Book Title: Mangal gyan darpan Part 1
Author(s): Shobhnaben J Shah
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 5
________________ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ 3 પ્રકાશકીય નિવેદન “અહો ! ઉ૫કા૨ જિનવ૨નો, કુંદનો ધ્વનિ દિવ્યનો ; જિન કુંદ ધ્વનિ આપ્યાં; અહો ! તે ગુરુ કહાનનો.” શાસન નાયક ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ ગણઘરદેવથી ચાલી આવતી જિનમાર્ગની પરંપરામાં ચારણઋદ્ધિધારી શ્રી કુંદકુંદાચાર્યદેવ થયા. તેઓશ્રી દ્વારા દ્રવ્યાનુયોગની ધારા પુનઃ પ્રવાહિત થઈ. સમયસાર આદિ પંચ ૫૨માગમો ઉપલબ્ધ હતા; પરંતુ તેમા રહેલ ચૈતન્યદેવના નિધાનને ખોલનાર કોઈ જ નહોતું. અનેક ભવ્યજીવોની યોગ્યતાનો સુકાળ પાડ્યો અને આપણા અનંત પુણ્યોદયે મહાપ્રતાપી અધ્યાત્મ ક્રાંતિ સર્જક પૂજ્ય શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો અને પંચમકાળે જનમનના હ્રદય કમળમાં શુદ્ધાત્માની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ચારેબાજુ અધ્યાત્મના વાયા વાયા અને અનેક આસન્નભવ્ય જીવો નિશ્ચય રત્નત્રયધર્મથી અલંકૃત થયા.. તેમાનું એક રત્ન પૂ. ‘ભાઈશ્રી' લાલચંદભાઈ થયા. સમયસાર પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્યદેવે કહેલું કે–તું તારા નિજ વૈભવથી શુધ્ધાત્માને પ્રમાણિત કરજે! આપે છઠ્ઠી ગાથાના આધારે...તે વાતને પરમ પ્રમાણિત કરી. આપશ્રી પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૫ વર્ષના દોહનનો ટૂંકસાર બે વાક્યમાં બતાવતા કે આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે. અભેદનો ભેદ કરીને સમજાવ્યું ન સમજાવ્યું કે તરત જ ભેદને અભેદ કરી દીધો. પૂ. ગુરુદેવશ્રીના ઉ૫કા૨ની તો શી વાત કરીએ !! તેમના કરુણાભીના ઉપદેશ ઉપ૨ તો હૃદય જ વારી જાય છે. કોઈક જ પ્રવચન એવું હશે કે જેમાં ૧૭–૧૮ ગાથાનો ઉલ્લેખ ન કરે ! આ રેફરન્સમાં કેટલો મર્મ અને રહસ્ય ભરેલું છે જેનો તાગ તો લેવો જ રહ્યો. આબાળ–ગોપાળ સૌને સદાકાળ તેના વર્તમાન જ્ઞાનમાં તેનો ૫૨માત્મા જ જણાય રહ્યો છે આ સ્વાભાવિક વસ્તુ સ્થિતિ છે...અને જો આ વસ્તુ વ્યવસ્થાનો સ્વીકા૨ આવી જાય તો આત્માનુભવ થવામાં વાર લાગતી નથી. વર્તમાન જ્ઞાન સ્વ-૫૨ પ્રકાશક હોવાથી સ્વ તો જણાય જ રહ્યો હોવા છતાં...તેનું લક્ષ સ્વપ્રકાશક ઉ૫૨ જતું નથી અને રાગ જણાય છે તેનું લક્ષ કરીને ત્યાં રોકાઈ જાય છે તો તેનું જ્ઞાન એકાન્ત મિથ્યા ૫૨પ્રકાશકમાં ચાલ્યું જાય છે. પૂ. ગુરુદેવશ્રીએ હજારો વખત આ વાત કરી અને આગમમાં પણ તેને સ્વ-૫૨

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 469