Book Title: Krudantavali
Author(s): Ajitchandrasagar
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 6
________________ પુરોવચન... પાયો મજબૂત તો પ્રાસાદ મજબૂત... ચણતર મજબૂત તો આવાસ મજબૂત... તેમ વ્યાકરણ મજબૂત તો ભાષા મજબૂત. સંસ્કૃત ભાષાની દૃઢતામાં કૃદન્તો ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમ ઈંટ વિના મજબૂત દિવાલ અશક્ય છે તેમ કૃદન્તો વિના કે તેની પુરી સમજણ વિના ભાષારૂપી દિવાલ નબળી બને છે. સાહિત્યના સાચા અર્થને પામવા તે તે ભાષાનું સૂક્ષ્મજ્ઞાન અતિ આવશ્યક છે. આપણા આગમો, ગ્રન્થો, સાહિત્ય વિ. મોટા ભાગે સંસ્કૃત ભાષા નિબદ્ધ છે. તેથી તેના સાચા અને સુંદર અર્થને પામવા કૃદન્તોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. જે જ્ઞાનની પીરસણી આ પુસ્તિકા કરશે. પૂ.બાલમુનિશ્રી અજિતચંદ્રસાગરજી મ.સા.નો કૃદન્ત વિષયક પુરુષાર્થ પ્રશંસનીય છે. અને તેમના ગુરૂદેવશ્રીની પ્રેરણા તથા જાગૃતિ અને કાર્યદક્ષતા તે પણ સ્તુત્ય છે. જિજ્ઞાસુ વર્ગ આ પુસ્તિકાનો સુંદર ઉપયોગ કરી કૃદન્ત વિષયક જ્ઞાનને પામીને ભાષાની દિવાલને મજબૂત બનાવે એજ અભ્યર્થના સહ. પં. ચંદ્રકાન્ત એસ. સંઘવી પાટણ (ઉ.ગુ.) IV Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 100