Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 5
________________ સમર્પિતમ્ આ પ્રકાશન તો મારું કેવળ નમ્ર સમર્પણ છે – નિરંજનને તેના જ પુરુષાર્થ પરિણામનું તેને જ અર્પણ – મારા માત્ર શ્રધ્ધા અને સમાદરના અર્થરૂપ સ્નેહપુષ્પો સાથે. મારા જીવનનું એ કેવું અમૂલ્ય સદ્ભાગ્ય કે મને મળ્યા નિરંજન પતિરૂપે તેમજ ગુરુરૂપે ! અમારા સુદીર્થ સહજીવન પંથ પર પાછી નજરે નિહાળું છું ત્યારે જણાય છે કે અમે તો પોત પોતાની વિદ્યાર્થી અવસ્થામાં હતાં ત્યારથી જ પરસ્પર પરિચિત હતાં – નિરંજન ત્યારે કોલેજનો યુવાન વિદ્યાર્થી અને હું હાઇસ્કૂલની કિશોર વિદ્યાર્થિની ! કયાં અજ્ઞાત પરિબળોએ અમારો હૃદયયોગ પ્રેર્યો તે તો અશેય વિધિરહસ્ય છે. પણ આજે હૃદયમાં એટલો ઉદ્ગાર પ્રગટે છે કે મારું એ પરમ સભાગ્ય હતું કે આ પુરુષવિશેષદ્વારા હું વરણી - સ્વીકૃતિ અને જીવનભરનો પ્રેમ પામી ! - મારા એ સદ્ભાગ્યની પૂરી પ્રતીતિ તો મને ત્યારે થઈ, જયારે ઠીકઠીક દીર્ઘસમયની અમને પકવતી, પુખ્ત કરતી પ્રતીક્ષા બાદ અમારાં લગ્ન થયા પછી તેની પુખ્તમાનમા પતી અને ઉત્સુક શિષ્યા તરીકેના અનુભવથી એ વ્યક્તિત્વના વ્યાપ અને ઊંડાણનો મને સાક્ષાત્કાર થયો! સમગ્ર જીવન દરમ્યાન મને પતિ તરીકે સ્નેહસિંચન કરનાર, જાળવનાર, એટલું જ નહીં પણ મને વિદ્યા આપનાર તેમજ, વ્યવહારિક જીવનમાર્ગ પર નૈતિક અને આધ્યાત્મિક એવા પ્રવાસમાં ય નિરંતર વિશુદ્ધિથી ઉત્થાન પ્રેરતા માર્ગદર્શક ગુરુરૂપે આવો સહપાન્થી મને લાધવો એતો દિવ્ય કૃપાથી પ્રાપ્ત વરદાન જ લેખાય. નિરંજનનું વ્યક્તિત્વ કેવું હતું ! વિદ્વાન, સ્વપ્રશીલ હેતુલક્ષી કેળવણીકાર, તેમજ સૌજન્યશીલ વ્યવહારદક્ષ, મધુર, નિરહંકારી, વિશાળહૃદયી તથા માનવીય સંબંધોમાં સંયત તેમજ સૈધ્ધાંતિક બાબતોમાં નિશ્ચલ અને બિનસમાધાનકારી એવા વ્યકિત તરીકે તેમને જાણનાર સૌ કોઈ તેમનો પ્રેમ આદર કરતા.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 462