં આ વાત લીધી છે. જ્ઞાનની પર્યાયનો વ્યવહાર શું? અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું? આત્મા આત્માને જાણે તેવા ભેદમાં પણ આત્માનુભવનો નાશ થાય છે તો ઉપચરિત સભૂત વ્યવહારમાં અટકે તેને અનુભવPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 469