Book Title: Mahavirno Varasdar Kon Author(s): Fulchandra Shastri Publisher: Shyam Samadhi Ashram View full book textPage 5
________________ પ્રકાશકીય વર્તમાનમાં વર્ધમાનની વધુ જરૂર છે, તે વાતને લક્ષ્યમાં લઈને આત્માર્થી વિદ્વાન પંડિત ફૂલચંદ શાસ્ત્રીએ મહાવીરનો વારસદાર કોણ?' નામની અદ્ભુત કૃતિ લખીને આત્માર્થી સમાજને ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવ્યો છે તથા એ પણ સ્પષ્ટ કર્યું છે કે જૈન ધર્મ ફક્ત વાણિયાનો ધર્મ નથી, જૈન ધર્મ તો જન-જનનો ધર્મ છે. ચૌવીસ તીર્થંકરમાંથી એક પણ તીર્થકર વાણિયાનહતા. તત્ત્વજ્ઞાન ઉપરાંત અનેક ભાષાઓના જ્ઞાતા તથા પ્રવક્તા શ્રી શાસ્ત્રીજીની આ અત્યંત મહત્ત્વપૂર્ણ કૃતિ છે. મહાવીરનો વારસદાર કોણ?' દ્વારા સામાન્યજન પણ સરળતાથી સમજી શકે એવા અનેક દૃષ્ટાંતોના માધ્યમથી તાત્વિક સિદ્ધાંતોનો પરિચય કરાવ્યો છે. “મહાવીરનો વારસદાર કોણ?' કૃતિ પ્રકાશિત કરતા શ્રી શ્યામ સમાધિ આશ્રમ’ અત્યંત હર્ષનો અનુભવ કરે છે, સાથે-સાથે પંડિતજીને એવી શુભકામના પણ પાઠવે છે કે તેઓ ભવિષ્યમાં પણ જગતભરમાં તત્ત્વજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરે. આ કૃતિનું આઘોપાંત અધ્યયન કરી દરેક આત્માર્થી જીવ ભગવાન મહાવીરને સત્ય સ્વરૂપે જાણે, માને તથા તેમના દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોને જીવનમાં અપનાવીને ભગવાન મહાવીરના અસલી વારસદાર થાય. -પ્રકાશકPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98